________________
શક પ્રજાઃ ભારતમાં પ્રારંભિક કારકિર્દી
ગયા પ્રકરણમાં આપણે અવલોક્યું કે મધ્ય એશિયામાં થયેલી કેટલીક રાજકીય, કહો કે અસ્તિત્વ સંઘર્ષની, ઊથલપાથલના પરિણામે તથા વિવિધ પ્રજાકીય જૂથોનાં જીવન ટકાવી રાખવાના પ્રયાસોને કારણે છેવટે સઇ-શક પ્રજા સિંધુ નદીના વિસ્તારમાં આવી અને પ્રારંભે ત્યાં વસી.
પ્રકરણ ચાર
આપણી ભૂમિ ઉપર શક ટોળીના આગમનને કારણે જે કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા તેમાં (૧) શક લોકો આપણા દેશમાં કયા માર્ગે પ્રવેશ્યા, (૨) તેઓનાં આગમન, કહો કે આક્રમણની સમયાવિધ કઈ હતી અને (૩) આપણી ભૂમિમાં સ્થિર થયા પછી એમની પ્રારંભિક કારકિર્દી શી હતી જેવી બાબતોનો સમાવેશ થાય છે. અહીં આ પ્રશ્નોને અવલોકીશું.
શક પ્રજાનો આપણી ભૂમિમાં પ્રવેશ
આ પ્રજા આપણા દેશમાં ક્યારે આવી અને કયા માર્ગેથી આવી એ વિશે ઘણાં મતમતાંતરો છે. ઉપલબ્ધ સાધનસ્રોતને આધારે ત્રણ મત વિશેષરૂપે ધ્યાનાર્હ જણાય છે. : (૧) સમુદ્રમાર્ગે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રવેશ, (૨) સિંધુ નદી ઓળંગીને સિંધમાં વસવાટ અને (૩) કાશ્મી૨ને માર્ગે પંજાબ-કાશ્મીરમાં સ્થાયી વાસ.
સમુદ્રમાર્ગે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રવેશ : જૈન અનુશ્રુતિઓ પારસકૂલથી સિંધુ નદી ઓળંગીને જૈનાચાર્ય કાલક સાથે શક સેના સુરાષ્ટ્રમાં આવી હોવાનું જણાવે છે. સિંધુનો એક અર્થ સમુદ્ર પણ છે. આથી શક પ્રજા સમુદ્રમાર્ગે સીધી સૌરાષ્ટ્ર ભૂભાગમાં આવી હોવાનો મત કેટલાકનો છે ં. પરંતુ અન્ય મતાનુસાર સિંધુ દેશ ત્યજીને સિંધુ નદી ઓળંગીને શકો સૌરાષ્ટ્રમાં આવ્યા હોવાનો સ્પષ્ટ નિર્દેશ છે. આથી અહીં સિંધુ એટલે એ નામની નદી એવો અર્થ જ બંધ બેસે. વળી જૈન સાધુઓ સમુદ્ર ઓળંગે નહીં એવો નિષેધ હતો. અને શક સેના સાથે કાલકાચાર્ય હતા. એ ઉપરથી પણ સિંધુ એટલે સમુદ્ર નહીં પણ નદીવિશેષનો સંભવ સહજ જણાય છેપ. આથી શક જાતિના લોકો સમુદ્રમાર્ગે સૌરાષ્ટ્રમાં આવ્યા હોવાનો તર્ક સ્વીકાર્ય જણાતો નથી.
સિંધુ નદી ઓળંગીને સિંધમાં વસવાટ : હમણાં જ આપણે નોંધ્યું કે સિંધુ એટલે એ નામની નદી એવો અર્થ વધુ યોગ્ય જણાય છે. અને તેથી શકોએ આ નદી ઓળંગીને સિંધ પ્રદેશમાં વસવાટ કર્યો હોવાનો સંભવ સ્વીકાર્ય જણાય છે. પરંતુ તેઓ આપણા દેશમાં કયા માર્ગેથી પ્રવેશ પામ્યા તે બાબત સંદિગ્ધ રહે છે. આ અંગે એક એવો મત પ્રવર્તે છે કે શકો પર્લવોની જેમ એશિયાના જાણીતા માર્ગે થઈ કંદહાર અને બોલનઘાટ દ્વારા બ્રાહૂઈ પર્વત ઓળંગી સિંધમાં આવ્યા હોય.
કાશ્મીર માર્ગે આપણા દેશમાં : અગાઉ અવલોક્યું કે યુએચીઓના દબાણને કારણે શક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org