________________
૫૪
ક્ષત્રપકાલીન ગુજરાત
૪૭. સુધાકર, પૃષ્ઠ ૧૧ અને ૧૯. ૪૮. યર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૨૭૬, પાદનોંધ ૫. પણ સ્મિથ અને લેવી આ બનાવને ઈસ્વીપૂર્વ ૧૪૦માં
હોવાનો મત વ્યક્ત કરે છે (જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૨૭, પાદનોંધ ૧). ૪૯. નારાયણ, ધ ઇન્ડો ગ્રીક્સ, પૃષ્ઠ ૧૩૪. ૫૦. યર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૨૭૬-૭૭. ૫૧. આમૂદરયા નદીના નામનાં ગ્રીક અને લૅટીન રૂપ ઓક્સસ (oxus) છે. અરબીમાં તેને જૈન કહે છે.
સંસ્કૃતમાં તે વંસુ-વસુ નામથી ખ્યાત છે. ૫૨. પૂર્વકાલીન સુ(sogdiana)નો પ્રદેશ હાલના સમરકંદ અને બુખારા જિલ્લાની ભૂમિ ઉપર આવેલો
હતો. આ પ્રદેશ સિરદરયા અને આમૂદરયા નદીની વચ્ચે આવેલો છે. યવનોના સમય દરમ્યાન સુગ્ધ
બાહ્નિક દેશની સત્તામાં આવેલો હતો (ઇન્સા. બ્રિટા., . ૨૫, પૃષ્ઠ ૩૪૫). ૫૩. આ પ્રદેશમાં તાહિયા (બાહિકના) લોકો રહેતા હતા. આ લોકો વેપારી અને બિનલડાયક સ્વભાવના
હતા. આથી લડાયક સ્વભાવના યુએચી લોકોએ તેમને સહેલાઈથી જીતી લીધા (સ્મિથ, જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૧૯ અને રેપ્સન, કેહિઈ, પુ. ૧, પૃષ્ઠ પ૬૬). ચાંગ-કિનની નોંધમાં ઈસ્વીંપૂર્વ ૧૧૪ સુધીમાં યુએચઓ આમુદરયાની દક્ષિણે ગયા હતા કે કેમ તેનો ઉલ્લેખ નથી. માત્ર તાહિયાનો પ્રદેશ
મેળવ્યો એટલો જ નિર્દેશ જોવો પ્રાપ્ત થાય છે (સ્મિથ, જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૨૦). ૫૪. રોલિનસન, બેક્ટ્રિઆ, પૃષ્ઠ ૫. ૫૫. કહેવાય છે કે યુએચી પ્રજાનું આ છેલ્લું સ્થળાંતર હતું. યુએચી લોકો બાહ્નિકમાં સ્થિર થયા અને શાંતિપૂર્ણ
જીવન જીવવા લાગ્યા. યુએચઓએ બાહ્નિક દેશને પાંચ રાજ્યોમાં વહેંચ્યું. એમનાં પાંચ રાજ્યો અને પાંચ
રાજધાનીઓ માટે જુઓઃ સ્મિથ, જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૨૧ અને પાદનોંધ ૧૩. પ૬. અહીંથી શકોના થયેલા સ્થળાંતરના પ્રવાહને કેટલાક વિદ્વાનો બે વિભાગમાં વિભાજિત કરે છે : એક
પ્રવાહ મર્વ, હેક્ટોમ્પીલોસ અને અકબતાના થઈ મેસોપોટેમિયા પહોંચ્યું અને બીજો પ્રવાહ મર્વથી હેરાત અને સીસ્તાન થઈ ભારતભૂમિમાં પહોંચ્યો (ચટ્ટોપાધ્યાય, અહિનોઇ., પૃષ્ઠ ૫૦; ટાર્ન,
પ્રસીડિંગ્સ ઑવ બ્રિટિશ અકૅડમિ, ૧૯૩૦, પૃષ્ઠ ૧૧૭-૧૧૮, ધીશમેન, ઈરાન, ૧૯૫૪, પૃષ્ઠ ૨૪૯). ૫૭. એટલે પ્રાચીન સકસ્થાન આ પ્રદેશ ઈરાન અને અફઘાનિસ્તાન એમ બંને દેશોમાં વહેંચાયેલો છે.
શકસ્થાનનું અપર નામ દ્રગિયાના પણ છે (ઈન્સા.વિટા., પૃ. ૨૪, પૃષ્ઠ ૫૯૨). ૫૮. ચટ્ટોપાધ્યાય, અહિનોઇ., પૃષ્ઠ ૫૦ અને નારાયણ ધ ઇન્ડો ઝિક્સ, પૃષ્ઠ ૧૪૧. | કિપિનના આ સઈ રાજા વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી (ચટ્ટોપાધ્યાય, અહિનોઇ., પૃષ્ઠ ૫૧). કેટલાક વિદ્વાનોનું (જરૉએસો., ૧૯૧૩, પૃષ્ઠ ૬૩૫, પાદનોંધ ૧ અને ૨; ટાર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૨૭૭-૭૮; નારાયણ, ધ ઇન્ડો ગ્રીક્સ, પૃષ્ઠ ૧૩૬ અને રેપ્સન, કૅહિઇ., પૂ.૧, પૃષ્ઠ પ૬૩-૬૪)
કે આવા વિકટ અને નિર્જન પ્રદેશમાંથી પશઓનાં ટોળાં સાથે પસાર થવું એ કોઈ પણ ભટકતી ટોળી વાતે શક્ય નથી; પણ સ્ટેન કોનોએ બતાવી આપ્યું છે કે આ પ્રદેશ ઘણા પૂર્વ કાળથી ઈસ્વીની છઠ્ઠી સદી સુધી વસવાટ લાયક હતો (જરૉએસો., ૧૯૪૪). આ માર્ગે તેઓ આગળ વધીને ભારતમાં આવ્યા હોવાનો સંભવ સુધાકર ચટ્ટોપાધ્યાયએ અભિવ્યક્ત કર્યો છે (સુધાકર, પૃષ્ઠ ૧૩). પણ ટાર્ન નોંધે છે કે ઈસ્વીપૂર્વેની બીજી સદીના મધ્યમાં આ કિપિન નામના પ્રદેશનું અસ્તિત્વ ન હતું
(જુઓ : ગ્રીબેઇ., પૃષ્ઠ ૨૭૭; વિગતવાર ચર્ચા વાસ્તે જુઓ એજન, પરિશિષ્ટ ૯). ૬૦. ચટ્ટોપાધ્યાય, અહિનોઈ., પૃષ્ઠ ૫૦. જૈન વાડ્મયમાં સંગૃહીત જૈન આચાર્ય કાલકની કથા ઉપરથી
સૂચિત થાય છે કે ઈસ્વીપૂર્વ પહેલી સદીના પૂર્વાર્ધમાં સિંધુ દેશમાં શકોની વસતી તેમ જ સત્તા રહેલાં હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org