________________
સ્યાદ્વાદની સિદ્ધિ - ગાથા-૩૭
નયની માન્યતા રજૂ કરતી વ્યક્તિ જ્યારે એવું બોલે કે આત્મા નિત્ય છે ત્યારે જ તેનો પર્યાય બદલાઈ જાય છે, તેથી આત્મા એકાન્ત નિત્ય છે એવું સ્થાપન કરવા જતાં તે સ્વયં જ અસંગત બની જાય છે. આથી જ ગ્રન્થકારશ્રી કહે છે કે, દુર્નયો પોતાના શસ્ત્રથી પોતે જ હણાઈ જાય છે.
દુર્નયોનો સમુહ પોતાના શસ્ત્રોથી પોતે જ હણાયેલો છે એટલે કે દુર્નયો જ્યારે બીજા નયને અભિપ્રેત હોય તેવા અર્થને ખોટો ઠરાવવા જાય છે – તેમાં દોષો આપે છે - ત્યારે દુર્નયો પોતાને જે અભિપ્રેત અર્થ છે તેનો પણ ઉચ્છેદ કરનારા બને છે. બીજાને દુષિત કરવા જતાં પોતાનો અભિપ્રાય જ દુષિત-અસંગત બની જાય છે. જેમકે, દ્રવ્યાસ્તિકનય વસ્તુને એકાન્ત નિત્ય માને છે તેથી તે વસ્તુમાં રહેલી અનિત્યતાનું ખંડન કરે છે. હવે દુનિયામાં જે પણ વસ્તુ નિત્ય છે તે વાસ્તવમાં કોઈક અંશે તો અનિત્યતાથી યુક્ત જ હોય છે. તેથી જગતમાં જ્યાં પણ નિત્યતા દેખાય છે તે અનિત્યતાથી યુક્ત જ હોય છે. જો અનિત્યતા છે જ નહિ એવું કહેવામાં આવે તો અનિત્યતા સહિતની નિત્યતાનું પણ ખંડન થઈ જાય, તેથી ક્યાંય દુર્નયને અભિપ્રેત એવી નિત્યતા પણ પ્રાપ્ત થતી નથી, કારણ કે પહેલાં જોયું તેમ જગતની જે પણ નિત્યતા છે તે અનિત્યતાથી યુક્ત જ છે અને તેનું તો દુર્નયે પોતે જ ખંડન કર્યું છે. આમ, પોતાને માન્ય નથી એવી અનિત્યતાનું ખંડન કરવા જતાં દુર્નય દ્વારા પોતાને માન્ય એવી નિત્યતા પણ અસંગત બની જાય છે. તેથી જ ગ્રંથકારશ્રી કહે છે કે પોતે જે યુક્તિઓ આપી બીજાનો નાશ કરવા પ્રવૃત્ત થાય છે તે યુક્તિરૂપ શસ્ત્રોથી દુર્નયો સ્વયં જ નાશ પામી જાય છે. ૩ડા અવતરણિકા :
બે વિરોધી ધર્મોનો સંગ્રહ કરવામાં આવે તો વિરોધ કેમ ન થાય ? તે જણાવતાં કહે છેશ્લોક :
कथं विप्रतिषिद्धानां, न विरोधः समुच्चये' ? |
अपेक्षाभेदतो हन्त, कैव विप्रतिषिद्धता ||३७|| શબ્દાર્થ :
9. વિપ્રતિષિદ્ધાનાં - પરસ્પર વિરોધી (ધર્મોના) ૨. સમુષ્ય - સંગ્રહમાં રૂ/૪, અર્થ ન વિરોધ: ? - વિરોધ કેમ ન આવે ? ૬. દત્ત ! - ખેદની વાત છે, (કે, વિદ્વાન થઈને પણ આટલું સમજતા નથી !) ૬. ઉપેક્ષામેત: - અપેક્ષાભેદથી ૭/૮, વિપ્રતિષિદ્ધતા વ ા ? . (ધર્મોમાં) વિરોધિતા જ કેવી ? શ્લોકાર્થ :
એક જ પદાર્થના પરસ્પર વિરોધી એવા ધર્મોનો સંગ્રહ કરવામાં આવે તો વિરોધ કેમ ન થાય ? તેવા પૂર્વપક્ષીના પ્રશ્નનો જવાબ આપતાં (વિદ્વાન ગણાતા પ્રશ્નકારની અણસમજ ઉપર ખેદ વ્યક્ત કરતા) હેત કરીને ગ્રંથકારશ્રી કહે છે કે અપેક્ષાનો ભેદ હોવાથી વિરોધિતા જ ક્યાં છે ? એટલે કે વિરોધ જ નથી.
Jain Education International
For Personal
Private Use Only
www.jainelibrary.org