________________
પ્રકરણ ચાર
શકો ઈસ્વીપૂર્વ બીજી સદી સુધીમાં આપણા દેશમાં આવ્યા હોવાનું ફલિત થાય છે ૮.
જૈનાચાર્ય કાલકની કથાના સંદર્ભમાં શકો આપણી ભૂમિમાં આવ્યા ત્યારે ઉર્જનની ગાદીએ ગર્દભિલ્લ વંશનો દર્પણ નામનો રાજા સત્તાધીશ હતો અને મુનિ કાલકના ભાણેજ બલમિત્ર અને ભાનુમિત્ર આ સમયે ભરૂચની ગાદી ઉપર રાજ્ય કરતા હતા. વળી ગઈભિલ્લ રાજા દર્પણને હરાવ્યાનો બનાવ જૈનોની રાજત્વ કાલગણના મુજબ બલમિત્રના ૪૮માં વર્ષના અંતમાં બન્યો એવું કલ્યાણવિજયજી નોંધે છે. બલમિત્રનું ૪૮મું વર્ષ એટલે વીરનિર્વાણ સંવતનું ૪૫૩મું એટલે કે ઈસ્વીપૂર્વ ૭૪મું વર્ષ સૂચિત થાય છે. આથી એવું અનુમાની શકાય કે શક લોકોનું આપણી ભૂમિમાં આગમન ઈશુ પૂર્વેની પહેલી સદીના ત્રીજા ચરણમાં થયું હોય.
અભિલિખિત દસ્તાવેજોમાં શકોનો સહુ પ્રથમ સંભવિત નિર્દેશ ઉત્તર ભારતના ખરોષ્ઠી લેખોમાં જોવો પ્રાપ્ત થાય છે. વર્ષ ૫૮ના મૈર લેખમાં “મોઅ” (મોગ)નો ઉલ્લેખ હોવાની નોંધ સ્ટેન કોનોની છે. મોઅ એ પંજાબના શક રાજયનો રાજા હતો, જેની વિગત હવે પછી ચર્ચા છે. વર્ષ ૬૦ના શાહજૂરના દામિજદના લેખમાં તેને શક તરીકે ઓળખાવ્યો છે.
આ બંને લેખોમાં તેમ જ અન્ય એકવીસ ખરોષ્ઠી લેખોમાં કોઈ એક અનિર્દિષ્ટ સંવતનાં વર્ષોનો સળંગ ક્રમ જોવો પ્રાપ્ત થાય છે. વિદ્વાનો આ લેખોમાંનાં વર્ષો માટે ભિન્ન ભિન્ન સંવતો પ્રયોજાયા હોવાની દલીલ કરે છે. પરંતુ એ સર્વનો પ્રધાન સૂર એ છે કે એ અનિર્દિષ્ટ સંવતનો આરંભકાલ શકોની જીત સાથે સંલગ્નિત છે. આ ગણતરીથી વિચારતાં ફૉન, રેસન અને ટાર્ગે સૂચવેલા સંવતના સંદર્ભમાં આગમનનો સમય ઈસ્વીપૂર્વ પહેલી સદીના ઉત્તરાર્ધમાં મૂકી શકાય.
ઉપર્યુક્ત વિવરણ ઉપરથી એવો નિષ્કર્ષ સૂચિત થઈ શકે કે શકોનું આપણી ભૂમિમાં આગમન કોઈ એક ચોક્કસ સમયે થયું હોય નહીં. પણ જેમ અગાઉ અવલોક્યું તેમ તેમના આગમનનો માર્ગ એક અને સુનિશ્ચિત નથી તેમ તેમના આગમનના સમયાંકન વિશે છે. આથી એવી શક્યતા જણાય છે કે શક લોકોની ભિન્ન ભિન્ન ટોળી ભિન્ન ભિન્ન સમયે આવી હોય. આ પરિસ્થિતિના સંદર્ભમાં ઈસ્વીપૂર્વ બીજી સદીથી આરંભી ઈશુની પહેલી સદી સુધીનો સમયગાળો એમના આગમનના વિવિધ તબક્કા કાજે સૂચવી શકાય. શક લોકોની પ્રારંભિક કારકિર્દી
આ લોકો આપણા દેશમાં કયા માર્ગેથી આવ્યા અને કયા સમયે પ્રવેશ્યા એ બાબત વિશે કોઈ ચોક્કસ નિર્ણય તારવી શકાયો નથી તેમ તેઓએ આપણી ભૂમિના કયા ભૂભાગમાં સહુ પ્રથમ વસવાટ કર્યો એ વિશેનું અનુમાન કરવું પણ સરળ નથી. કેટલાક ઇતિહાસજ્ઞોનું માનવું છે કે તેઓ પહેલ પ્રથમ સિંધુના પ્રદેશમાં સ્થિર થયા અને ત્યાં હિન્દી શકસ્થાન' સ્થાપ્યું, જેની રાજધાની સિંધુનદીના કિનારે આવેલ “મીનનગરમાં હતી. આ હકીકત મુજબ આપણ દેશમાંની એમની આ સૌ પ્રથમ રાજધાની હતી. આ સમયે સિંધમાં કોઈ શક્તિસંપન્ન રાજસત્તાનો અભાવ હતો, પણ નાનાં નાનાં યવન રાજયોની રાજકીય આણ પ્રવર્તતી હતી. આ સત્તાઓને દબાવી શકોએ એમના ઉપર પોતાનું આધિપત્ય રાજકીય દૃષ્ટિએ જમાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org