________________
અખો
૧૯ સંત અનુભવી પુરુષમાં અપરોક્ષ છે- એ પ્રતિપાદ્ય વિષય જણાય છે. બીજા ત્રણ અંગોમાં તે (૧) પરબ્રહ્મપીઠનું સ્વરૂપ, (૨) તે વસ્તુ અને વિશ્વનો ભેદ; અને (૩) વસ્તુતત્ત્વ એટલે બ્રહ્મરૂપી-અરૂપી થઈ રમે છે - એ પ્રતિપાદન કરે છે. આ ચાર અંગો મૂલ ગ્રંથનાં છે. એમ તેના છેલ્લા દોહરાથી સમજાય છે :
“અબ કહુ પરબ્રહ્મપીઠના, વસ્તુ વિશ્વકો ભેદ
રૂપ-અરૂપી વહી રમે, જે જગત દુર્લભ દેવ.” જે પ્રકરણગ્રંથનું પ્રથમ અંગ “સંતપ્રિયા” નામથી પ્રકટ થયું છે તેમાં પરબ્રહ્મ જે સામાન્ય દષ્ટથી પરોક્ષ છે તે સંતશરીરમાં ગુરુકળથી અપરોક્ષ થાય છે- એ શાસ્ત્ર એક દેશના સિદ્ધાન્તને વર્ણવવા તેણે પ્રયત્ન કર્યો છે. સંતશરીરમાં પરબ્રહ્મ શી રીતે પ્રત્યક્ષ થાય છે તેની પ્રણાલિકા તેણે નીચે પ્રમાણે ગોઠવી જણાય છે. પ્રથમ તો સદ્ગુરુ ચરણનું શરણ અધિકારી અને કરવું જ જોઈએ. આ સંબંધમાં તે કહે છે કે :
“સદગુરુ ચરન શરન રહે બિન, ભવ ભવ સારો સો બહોત વિરાસે, સદ્ગુરુ ચરન શરન ગ્રહે બિન, દાની કરન સંસે પરે સાંસ, સદ્ગુરુ ચરન શરન સોનારા, ર્વે હરિરૂપ કરે મન આસે”.
આ સદ્ગુરુ શરણરૂપ પ્રથમ સાધન જે સાધી શકે છે તેને ગુરુ દ્વારા હરિભજનનું બીજાં સાધન મળે છે. અખો કહે છે કે :
, “મનસા વાચા કરમના હરિ ન ભજ્યો પ્રિય જાન.
અનંત વિષય રસમેં પચ્યો, પુની ગયો પસારે પાન” 'જે મન વાણી એ કર્મ વડે હરિને પોતાના પ્રિય આત્મારૂપે જાણી જેણે ભયો નહિ, પરંતુ અનેક પ્રકારના વિષયરસમાં રચી પચી રહ્યો તે મરતી વખતે હાથ પસારી જીવનનું ધ્યેય સાધ્યા વિના ચાલ્યો જાય છે. હરિને આત્મારૂપે ઓળખી ભજવામાં ગુરુનો અનુગ્રહ જરૂરનો છે. અખો કહે છે કે રામચંદ્ર જો કે વિષ્ણુના અવતાર હતા તો પણ પોતાના સ્વરૂપને ઓળખવામાં વસિષ્ઠ ગુરુનો તેમને આશ્રય લેવો પડ્યો હતો. તો કર્મબંધનને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org