________________
પ્રકરણ પાંચ
9૫
આ રાજાઓના સિક્કાઓ ઉપર આરંભમાં એક તરફ ગ્રીક ભાષા અને ગ્રીક લિપિમાં તેમ જ બીજી તરફ પ્રાકૃત ભાષા અને ખરોષ્ઠી લિપિમાં લખાણ ઉપસાવેલાં છે. સમયાંતરે પ્રાકૃતનું સ્થાન સંસ્કૃતિ અને ખરોષ્ઠીનું સ્થાન બ્રાહ્મી લિપિએ લીધું.
આરંભકાલના સિક્કાઓની ભાષા અને લિપિ ઉપરથી એવું ફલિત થાય છે કે આ વંશના પ્રારંભના રાજાઓ અથવા એમના નજીકના પૂર્વજો આપણા દેશના વાયવ્ય પ્રદેશમાં રહેતા હશે, જયાં પ્રાકૃત ભાષા અને ખરોષ્ઠી લિપિ ઈરાની સામ્રાજયના સમયથી પ્રચલિત હતાં. અનુકાલમાં ભાષા અને લિપિમાં થયેલાં પરિવર્તન આગંતુક રાજાઓ ઉપર થયેલી પશ્ચિમ પ્રદેશની સ્થાનિક અસરના પરિણામે છે. સાલવારી
આ રાજાઓના અસંખ્ય સિક્કાઓને કારણે તેમના રાજકુલોની લગભગ સળંગ સાલવારી મેળવી શકાઈ છે. જો કે આરંભના થોડાક રાજાઓના સિક્કાઓ હજી સુધી મિતિવાળા પ્રાપ્ત થયા નથી; પરંતુ તેમાંના કાદમક ક્ષત્રપોના શિલાલેખો મળ્યા છે, જેમાં કોઈ સળંગ સંવતનાં વર્ષો હોવાનું જણાય છે. એથી આ ક્ષત્રપ રાજકુલોના શાસનકાળની આરંભની અને અંતની મર્યાદા નક્કી કરવામાં ખાસ અવરોધ જણાયો નથી.
સિક્કાઓ ઉપર વહેલામાં વહેલું પ્રાપ્ય વર્ષ ૧૦૧ છે અને તે સિક્કો કાદમક ક્ષત્રપકુલના પાંચમા રાજા રુદ્રસિંહ ૧લાનો છે; જ્યારે મોડામાં મોડું જ્ઞાત વર્ષ હવે ૩૩૭ છે, જે કાઈમક ક્ષત્રપોના પાંચમા કુલના છેલ્લા રાજા રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપર હોવાનું ધ્યાનમાં આવેલું છે. નહપાનના સમયની નાસિક, કાર્લા અને જુન્નરની ગુફાઓમાં સ્થિત શિલાલેખોમાંથી કેટલાકમાં કોઈ એક અનિર્ણાત સંવતનાં વર્ષ ૪૧, ૪૨, ૪૫ અને ૪૬નો નિર્દેશ છે, જ્યારે ચાખનરુદ્રદામાના આંધના લેખોમાં વર્ષ પરનો ઉલ્લેખ છે. તથા ચાન્ટનના ક્ષત્રપ તરીકેના આંધીના એક લેખમાં વર્ષ ૧૧ જોવું પ્રાપ્ત થાય છે. પરંતુ નહપાનના લેખમાંનાં વર્ષો રાજકાલનાં હોઈ તથા તેની પૂર્વે એના કુલના ભૂમકે રાજય કર્યું હોઈ, એમનો શાસનસમય શક સંવતના આરંભ પૂર્વે આવે. આ બધી માહિતી આ ગ્રંથમાં અત્રતત્ર વર્ણિત છે. આ બધી વિગતો ધ્યાનમાં લેતાં ઈસુના પ્રથમ ચરણથી આરંભી ઈસ્વીસનના ચોથા સૈકાના પ્રથમ ચરણ સુધીનાં લગભગ ચારસો વર્ષ જેટલા દીર્ઘકાલ પર્યત આ રાજાઓએ ગુજરાત ઉપર શાસન કર્યું હોવાનું સ્પષ્ટ અનુમાન થઈ શકે છે. વંશાવળીઓ
ક્ષત્રપ શાસકોના સિક્કાઓ જેમ સાલવારી તૈયાર કરવામાં ઉપયોગી નીવડ્યા છે તેમ તેમની વંશાવળીઓ ગોઠવવામાં એટલા જ ઉપયોગી બની રહ્યા છે. આ રાજાઓના ૩૨ જેટલા અભિલેખો પણ હાથવગા થયા છે. આમાંના કેટલાક શિલાલેખોમાં વર્ષના નિર્દેશ સાથોસાથ વંશાવળી પણ આપેલી છે. તેથી સિક્કાઓથી સૂચિત થતી વંશાવળીને સાધકબાધક સમર્થન સાંપડી રહે છે. ક્ષત્રપોના સિક્કાઓ ઉપર તે તૈયાર કરનાર રાજાના નામની પૂર્વે તેના પિતાનું હોદાસહિતનું નામ આપેલું જોવું પ્રાપ્ત થાય છે. તેમના સિક્કાઓની આ વિલક્ષણતાને કારણે કયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org