________________
પરિશિષ્ટ બે
કાલાનુક્રમે ક્ષત્રપ સિક્કાઓની સૂચિ
લેખકનું ક્ષેત્રકાર્ય સર્વેક્ષણ
૧૯૬૧માં વિશ્વવિદ્યાલય અનુદાન પંચની શોધશિષ્યવૃત્તિ સાથે ગુજરાત યુનિવર્સિટી સંલગ્નિત ઉચ્ચ શિક્ષણની સંસ્થા શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવનમાં વિદ્યાવાચસ્પતિની પદવી વાસ્તે સંસ્થાના વરિષ્ઠ પ્રાધ્યાપક ડૉ. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ અન્વેષણકાર્ય “ક્ષત્રપકાલીન ગુજરાત : ઇતિહાસ અને સંસ્કૃતિ પરત્વે આરંભ્ય ત્યારે આ વિષયના મુખ્ય સ્રોત સંદર્ભે સિક્કાઓ તપાસવાની અનિવાર્ય આવશ્યક્તા ઉદ્ભવી. ૧૯૬૨થી ૧૯૬૪નાં ત્રણ વર્ષો દરમ્યાન કચ્છ મ્યુઝિયમ (ભુજ), જૂનાગઢ મ્યુઝિયમ, વૉટ્સન
મ્યુઝિયમ (રાજકોટ), ગાંધી સ્મૃતિ સંગ્રહાલય (ભાવનગર), પિકચર ઍન્ડ આર્ટ ગેલરિ (વડોદરા), પ્રિન્સ ઑવ વેલ્સ મ્યુઝિયમ (મુંબઈ), ડિપાર્ટમેન્ટ ઑવ એન્શન્ટ ઇન્ડિયન હિસ્ટરી, કલ્ચર ઍન્ડ આર્કિયૉલોજી (મ.સ.વિશ્વવિદ્યાલય, વડોદરા), આર્કિયૉલોજિકલ મ્યુઝિયમ (ઈન્દોર અને ગ્વાલિયર), નેશનલ મ્યુઝિયમ (નવી દિલ્હી)–આ બધી સંસ્થાઓમાં સંગૃહીત સિક્કાઓની આ લેખકે જાત તપાસ કરી હતી. આ ઉપરાંત સર્વશ્રી સદાશંકર શુક્લ (મુંબઈ) અને રૂપચંદ નારણદાસ ટેકચંદાની (વડોદરા)ના અંગત સંગ્રહમાં સુરક્ષિત ક્ષત્રપ સિક્કાઓની પણ જાત તપાસ કરી હતી. આ બધાંમાં સંગૃહીત પશ્ચિમી ક્ષત્રપોના પ્રત્યેક સિક્કા ઉપરના અગ્રભાગની અને પૃષ્ઠભાગની ઉપર ઉપસાવેલાં લખાણો અને પ્રતીકોની વિગતવાર નોંધ લખી દીધી હતી. એડવર્ડ જેમ્સ રેપ્સને એમના ગ્રંથ “કેટલૉગ ઑવ ઇન્ડિયન કૉઈન્સ ઇન ધ બ્રિટિશ મ્યુઝિયમ' (પુસ્તક ૪)માં આપેલી ક્ષત્રપ સિક્કાઓની સૂચિ, ત્યાર બાદ પ્રાપ્ત થયેલા ક્ષત્રપ સિક્કાઓના ખજાના (નિધિઓ) અને તેમનાં પ્રકાશિત થયેલાં પરિણામો તેમ જ પરિશિષ્ટ ત્રણમાં નિર્દિષ્ટ સંગ્રહાલયો અને અંગત સંગ્રહોમાંના સિક્કાઓને આધારે પ્રસ્તુત પરિશિષ્ટમાં પશ્ચિમી ક્ષત્રપોથી ખ્યાત ગુજરાતના ક્ષત્રપ રાજાઓની વિગતવાર સાલવારી આપવાનો અહીં નમ્ર પ્રયાસ કર્યો છે. સંભવ છે કે આ પ્રકારની સાલવારી રજૂ કરવાનો આ પ્રયાસ વિદ્વાનોને અને અન્વેષકોને ખસૂસ ઉપયોગી થઈ રહેશે. પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીનું પ્રદાન
| ઉપલબ્ધ સિક્કાઓને આધારે ક્ષત્રપ રાજાઓની સાલવારી પહેલ પ્રથમ તૈયાર કરી પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીએ અને એનાં પરિણામ એમણે પ્રકાશિત કર્યા જરૉએસોના ૧૮૯૦ના અંકમાં અને તત્પશ્ચાત “ગેઝેટિયર ઑવ ધ બૉમ્બે પ્રેઝિડેન્સિ'ના પ્રથમ ગ્રંથના પ્રથમ ભાગમાં ૧૮૯૬માં. આ પ્રયાસને આધારે બીજો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો એડવર્ડ જેમ્સ રેપ્સને; જેની વિગતો જરૉએસોના ૧૮૯૯ના અંકમાંથી પ્રાપ્ત થઈ શકે છે. તે પછી એનો વ્યવસ્થિત અને પદ્ધતિસરનો અભ્યાસ કરી એનાં બૃહદ પરિણામો રેપ્સને કેટલૉગ ઑવ ધ કૉઈન્સ ઑવ ધ આંધ ડાયનેસ્ટી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org