SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પાંચ ૮૩ પણ શરૂઆતમાં ક્ષત્રપ અને પછી મહાક્ષત્રપ હતો. કેટલાક સમય પછી ઊંચા હોદ્દાના સ્વીકારમાં કશુંક મહત્ત્વ જણાય છે;- એમાં અધિપતિથી સ્વતંત્ર થવાનો અથવા અધિપતિ દ્વાર ઊંચો હોદ્દો પામ્યાનો અર્થ અભિપ્રેત છે. બંનેમાં અધિપતિનું અસ્તિત્વ જરૂરી છે. ઇતિ. જો પુરીની વાત સ્વીકારીએ તો એનો અર્થ એ થાય કે માત્ર નહપાન અને ચાન્ટન જ નહીં, પણ બધા જ પશ્ચિમી ક્ષત્રપો, તો પછી, કુષાણોના ઉપરાજ હોવા જોઈએ; કેમ કે પશ્ચિમ ભારતના આ રાજાઓ હંમેશા ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકે ઓળખાતા હતા. જો કે આ શકય જણાતું નથી; કારણ કે કષ્કિજૂથના છેલ્લા જ્ઞાત રાજા વાસુદેવના રાજ્યનો અંત ઈસ્વી ૨૪૧-૨૭૨ની વચ્ચે કોઈક સમયે થયો હોવાનું ખુદ પુરીએ નોંધ્યું છે૭. જ્યારે પશ્ચિમી ક્ષત્રપોનું રાજ્ય પાંચમી સદીના પ્રથમ ચરણના મધ્યકાળે અસ્તાચળે ગયું હતું. આથી, બૈજનાથ પુરીનું મંતવ્ય પણ તર્કશુદ્ધ જણાતું નથી. કષ્કિના શિલાલેખો અને સિક્કાલેખોનાં પ્રાપ્તિસ્થાન ઉપરથી તેમ જ એની ચડાઈઓનાં આનુશ્રુતીક વર્ણન ઉપરથી સૂચિત થાય છે કે પંજાબ, કાશ્મીર, સિંધ, ઉત્તર પ્રદેશ અને બંગાળબિહાર સુધીના પ્રદેશો એના રાજયમાં સમાવિષ્ટ હતા (જુઓ નકશો નંબર ૧); જયારે નહપાનના રાજયની હદ ઉત્તરમાં અજમેર સુધી, પશ્ચિમમાં દરિયા કિનારા સુધી, પૂર્વમાં માળવા સુધી અને દક્ષિણમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર કોંકણ, અહમદનગર-નાસિક-પૂણે જિલ્લાઓ સુધી હતી. આથી, સ્પષ્ટ થાય છે કે કણિષ્કના રાજય વિસ્તારમાં ગુજરાત-મહારાષ્ટ્રનો સમાવેશ ક્યારેય થતો ન હતો. કણિક્કે એના વિશાળ સામ્રાજયના સંચાલન સારુ સૂબાઓ નિમ્યા હતા, જે ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકેના અધિકાર ભોગવતા હતા. એણે એના શિલાલેખોમાં એના ઉપરાજનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ભૂમક કે નહપાનનો નામોલ્લેખ પણ નથી. જો કણિષ્કના ઉપરાજ ખરપલ્લાન, વનસ્પર, વેશાસિ અને લિયકની જેમ ભૂમક અને નહપાન પણ કણિષ્કના ઉપરાજ હોય તો એના જેવા પ્રતિભાશાળી, રણશૂર અને વિજેતા કુષાણ સેનાપતિએ એના અભિલેખોમાં અવશ્ય એમનો ઉલ્લેખ કર્યો હોય. પરંતુ ઉભયનો અનુલ્લેખ સહજ સાબિત કરે છે કે ભૂમક અને નહપાન ક્યારેય કષ્કિના આધિપત્ય હેઠળ હતા જ નહીં. નહપાનના લેખોમાં કણિષ્કના નામનો અભાવ પણ આ જ અર્થઘટનને સમર્થન આપે છે. વળી કણિષ્કના શિલાલેખો કે સિક્કાઓની ગુજરાતમાંની અનુપસ્થિતિ પણ પ્રસ્તુત અર્થઘટનને પુષ્ટિ આપે છે. ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકે સિક્કાઓ તૈયાર કરવાની પશ્ચિમી ક્ષત્રપોએ અપનાવેલી પ્રણાલિકા એમના સ્વતંત્ર દરજ્જાનું અને સ્વાધીનતાનું સ્પષ્ટ સૂચન કરે છે. કણિષ્ક સમાન સબળ અને શક્તિસંપન્ન રાજાએ, જો પશ્ચિમી ક્ષત્રપો તેને અધીન હોત તો, એમને સ્વતંત્ર રીતે સ્વનામથી સિક્કાઓ પડાવવાની સત્તા આપી જ ન હોત. આ રાજાઓમાં બીજી એક પ્રણાલિકા પણ પ્રચલિત હતી : રીનાક્ષત્ર અને રાની મહાક્ષત્રનાં બિરુદના વિનિયોગની. અનાનો સવિશેષ થયેલો ઉપયોગ ભારપૂર્વક અને અસંદિગ્ધ રીતે એમનો સ્વતંત્ર દરજ્જો સાબિત કરે છે. નહપાનના પ્રાપ્ય સંખ્યાતીત સિક્કાઓમાં માત્ર રાના બિરુદનો પ્રયોગ પણ આપણા મંતવ્યને વધુ સમર્થન બક્ષે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy