________________
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
સુનયને આશ્રયીને પદાર્થની વિચારણા કરવામાં ક્યારે પણ વિરોધ આવતો નથી, અને દુર્રયોના આધારે વિચારણા કરવામાં ક્યારે પણ વિરોધ આવ્યા વિના રહેતો નથી. સુનયોનો સમૂહ વસ્તુના વિવિધ અંશ આદિને આશ્રયીને પ્રાપ્ત થાય છે, કેમ કે સુનય એ વસ્તુની અંશાત્મક બુદ્ધિસ્વરૂપ છે, જેમાં સંદર્ભ, સંબંધ કે અપેક્ષાને કારણે ભેદ પડે છે. જ્યારે દરેક દુર્નય વસ્તુના એક અંશને સંપૂર્ણ વસ્તુ સંબંધી એકાન્તે કથન ક૨ના૨ા હોય છે, તેથી દુર્નયોનો સમૂહ સંપૂર્ણ વસ્તુવિષયક અનેક જુદા જુદા અભિપ્રાયો સ્વરૂપ હોય છે.
૯૮
સુનયોનો સંગ્રહ વસ્તુનો યથાર્થ બોધ કરાવવામાં સહાયક બને છે જ્યારે દુર્નયનો સમૂહ એક બીજાનું ખંડન કરવામાં તત્પર હોય છે, તેથી દરેક દુર્રયની માન્યતા અન્ય નયની માન્યતાનું ખંડન કરવાનું એક શસ્ત્ર બની જાય છે. પોતાના આ શસ્ત્ર વડે તે બીજાનો નાશ કરવા પ્રયત્ન કરે છે પણ બને છે એવું કે બીજાનું ખંડન કરતાં તે પોતે જ હણાઈ જાય છે.
જેમ કે દ્રવ્યાસ્તિકનયની માન્યતા ઉપર ચાલતો દુર્નય આત્માને સર્વાંશે નિત્ય કહે છે. જ્યાં સુધી તે દ્રવ્યથી જ આત્મા નિત્ય છે એવું કહેવા પ્રયત્ન કરે ત્યાં સુધી કોઈ વાંધો ન આવે, પણ તે તો આત્માને સર્વાંશે અને એકાન્તે નિત્ય કહે છે, તેથી તેના કથનથી એવું પ્રાપ્ત થાય કે, આત્મા પર્યાયથી પણ નિત્ય છે. હકીકતમાં આ
દ્રવ્ય એ ઉત્પાદ અને નાશ એવા પર્યાય વિનાનું નથી અને પર્યાયો એ દ્રવ્ય = ધ્રુવાંશ વિનાના નથી. કારણ કે, ઉત્પાદ, નાશ અને સ્થિતિ એ ત્રણે દ્રવ્ય = સત્ત્નું લક્ષણ છે. દ્રવ્યનું સત્ત્નું આવું લક્ષણ એ પ્રમાણ વાક્યસ્વરૂપ છે, તેના દ્વારા વસ્તુનું યથાર્થ અને સંપૂર્ણ સ્વરૂપ અહીં બતાવ્યું છે.
=
કોઈ વસ્તુ ઉત્પાદ અને વિનાશ વિનાની માત્ર સ્થિર નથી. તેમ જ કોઈ વસ્તુ સ્થિરતા વિનાની માત્ર ઉત્પાદ-વિનાશવાળી નથી. કારણ કે વસ્તુનો સ્વભાવ જ એવો છે કે, તે મૂળરૂપે સ્થિર છતાં નિમિત્ત પ્રમાણે જુદા જુદા રૂપે બદલાતી ૨હે છે, તેથી એક જ વસ્તુમાં સ્થિરપણું અને અસ્થિરપણું વિરુદ્ધ નથી, પણ વાસ્તવિક છે, અને એ બે રૂપો હોય તો જ વસ્તુ પૂર્ણ બને છે, આથી જો કોઈ એમ કહે કે,
• ‘વસ્તુ સ્થિર/નિત્ય જ છે’ કે ‘વસ્તુ અસ્થિર/અનિત્ય જ છે' તો તે દુર્નયો છે.
• જો કોઈ અપેક્ષાપૂર્વક એમ કહે કે, ‘વસ્તુ સ્થિર/નિત્ય છે’ અથવા ‘વસ્તુ અસ્થિર/અનિત્ય છે' તો એ સુનયો છે.
• જે એમ કહે કે ‘વસ્તુ સ્થિર-અસ્થિર | નિત્યાનિત્ય છે’ - એ પ્રમાણ વાક્ય છે. પ્રમાણ વાકય વસ્તુના સ્વરૂપનું પૂર્ણ અને યથાર્થ નિરૂપણ કરનારું સ્યાદ્વાદૃષ્ટિવાળું વાક્ય છે.
III. જૈન શાસ્ત્રના બીજા એક પ્રસિદ્ધ વાક્યને આ ત્રણ અભિપ્રાયોને આધારે વિચારીએ તો,
♦પ્રમત્તયોગાત્ વ હિંસા, પ્રાળવ્યપરોપળમ્ ટ્વ હિંસા - ‘પ્રમત્તયોગ જ હિંસા છે' કે ‘પ્રાણનો નાશ જ હિંસા છે’ – આ બન્ને અભિપ્રાયો દુર્નયસ્વરૂપ છે.
♦‘પ્રમત્તયોગાત્ હિંસા, પ્રાાવ્યપરોપાં હિંસા - ‘પ્રમત્તયોગથી હિંસા છે' કે ‘પ્રાણનો નાશ એ હિંસા છે' - આ બન્ને અભિપ્રાયો
સુનયસ્વરૂપ છે.
♦‘પ્રમત્તયો શાત્ પ્રાાવ્યપરોપળ હિંસા - ‘પ્રમત્તયોગથી પ્રાણનો નાશ કરવો એ હિંસા છે' - આ અભિપ્રાય પ્રમાણસ્વરૂપ છે.
‘પ્રમતયોગ જ હિંસા’ એવું માનનાર દુર્નય પ્રાણવ્યયરોપણ પણ હિંસા છે એવું નહીં સ્વીકારે અને એનું ખંડન કરશે. તે જ રીતે ‘પ્રાણવ્યપરોપણ હિંસા' એવું માનનાર દુર્નય પ્રમત્તયોગ હિંસા છે તેવું નહિ માને અને એનું ખંડન કરશે. જ્યારે ‘પ્રમત્તયોગ’ હિંસા, એવું માનનાર સુનય પ્રાણવ્યપરોપણ હિંસા છે તેવું બોલશે નહિ, પણ એનું ખંડન પણ નહિ કરે. એ જ રીતે ‘પ્રાણવ્યપરોપણ હિંસા' એવું માનનાર સુનય ‘પ્રમત્તયોગહિંસા છે’ એવું નહીં બોલે પણ એનું ખંડન પણ નહિ કરે. જ્યારે પ્રમાણ વાક્યમાં બન્નેનો સમાવેશ થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org