________________
૧૮
શ્રી કૃષ્ણલાલ ઝવેરી ‘‘પરમપદપ્રાપ્તિ’’ અને ‘‘પંચદશીતાત્પર્ય’' અખાની કૃતિઓમાં ગણાવે છે, પરંતુ તે ગ્રંથો મારા જોવામાં અદ્યાપિ આવ્યા નથી.
વેદાન્તશાસ્ત્રના પ્રકરણગ્રંથોમાં ‘પ્રકરણ’ શબ્દ એ પારિભાષિક છે તેની વ્યાખ્યા નીચે મુજબ છે.
शास्त्रैकदेशसंबद्धं शास्त्रकार्यान्तरे स्थितम् । आहुः प्रकरणं नाम शास्त्रवेदविपश्चितः ॥
અખો
શાસ્ત્રના કોઈ એક દેશ સાથે સંબંધ ધરાવતો, તથા શાસ્ત્રના અમુક પ્રયોજનને સિદ્ધ કરવામાં રોકાએલો જે નાનો ગ્રંથ તેને શાસ્ત્ર તથા વેદને જાણનારા પ્રાણ કહે છે. અખો પોતેજ ‘‘સંતપ્રિયા’ને પ્રકરણ સંજ્ઞા સ્પષ્ટ આપે છે ઃ
“સર્વાંગી પ્રકરણ કહ્યો, કવિત ચોરાશી ચોજ, વીસ કહ્યા મધ્ય દોહરા, કોઈ શાંની દેખી ખોજ.'
Jain Education International
અખાના છપ્પા, પદો, સોરઠા વગેરે પ્રકરણરૂપ ગ્રંથ નથી, પરંતુ એક એક ભાવને પ્રકટ કરનારાં નાનાં કાવ્યો છે. અખાએ વેદાન્તશાસ્ત્રનું બ્રહ્માનંદ ગુરુ પાસે જે શ્રવણ કર્યું તેનું તેણે પાકું મનન કર્યું જણાય છે. અને તેના પરિણામમાં જે નિદિધ્યાસન તેનું અનુભવરૂપ ફળ તેણે પોતાની વાણીમાં પ્રકટ કરવા ભારે પ્રયત્ન કર્યો છે.
(સંતપ્રિયા ૧૦૬)
હિંદી કૃતિઓ ૧. સંતપ્રિયા
મને લાગે છે કે આ પ્રકરણગ્રંથ અખાનો મધ્યમાવસ્થાનો જણાય છે. તેમાં તે પોતાને ‘‘સોનારા’' શબ્દથી વર્ણવે છે. આ પ્રકરણનું એક અંગ જ સસ્તા સાહિત્યની અખાની વાણીમાં પ્રસિદ્ધ થયું હોય એમ જણાય છે. તેનું મૂળ પ્રકરણ ‘‘સર્વાંગી’’ છે. મને લાગે છે કે તેના મૂલ ગ્રંથના ચાર અંગો હોવાં જોઈએ. પહેલું અંગ જે પ્રસિદ્ધ થયું છે તેમાં પરબ્રહ્મ જે પરોક્ષ છે તે
For Personal & Private Use Only
www.jainelibrary.org