________________
પ્રકરણ પાંચ
પશ્ચિમી ક્ષત્રપો : રાજવંશો અને સમયનિર્ણય
ગુજરાતમાંથી વિશેષ કરીને અને ભારતના અન્ય કેટલાક વિસ્તારોમાંથી અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ થયેલા ચાંદીના સંખ્યાતીત સિક્કાઓ અને તાંબાના-પૉટીનના થોડાક સિક્કાઓ ઉપરનાં લખાણ ઉપરથી પશ્ચિમ ભારતના ક્ષત્રપ રાજાઓની વિપુલ માહિતી પ્રાપ્ત થાય છે. ભારતના પશ્ચિમ પ્રદેશ ઉપર આશરે ચારસો વર્ષ સુધી રાજય કરી ગયેલા આ રાજાઓ ઇતિહાસમાં પશ્ચિમી ક્ષત્રપોથી વિશેષ ખ્યાત છે. “ક્ષત્રપ શબ્દનો અર્થ
આ રાજાઓના સિક્કાઓ અને શિલાલેખોમાં ‘ક્ષત્રપ અને “મહાક્ષત્રપ' શબ્દો પ્રયોજાયેલા સતત જોવા પ્રાપ્ત થાય છે. આમ તો, આ શબ્દ મૂળ ઈરાની “ક્ષથપાવન' શબ્દનું સંક્ત રૂપાંતર હોય એમ જણાય છે. ઈરાનના હખામની (achaemenian) વંશના રાજા દારયના બેહિસૂન શૈલલેખ નંબર ૩માં “ક્ષથપાવન' રૂપ બે વખત વપરાયેલું છે. આ સિવાય અન્યત્ર આ રૂપ પ્રયોજાયેલું હોય એવું જાણવા મળતું નથી. “ક્ષથપાવન’નો અર્થ થાય છે પૃથ્વીનો રક્ષક” કે “પ્રાંતનો સૂબો'". રાજા દારયે પોતાના વિશાળ સામ્રાજયના સુચારુ સંચાલન વાતે તેને પ્રાન્તોમાં વિભાજિત કર્યું હતું અને પ્રત્યેક પ્રાંત ઉપર એક એક સૂબો નીમ્યો હતો. તેણે નીમેલા આ સૂબાઓ-ગવર્નરો ક્ષથપાવન નામથી ઓળખાતા હતા.
સંત ક્ષત્ર (=સંસ્થાન) શબ્દ ઉપરથી ક્ષત્રપતિ શબ્દનો પ્રયોગ વાજસનેયિ સંહિતામાં જોવા મળે છે જે આપણે અગાઉ નોંધ્યું. ઋગ્વદમાં તે “રાજયકર્તાના અર્થમાં વપરાયો છે (૬.૬૬.ર૬): સામવેદમાં પણ ક્ષત્રપ શબ્દ ઉલિખિત છે. બ્રાહ્મણ ગ્રંથોમાં ક્ષત્ર એટલે “શાસિત વર્ગનો સભ્ય’ કે ‘લશ્કરનો માણસ' એવો અર્થ નિર્દિષ્ટ છે. આ બધા સંદર્ભ ઉપરથી ક્ષત્રપ શબ્દનો ‘પ્રદેશનો રાજાકે ‘ઠકરાતનો ઠાકોર” એવો અર્થ સૂચિત થાય છે.
અગાઉ અવલોક્યું તેમ અવેસ્તામાં ક્ષતિ ( ક્ષઘ=ભૂમિ અને પાત=પાલક) શબ્દ નિર્દિષ્ટ છે, જેનો અર્થ ભૂમિપાલ થાય છે. આ રીતે ક્ષત્રપ શબ્દ ભારતીય અને ઈરાની ઉભય સાહિત્યમાં લગભગ એક જ અર્થમાં પ્રયોજાયેલો પ્રાપ્ત થાય છે. આથી એવું અનુમાની શકાય કે આ શબ્દનું મૂળ સંભવતઃ ભારત-ઈરાની ભાષામાં સમાનાર્થી હોય; પરંતુ આપણા દેશમાં તેનો પ્રચાર, જયારે ઈરાની રાજકીય અસર હેઠળ આપણી પ્રજા શ્વસવા લાગી ત્યારે, થયો હોવા સંભવે.
પશ્ચિમી ક્ષત્રપો તરીકે ઓળખાતા ગુજરાતના આ શાસકો એક સાથે ક્ષત્ર અને રાણા એમ ઉભય બિરુદ ધરાવતા હતા. આમાંના ક્ષત્રપ શબ્દ ઉપરથી તેઓ કોઈ મહાન રાજાના સૂબેદાર હોવાનું અનુમાન થયું છે°; જયારે એમના નાના બિરુદ ઉપરથી તેઓ સ્વતંત્ર રાજસત્તા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org