________________
૭૪
ક્ષત્રપકાલીન ગુજરાત ધરાવતા એવું મંતવ્ય પણ અભિવ્યક્ત થયું છે૧૧. વસ્તુતઃ આ રાજયકર્તાઓ પોતે જ સ્વતંત્ર સત્તાધીશો હોઈ રાજાની જેમ ક્ષત્રપ બિરુદ પણ ભૂમિપાલ (ભૂપતિ)ના અર્થમાં પ્રયોજતા હોવાની બાબત ધ્યાનાર્ય જણાય છે. પશ્ચિમી ક્ષત્રપોની જાતિ
| ગુજરાતના આ રાજાઓ કઈ જાતિના હતા તે પ્રશ્ન અહીં તપાસવો પ્રાપ્ત થાય છે. એમના અભિલેખોમાં સામાન્યતઃ એકાદ અપવાદ સિવાય તેમની જાતિ વિશે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળ્યો નથી. નહપાનના સમયના નાસિક ગુફાના એક ખંડિત લેખમાં એના જમાઈ ઉષવદાત્તને શક જાતિનો કહ્યો છે. આ સમગ્ર લેખમાંની પ્રત્યેક પંક્તિનો પૂર્વાર્ધ નુકસાની હોઈ એમાંથી એ શબ્દનો સંભવિત અર્થ તારવવો મુશ્કેલ છે. છતાંય ઉષવદાર શક જાતિનો છે એ હકીકત સ્વીકારીએ તો એના સસરા નહપાન ઘણું કરીને એ જ જાતિના હોઈ શકે એવું અનુમાની શકાય.
- વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના તેના રાજયકાલના અઢારમા વર્ષના નાસિકના એક લેખમાં શકો, યવનો અને પહૃવોને પરાજિત કર્યાનો નિર્દેશ છે. તે સાથે એણે ક્ષહરાત વંશને હણ્યાનો પૃથક ઉલ્લેખ પણ કર્યો છે૧૫. આથી, જો કે શકો અને ક્ષહરાતો ભિન્ન હોવાનું સૂચિત થતું નથી. પ્રાયઃ જેમ આંધ્ર જાતિમાં સાતવાહન કુલ હતું તેમ શક જાતિમાં લહરાત કુલ હતું એ બાબત તદ્દન સંભવિત જણાય છે.
કાદમક વંશના રાજાઓ શક જાતિના હોય એમ આ વંશના પ્રથમ રાજા સામોતિકના નામ ઉપરથી સૂચવાય છે; કેમ કે આ નામ સીથિયન ભાષાનું છે૧૭. ઉત્તર ભારતમાંથી પ્રાપ્ત શાહદૂરના વર્ષ ૬૦ના દામીજદના એક ખરોષ્ઠી લેખમાં “શકસ'નો ઉલ્લેખ છે. પશ્ચિમી ક્ષત્રપોમાંના કાર્દમક વંશના રાષ્ટનકુલમાં ઢામગઃ નામના ત્રણ રાજાઓ થયા હોવાનું સ્પષ્ટ છે. ટામીનદ્ અને ટ્રામનદ્ બંનેના નામ સામ્યને ધ્યાનમાં લેતાં એવું સાધાર અનુમાન થઈ શકે કે ચાખનકુલીય રાજાઓ પણ શક જાતિના હોય.
“તિલોય પણ્યત્તિનામના જૈન પ્રાકૃત ગ્રંથમાં પરવાહા અને સ્થિરૃપ એવા ઉલ્લેખ જોવા મળે છે. પ્રસ્તુત ગ્રંથમાં ‘વીરના નિર્વાણ પછીના ૪૬૧ વર્ષ બાદ શક રાજા થઈ ગયો અને એના વંશજોએ ૨૪૨ વર્ષ સુધી રાજય કર્યું એવી નોંધ છે. આ સાથે અન્ય રાજવંશોના ઉલ્લેખાય છે. આ બધા સંદર્ભને ધ્યાનમાં લેતાં નહપાન અને ચારુન વંશના રાજાઓ શક જાતિના હોવા વિશેના ઉપર્યુક્ત મંતવ્યને સમર્થન મળે છે. કેટલાક ઐતિહાસિકો એવીય અટકળ કરે છે કે કાલકાચાર્ય સાથે આવેલા શકો પશ્ચિમીક્ષત્રપો હોવા જોઈએ ૧.
વળી ચાષ્ટનવંશના લેખમાં નિર્દિષ્ટ વર્ષો કોઈ એક જ સંવતના છે, જે શક સંવત હોવાનું પ્રતિપાદિત થયું છે. એમની જાતિ શક હોય તો જ એમણે પ્રયોજેલો સંવત પછીથી એ નામે ઓળખાયો હોવાની હકીકત અત્રે ધ્યાનાર્ય બની રહે.
પ્રસ્તુત દલીલો ઉપરથી એવું અનુમાન માત્ર થઈ શકે કે પશ્ચિમી ક્ષત્રપો શક જાતિના હતા. છતાં એ કાજે એમના કુલ પરત્વેનાં પ્રત્યક્ષ અને અસંદિગ્ધ પ્રમાણોની અપેક્ષા રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org