________________
ЧО
લીધી નથી.
૨. રામાયણ : બાલકાંડ, ૫૪, ૨૧, ૨૨; કિષ્કિન્ધાકાંડ, ૪૩, ૧૨; મહાભારત : સભાપર્વ, ૩૫, ૧૭; અનુશાસનપર્વ ૬૮, ૨૧; અને મનુસ્મૃતિ : ૧૦, ૪૩-૪૪ વગેરે.
૩. શ્ર્વર, હિએસિ., પુ.૧, પૃ.૧૦૪. એસીરિયા એ તૈગરિસ નદીના ઉપરવાસમાં પશ્ચિમ એશિયામાં આવેલું પૂર્વકાલીન સામ્રાજ્ય છે. એની રાજધાની નિનેવેહ છે. ઇસુ પૂર્વેની સાતમી સદીમાં આ સામ્રાજ્ય ભારતથી ઇજિપ્ત સુધી અને એશિયા માઈનોર સુધી વિસ્તરેલું હતું. મીડિયા એ પૂર્વકાલીન શ છે, જે આજના પશ્ચિમોત્તર ઈરાનનો ભાગ છે.
ક્ષત્રપકાલીન ગુજરાત
૪. એજન, પૃષ્ઠ ૧૦૪.
૫. આ ગ્રંથમાં સમાવિષ્ટ વિદેશી વિશેષનામો અંગ્રેજીમાં કંઈક જુદી રીતે લખાય છે; પરંતુ આપણે એ નામોની, મૂળ ઉચ્ચારાનુસા૨ જણાતી, જોડણી આપવાનો પ્રયત્ન કર્યો છે;- મુખ્યત્વે દિનેશચંદ્ર સરકારના ગ્રંથ સીઈ અને જયચંદ્ર વિદ્યાલંકારના ગ્રંથ ભાઇરૂ., ભાગ ૧-૨ના આધારે. દા.ત. Darius અંગ્રેજીમાં, મૂળમાં દારયવહુષ અને ગુજરાતીમાં દારય. અંગ્રેજીમાં Herodotus અને ગુજરાતીમાં
હેરોદોત.
૬. રેપ્સન, બેક્ટ્રિઆ, પૃષ્ઠ ૯, ઇન્સાઇક્લપીડિઆ બ્રિટાનિકા, (હવે પછી ઇન્સ્ડ. બ્રિટા.) પુ.૭, પૃષ્ઠ
૭૦૭-૭૦૮.
૭. રેપ્સન, પુ. ૧, પ્ર. ૧૦૪. આમ થવાનું કારણ એ છે કે શકો ભટકતી જાતિના લોકો હતા અને યુએચીઓના દબાણને કારણે તેમને વારંવાર સ્થળાંતર કરવાની ફરજ પડેલી. એટલે શક્ય છે કે શકો જે પ્રદેશમાં જતા તે પ્રદેશના લોકો સાથે અથડામણમાં આવતા. ક્યારેક તેઓ જીતતા, તો ક્યારેક તેઓનો પરાજય થતો. પદ્ભવ રાજાઓ(મિથ્રદાત ૧લો, ફ્રાવત ૨જો, આર્તબાન વગેરે)ને શકોએ હરાવેલા, પણ આ જ જાતિના મિદાત ૨જાએ શકો ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું તે ઘટના જાણીતી છે. ૮. સરકાર, સીઇ. પૃષ્ઠ ૪-૧૧. દારયના બેહિસ્પૂન, પ૨સીપોલિસ, હમદન અને નક્ષ-ઈ-રુસ્તમના
લેખોમાં શકોનો સામાન્ય ઉલ્લેખ છે. આ બધાં સ્થળ ઈરાનમાં આવેલાં છે.
૯. દારયના નક્ષ-ઈ-રુસ્તમના અને ક્ષયાર્ષાના (મૂળમાં યાર્ષા છે) પરસીપોલિસના લેખમાં. (જુઓ સરકાર, સીઇ., પૃ. ૯-૧૩)
૧૦. રેપ્સન, ક્રેહિઇ., પૃષ્ઠ ૫૬૫, જયચંદ્ર વિદ્યાલંકાર, ભાઈરૂ., પૃષ્ઠ ૪૦૬.
૧૧. સાહિત્યિક ઉલ્લેખો અને હેરોદોતની નોંધોને આધારે સત્યશ્રાવ શકોને ઈસ્વી પૂર્વ ૨૪૦૦ના અરસામાં મૂકે છે. (જુઓ સત્યશ્રાવ, પૃ. ૪). જો કે આ વિધાન અતિશયોક્તિ ભરેલું જણાય છે.
૧૨. રેપ્સન, ક્રેહિઇ., પુ.૧, પૃષ્ઠ ૫૬૪-૬૫; સ્ટેન કોનો, કૉઇઇ., પુ. ૨, ભા. ૧, પ્રસ્તાવના, પૃષ્ઠ ૧૭૧૮; હર્ઝફ્સ, આસઇ., મેમોયર્સ, નં. ૩૪, પૃષ્ઠ ૪-૫; સરકાર, એઇયુ., પૃષ્ઠ ૧૨૦; વિદ્યાલંકાર, ભાઈરૂ., પૃષ્ઠ ૪૦૬., વિજયેન્દ્રસૂરિ, રુદ્રદામા, પૃષ્ઠ ૩.
૧૩. ઇન્સા. બ્રિટા., પુ.૨૪, પૃષ્ઠ ૫૯૨.
૧૪. હર્ઝફ્ટ, આસઇ., મેમોયર્સ, નં. ૩૪, પૃષ્ઠ ૪-૫.
૧૫. શકોની આ ત્રણેય ટોળીનો પહેરવેશ એક સરખો હતો. તેઓ રૂવાંટીવાળો લાંબો કોટ અને પહોળો રૂવાંટીવાળો પાયજામો તથા કાન તેમ જ ગાલને ઢાંકતી-રક્ષતી ટોપી પહેરતા હતા. સકા તિગ્રખૌદા અને સકા તરદરયા ખૂબ જ અણીદાર ટોપી પહેરતા જ્યારે સકા હૌમવર્ક ઓછી અણીદાર ટોપી પહેરતા. તેમનો પહેરવેશ ઠંડા પ્રદેશને માટે અનુકૂળ હતો. (હર્ઝ, એજન, પૃષ્ઠ ૪-૫).
૧૬. ડબલ્યુ. ડબલ્યુ. ટાર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૭૯. ‘શક' શબ્દ સીથિયનોની અનેક ટોળીમાંની એક ટોળીનું નામ હતું. પણ ગ્રીક અને રોમીય લેખકોએ બધી જ સીથિયન ટોળીઓ માટે શિથિલ અર્થમાં ‘શક’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org