________________
૧૮
ક્ષત્રપકાલીન ગુજરાત ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ, ધ સૈકૂટક ડાયનેસ્ટી એન્ડ ધ બોધિ ડાયનેસ્ટી' નામના ગ્રંથમાં ૧૯૦૮માં પ્રસ્તુત ક્ય છે. આ ગ્રંથમાંની અધિકૃત માહિતી અદ્યપર્યત ઇતિહાસવિદોને ઉપયોગી થઈ આવી છે. અલબત્ત, રેપ્સનના સમય પછી તો ક્ષત્રપના સિક્કાઓના ઘણા નવા નિધિઓ હાથવગા થયા છે; અને સામયિકોમાં એનાં પરિણામો વિગતવાર પ્રસિદ્ધ થતાં રહ્યાં છે. તો પણ ભગવાનલાલ અને રેપ્સનના પ્રારંભિક પ્રયાસોનું-અભ્યાસનું મહત્ત્વ ઘટ્યું નથી. અન્ય અધ્યેતાઓના પ્રયાસ
“ધ કાર્દમક ક્ષત્રપ્સ ઑવ વેસ્ટર્ન ઇન્ડિયા' એવા શીર્ષકથી સિક્કાનિષ્ણાત ડૉ. પરમેશ્વરીલાલ ગુપ્તએ ચાખનથી વિશ્વસેન સુધીના રાજાઓ વિશે નિરૂપણ કરતાં સાલવારીનો ઉલ્લેખ કર્યો છે અને તે લેખ “બુલિટિન ઑવ ધ પ્રિન્સ ઑવ વેલ્સ મ્યુઝિયમ'ના અંકમાં (૧૯૫૩-૫૪, અંક ૪) પ્રકાશિત થયો છે. તેમણે ક્યાં ક્યાં વર્ષોના સિક્કઓ મળ્યા નથી તેની માહિતી પણ આપી છે. અલબત્ત, આ સાલવારી વર્ષવાર નથી; ફક્ત જે તે રાજાના સિક્કાઓની ઉપલી અને નીચલી જ્ઞાત મર્યાદા સૂચવે છે. તે પછી ૧૯૫૬માં “ધ કનૉલજિ ઑવ ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ' નામના લેખમાં ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ કોષ્ટકરૂપે ક્ષત્રપોની સાલવારી આપી છે, જે લેખ ગુજરાત યુનિવર્સિટીના અર્ધવાર્ષિક સામયિક “વિદ્યા'ના પુસ્તક ૧, અંક ૧માં પ્રસિદ્ધ થયો છે. એમણે પણ જે તે રાજાના આરંભ અને અંતનાં વર્ષોનો જ ઉલ્લેખ કર્યો છે અને લેખાંતે ખૂટતાં વર્ષોની યાદી આપી છે. આ લેખકના પ્રયાસનું પરિણામ
આથી, જયારે આ લેખકે આ રાજાઓ વિશે અન્વેષણકાર્ય હાથ ધર્યું અને તે અનુસંધાને ક્ષત્રપ સિક્કાઓની જાત તપાસ કરી તેનાં છેલ્લામાં છેલ્લાં પરિણામો સાથે શક્યતઃ સળંગ સાલવારી, ઉપલબ્ધ માહિતીને આધારે, આપવાનો પ્રયાસ અહીં પ્રસ્તુત છે.
આ રાજાઓએ ગુજરાત, પશ્ચિમ માળવા, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર મહારાષ્ટ્ર ઉપર દીર્ઘકાલ સુધી સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં. આથી, સમયે સમયે રાજસ્થાન, માળવા અને મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી ક્ષત્રપ રાજાઓના સિક્કાઓ ઉપલબ્ધ થતા રહ્યા છે જે અહીં પ્રસ્તુત સાલવારીથી સ્પષ્ટ થશે. સમયાંતરે આ રાજાઓનો રાજસ્થાન, માળવા અને મહારાષ્ટ્રના પ્રદેશો ઉપરનો રાજકીય પ્રભાવ ક્રમશઃ ઓછો થતો ગયો ત્યારેય વર્તમાન ગુજરાત ઉપરનો એમનો રાજકીય કાબૂ છેક સુધી રહ્યો હતો.
આપણે અવલોકી ગયા તેમ સિક્કાઓ ક્ષત્રપોનાં ઇતિહાસ અને સંસ્કૃતિના નિર્માણમાં એક માત્ર ધ્યાનાર્હ મુખ્ય સાધન છે. આ બધા સિક્કાઓ ચાંદીના છે, થોડાક અપવાદ સિવાય. આ સિક્કાઓના અભ્યાસથી એની બે મહત્તા સ્પષ્ટ થાય છે : (૧) સિક્કા પડાવનાર રાજાએ પોતાનાં નામ અને હોદ્દાઓ સાથે પોતાના પિતાનાં નામ અને હોદ્દાઓ પણ કોતરાવ્યાં છે. આને કારણે આ રાજાઓની સળંગ વંશાવળી તૈયાર કરવામાં ઇતિવિદોને સરળતા સાંપડી છે. (૨) આ રાજાઓએ આ ઉપરાંત સિક્કા તૈયાર કર્યાનું વર્ષ પણ પ્રત્યેક સિક્કા ઉપર અંકિત કર્યું છે, જેથી તેમની સળંગ સાલવારી તૈયારી થઈ શકી છે. અલબત્ત, આરંભના કેટલાક સિક્કાઓ મિલિનિર્દેશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org