________________
૭૦
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર છે શુદ્ધિ
ગાથા-૨૧ થી ૨૮ અવતરણિકા :
કષશુદ્ધિ કહ્યા બાદ હવે શાસ્ત્રવિષયક છેદશુદ્ધિ બતાવતાં કહે છેશ્લોક :
विधीनां च निषेधानां", योगक्षेमकरी क्रिया ।
વર્ષને પત્ર સર્વત્ર તીર્થ છેશુદ્ધિમ" jIII શબ્દાર્થ :
9. યત્ર - જે શાસ્ત્રમાં ૨. સર્વત્ર - સર્વત્ર રૂ/૪/૬. વિધીનાં 9 નિષેધાનાં - વિધિ અને નિષેધોના ૬/૭ યોગક્ષેમકરી ક્રિયા - યોગક્ષેમને કરનારી ક્રિયા ૮, વર્જતે - વર્ણવાઈ હોય. ૨/૧૦. તત શાā - તે શાસ્ત્ર 99. છેશુદ્ધિમતુ - છેદશુદ્ધિવાળું જાણવું. શ્લોકાર્થ :
જે શાસ્ત્રમાં વિધિ અને નિષેધોને યોગ અને ક્ષેમ કરનારી ક્રિયા સર્વત્ર વર્ણવાઈ હોય, તે શાસ્ત્ર છેદશુદ્ધિવાળું છે. ભાવાર્થ :
શાસ્ત્રમાં જણાવેલા વિધિ અને નિષેધ વચનોનો યથાયોગ્ય નિર્વાહ થાય એવા આચારો જે શાસ્ત્રમાં બતાવ્યાં હોય અર્થાત્ જે શાસ્ત્રમાં આચારો એવા પ્રકારના બતાવ્યા હોય છે, જેના દ્વારા ધ્યાન, અધ્યયન કરવા જોઈએ એવા શાસ્ત્રોક્ત વિધાન વાક્યોનું અને હિંસા, જૂઠ આદિ ન કરવા જોઈએ તેવા નિષેધ વાક્યોનું પાલન અને પોષણ યથાયોગ્ય રીતે થતું હોય તે શાસ્ત્ર છેદશુદ્ધિવાળું છે તેમ જાણવું. વિશેષાર્થ :
કષપરીક્ષાથી સુવર્ણની શુદ્ધતા જણાઈ હોવા છતાં સુવર્ણની સર્વાગીણ પરીક્ષા કરવાનો અર્થી સુવર્ણનો વચમાંથી છેદ કરી સુવર્ણ શુદ્ધ છે કે નહીં તેનો નિર્ણય કરવા તત્પર બને છે. તે જ રીતે જે શાસ્ત્રોના આધારે આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરીને પરમાનંદ માણવો છે, તે શાસ્ત્રો વિધિ-નિષેધના વચન દ્વારા કષથી શુદ્ધ લાગવા છતાં તેની સર્વાગીણ સચોટતા માટે આત્મહિતનો અર્થી છેદપરીક્ષા કરવા તત્પર બને છે.
શાસ્ત્રની છેદ પરીક્ષા કરવા માટે શાસ્ત્રોમાં ધ્યાનાદિના જે વિધાનો કર્યા છે અને હિંસાદિનો જે નિષેધ કર્યો છે તેની પુષ્ટિ થાય તેવા આચારો પણ બતાવ્યા છે કે નહીં, તેની તપાસ કરવામાં આવે છે. જો શાસ્ત્રમાં જણાવેલી ક્રિયાઓ ધ્યાનાદિની વૃદ્ધિ કરનારી હોય અને હિંસા આદિને અટકાવનારી હોય તો તે ક્રિયાઓ વિધિ-નિષેધનો યોગ-ક્ષેમ કરનારી કહેવાય છે અને તેવી ક્રિયાઓ બતાવનાર શાસ્ત્રો જ છેદશુદ્ધ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org