________________
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર સમિતિવાળા રહે. આથી જ મુનિને જ્યારે લઘુનીતિ, વડીનીતિ કે કાયા-શરીરને લગતી અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરવી પડે, ત્યારે પણ તેને સમિતિ અને ગુપ્તિમાં રહીને જ તે ક્રિયાઓ કરવી જોઈએ. જો શરીરની હાજત ટાળવા જેવાં સામાન્ય કાર્યો પણ મુનિ સમિતિ-ગુપ્તિપૂર્વક કરે, એમ જણાવ્યું હોય તો મોટા કાર્યો માટે તો પૂછવું જ શું ? અર્થાત્ શાસન-રક્ષા, શાસન-પ્રભાવના જેવાં કાર્યો પણ તેને અપ્રમત્તભાવે જ કરવાના છે એવું સ્પષ્ટપણે વિગતવાર જૈનશાસ્ત્રોમાં જણાવ્યું છે. આના ઉપરથી એવું નક્કી કરી શકાય કે જૈનશાસ્ત્રોમાં બતાવેલી ક્રિયાઓ, તેમાં બતાવેલ વિધિ-નિષેધને પુષ્ટ કરનારી બને છે, તેથી જૈનશાસ્ત્રો છેદશુદ્ધ શાસ્ત્રોનું એક દૃષ્ટાંત કહેવાય. વિશેષાર્થ :
જે શાસ્ત્રમાં વિધિ અને નિષેધને અનુરૂપ આચારો જણાવ્યા હોય તે શાસ્ત્ર છેદશુદ્ધ કહેવાય છે. ઘણા ધર્મશાસ્ત્રોમાં મુક્તિની સાધના માટે અહિંસાદિ ધર્મનું પાલન કરવું જોઈએ અને હિંસાદિ અધર્મો ન આચરવા જોઈએ એવા વિધિ-નિષેધ વાક્યો બતાવ્યાં હોય છે, તેથી તે કષશુદ્ધ તો હોય છે; પરંતુ તેમાં અહિંસાદિ ધર્મો પાળી શકાય તેવા આચારો જણાવ્યા હોતા નથી, તેથી તે શાસ્ત્ર છેદશુદ્ધ હોતા નથી; જ્યારે જૈનશાસ્ત્રોમાં જે સાધક સર્વથા હિંસા આદિનો ત્યાગ કરી મુક્તિની સાધના માટે ગુરુચરણે જીવન સમર્પિત કરે છે, તેના માટે એવા આચારો બતાવ્યા છે કે, જેના દ્વારા તે હિંસાદિ પાપોથી સંપૂર્ણ રીતે મુક્ત રહી સુંદર રીતે અહિંસાદિ ધર્મનું પાલન કરી શકે છે, આથી જ જૈનશાસ્ત્રો કષશુદ્ધ હોવા ઉપરાંત છેદશુદ્ધ પણ હોય છે.
જૈન શાસ્ત્રોમાં જણાવ્યું છે કે, મોક્ષની સાધના માટે કટિબદ્ધ બનેલા મુનિ ક્યારે પણ સમિતિ-ગુપ્તિથી મુક્ત ન હોવા જોઈએ. એમના જીવનની પ્રત્યેક પળો સમિતિ અને ગુપ્તિના રંગથી રંગાયેલી હોવી જોઈએ.
જ્યાં સુધી વિશેષ કારણ ઉપસ્થિતિ ન થાય ત્યાં સુધી મુનિ ગુપ્તિમાં રહે અને જ્યારે વિશેષ કારણ ઉપસ્થિત થાય ત્યારે મુનિ સમિતિમાં રહે. મુનિ જ્યારે સમિતિમાં હોય ત્યારે પણ ગુપ્તિમાં તો હોય જ.
આમ હિંસા કરવાના મૂળ સાધનો સમાન મન, વચન અને કાયાના યોગોના સમ્યક્ પ્રવર્તનરૂપ સમિતિનું અને મન-વચન-કાયાનું ગોપન કરવારૂપ ગુપ્તિનું પાલન કરવાથી મુનિ સર્વથા આ પાપથી બચી શકે છે. તેમાં ગુપ્તિ દરમ્યાન મુનિના પંચાચારની ચારિમા અંતરંગ ભાવોમાં પ્રવર્તે છે અને સમિતિનો અવસર ઊભો થતાં એ ચારિમા બાહ્ય આચારરૂપે બહિવૃત્તિમાં પ્રવર્તે છે ત્યારે તેઓ સમિતિ-ગુપ્તિ ઉભયમાં હોય છે. આથી તેમના જીવનની પ્રત્યેક પળો સમિતિ-ગુપ્તિના રંગથી રંગાયેલી હોય છે, તેમ કહેવામાં લેશ પણ અતિશયોક્તિ નથી.
સમિતિ-ગુપ્તિરૂપ આચારથી સંપન્ન મુનિ તેની કાયિકાદિ ક્રિયા એટલે કે તેના દૈહિક ધર્મો જેવા કે ઝાડોપેશાબ વિસર્જનના વ્યવહારો પણ સમિતિ-ગુપ્તિપૂર્વક કરે છે. જૈનશાસ્ત્રોમાં જ્યારે આહાર ગ્રહણ, મળમૂત્રનું વિસર્જન જેવાં નાનાં કાર્યો માટે પણ એવું કહ્યું છે કે, મુનિએ તે સર્વ કાર્યો સમિતિ-ગુપ્તિના પાલનપૂર્વક, અપ્રમત્તપણે, ઉપયોગ અને જયણાપૂર્વક ક્યાંય રાગાદિભાવો સ્પર્શી ન જાય એટલે કે ક્યાંય દ્રવ્ય હિંસા કે ભાવહિંસા ન થઈ જાય તેની કાળજીપૂર્વક કરવાના કહ્યા છે તો પછી મોટા કાર્ય માટે તો શું કહેવું ? (કૃત્યે ન્યાસ વિંવાગ્યે ?). જે શાસ્ત્ર દેહની હાજત ટાળવા જેવા નાના કાર્યો કરવા માટે પણ એવું સૂચન કરતા હોય કે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org