________________
પ્રકરણ ત્રણ
૪૯
(જુઓ અગાઉ પૃષ્ઠ ૪૭). આ સઈ લોકોનો નાયક ‘સઈ-વાંગ’ નામે ઓળખાતો હતો. આ સઈ-વાંગર ઉપર મોટા યુએચીઓએ હુમલો કર્યો. આથી સ્વરક્ષણાર્થે સઈ-વાંગ, બધાંને વિખેરી, પોતે કિપિન-કાપિશ૪૩ નામના દેશમાં ચાલ્યો ગયો૪. જ્યારે સઈ લોકોમાંથી કેટલાક બાહ્લિક પ તરફ ગયા અને કેટલાક યુએચીઓ સાથે ભળી ગયા.
યુએચીઓ અહીં સ્થિર થયા પણ એમના કમનસીબે એમને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ ઉદ્ભવી. યુએચીઓને વુ-સુન સાથે અથડામણમાં આવવું પડેલું, જેમાં વુ-સુન રાજા માર્યો ગયેલો જે આપણે અગાઉ અવલોક્યું છે. આ રાજાના અનાથ પુત્રને યુએચીના કટ્ટર દુશ્મન હૂણોએ દત્તક લઈ છેર્યો. ઉંમરલાયક થતાં દત્તક પુત્રે હૂણોના સહકારથી વિગત પિતાના દુશ્મનો (મોટા યુએચીઓ) ઉ૫૨ ઈસ્વીપૂર્વ ૧૬૦માં હુમલો કર્યો. ઘમસાણ યુદ્ધ થયું. હૂણોએ યુએચીઓને હરાવી નસાડી મૂક્યા એટલે અગાઉ સઈ લોકોને હરાવી પચાવી પાડેલો પ્રદેશ આ હારથી ગુમાવવો પડ્યો. અહીંથી યુએચીઓ દક્ષિણ તરફ પ્રયાણ કરી આમૂદરયાની ખીણમાં (જે પ્રદેશ સુગ્ધપુર નામે ઓળખાતો હતો ત્યાં) આવીને વસ્યા અને સ્થિર થયા. પરંતુ આ પ્રદેશ બાલિક પ્રદેશ કરતાં ઓછો ફળદ્રુપ હતો. આથી યુએચી લોકો આ પ્રદેશ છોડીને બાહ્લિક દેશમાં આવ્યાં. આ સમયે અહીં શકો રહેતા હતા. યુએચીઓના આક્રમણને-આગમનને કારણે
શક પ્રજાને બાહ્લિક દેશમાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી. શક લોકો પશ્ચિમ તરફ ખસ્યા અને પર્લવ દેશમાં પહોંચ્યા. તે વખતે ત્યાં ફ્રાવત ૨જો (ઈસ્વીપૂર્વે ૧૩૮-૧૨૮) અને આર્તબાન ૧લો (ઈસ્વીપૂર્વે ૧૨૮-૧૨૩) રાજ્ય કરતા હતા. તેમણે શકોનો સામનો કર્યો પણ હાર્યા અને માર્યા ગયા; પરંતુ મિથદાત ૨જાએ (ઈસ્વીપૂર્વ ૧૨૩થી ૮૮) શક લોકોને હરાવ્યા. આથી શકોને પુનશ્ચ તે પ્રદેશ છોડીને મર્વ દેશ જવું પડ્યું અને ત્યાંથી દક્ષિણ તરફ ખસીને હેરાત થઈ, હેલમંદ નદીના કાંઠે આવેલા સીસ્તાનમાં વસવું પડ્યું. તે વખતે ત્યાં શકોની બીજી ટોળી રહેતી હતી, જે ‘સકા હૌમવર્કા' તરીકે જાણીતી હતી. આથી આગંતુક શક લોકો સ્થાનિક શક પ્રજા સાથે ભળી ગયા.
૫૭
અગાઉ અવલોક્યું તેમ યુએચીના દબાણને કારણે સઈ-વાંગ કિપિન-કાપિશ ગયો અને સઈ લોકો વેરવિખેર થઈ ગયા. આ સઈ(શક) લોકો યવનોને અનુસરતા સ્વાત ખીણ અને પંજાબ થઈ ભારતમાં પ્રવેશ્યા હોવાનું વિદ્વાનો માને છે. તો સીસ્તાનવાળા શક લોકો કંદહાર થઈ, બોલનઘાટના માર્ગેથી બ્રાહઈ પર્વતને વીંધીને સિંધુ નદીના વિસ્તારમાં આવી વસ્યા. આ સ્થળ હિન્દી-શકસ્થાન તરીકે ઓળખાયું.
પાદનોંધ
૧. આપણા દેશમાં સત્તારૂઢ થયેલા શકો અને પત્નવો સામાન્યતઃ શક-પહ્લવ એવા સંયુક્ત નામથી જ્ઞાત છે; કેમ કે તેમાંના શક અને પદ્ઘવ રાજાઓને ચોક્કસ રીતે તે જાતિના નામથી ઓળખવા-ઓળખાવવા મુશ્કેલ છે. આથી લગભગ બધા ઇતિહાસકારો આ બંને પ્રજાને સંયુક્ત નામે જ ઓળખાવે છે; પરંતુ સ્ટેન કોનો આ પ્રચલિત પરંપરાનો વિરોધ કરતાં જણાવે છે કે શરૂઆતના તબક્કે આ બંને પ્રજા એકબીજાની કટ્ટર દુશ્મન હતી. (જુઓ જરાઁએસો., ૧૯૩૨, પૃષ્ઠ ૯૫૫). આ સાચું છે, પરંતુ મિશ્રદાત રજાના સમયથી આ બંને જાતિઓ એકબીજામાં ભળી ગયેલી છે તેની નોંધ સ્ટેન કોનોએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org