________________
છેદશુદ્ધિ - ગાથા-૨૧
જેમકે, સંસારમાં રહેલો ગૃહસ્થ દુન્યવી પ્રવૃત્તિમાં અટવાયેલો હોવા છતાં એણે ઉપરની ભૂમિકાના લક્ષ્યપૂર્વક પોતાની ભૂમિકાના ધ્યાન-અધ્યયન કઈ રીતે ક૨વા ? સંપૂર્ણ હિંસાદિથી વિરામ ન પામી શકાય તોપણ સંપૂર્ણ હિંસાદિ પાપોથી નિવર્તનના લક્ષ્યપૂર્વક અણુવ્રતો કઈ રીતે પાળવા ? જયણાપૂર્વક જીવન કઈ રીતે જીવવું ? વગેરેનું કથન જે શાસ્ત્રોમાં કર્યું હોય અને ઘરનો ત્યાગ કરી જેઓ સંયમી બન્યા હોય તેમને પોતાની ભૂમિકા મુજબનાં ધ્યાન-અધ્યયન કઈ રીતે કરવાં અને સંયમ જીવનના નિર્વાહ માટે નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ વગેરે કઈ રીતે ગ્રહણ કરવા કે જેનાથી તેઓ સંપૂર્ણ અહિંસક જીવન જીવી શકે; તેવા આચારો પણ જે શાસ્ત્રોમાં વર્ણવ્યા હોય તેને છેદશુદ્ધ કહેવાય છે.
આના બદલે જે શાસ્ત્રમાં વિધિ વચનો અને નિષેધ વચનો જોવા મળે પણ તેના નિર્વાહ માટે જયણા પૂર્વકના જીવન વ્યવહારની વાતો જોવા ન મળતી હોય. સંસાર ત્યાગી માટે પણ હિંસાજનક સ્નાનાદિનું વિધાન હોય, અન્નપાકની ક્રિયાનો બાધ ન હોય, મઠ કે આશ્રમ આદિ પરિગ્રહ રાખવાનું પણ કથન હોય, પોતે બ્રહ્મચર્યનું પાલન કરે અને ગૃહસ્થીને ‘પુત્રવતી ભવ’ના આશીર્વાદ આપવાના આચારો હોય, તે શાસ્ત્ર છેદશુદ્ધ શાસ્ત્ર કહી શકાય નહિ, કેમ કે, આવા આચારોને કા૨ણે અહિંસાદિ ધર્મોનું પૂર્ણ પાલન થઈ શકતું નથી અને પરિણામે તે શાસ્ત્ર દ્વારા અતીન્દ્રિય એવું આત્માનું પરમ શુદ્ધ સ્વરૂપ પ્રગટ પણ કરી શકાતું નથી. I૨૧॥
અવતરણિકા :
શાસ્ત્રની છેદશુદ્ધિ જણાવ્યા પછી આવી છેદશુદ્ધિ કયા શાસ્ત્રોમાં ઘટે તે રૂપ અન્વય દૃષ્ટાંત બતાવતાં કહે છે
શ્લોક :
ઋષિજાતિ ઝુર્વત, ગુપ્ત મૃત્યું પાયમિ વિ... વાય
१०
4
૭૧
સમિતો મુનિ મિત્યુત્ત સમયે થથા I૨૨II
1
Jain Education International
શબ્દાર્થ :
૧. યથા - જેમ કે ૨. સમયે - (જૈન) શાસ્ત્રોમાં રૂ. રૂતિ વત્તું - એ પ્રમાણે કહેવાયું છે કે ૪. મુનિ: - મુનિ ૬. વિદ્યાપિ કાયિકાદિ પણ ૬/૭. ગુપ્તા સમિતો- ગુપ્ત-ગુપ્તિવાન અને સમિત-સમિતિવાન (થઈને) ૮. વ્રુત - કરે ૧/૧૦. ખ્યાતિ નૃત્યે - (તો) મોટા કાર્યના વિષયમાં 99/૧૨. િવાદ્યમ્ - શું કહેવું. (તેથી જૈન શાસ્ત્રો છેદશુદ્ધ કહેવાય.)
શ્લોકાર્થ :
જેમ કે, ‘મુનિ કાયિકાદિ પણ ગુપ્ત અને સમિત બનીને કરે (તો) મોટા કૃત્યના વિષયમાં શું કહેવું ?’ એ પ્રમાણે (જૈન) શાસ્ત્રોમાં કહેવાયું છે. (તેથી જૈન શાસ્ત્રો છેદશુદ્ધ છે).
ભાવાર્થ :
-
વિધિ નિષેધને અનુરૂપ ક્રિયાઓ જ્યાં વર્ણવાઈ હોય તે શાસ્ત્ર છેદશુદ્ધ કહેવાય. જેમ કે, જૈન શાસ્ત્રોમાં કહ્યું છે કે - ‘મુક્તિના સાધક મુનિ હંમેશા વિશેષ પ્રયોજન ન હોય ત્યારે પોતાના મન, વચન, કાયાના ગોપનરૂપનિવૃત્તિરૂપ ગુપ્તિવાળા અને વિશેષ પ્રયોજન ઉપસ્થિત થાય ત્યારે મન, વચન, કાયાની સમ્યક્ પ્રવૃત્તિરૂપ
For Personal & Private Use Only
www.jainelibrary.org