________________
૮
ક્ષત્રપકાલીન ગુજરાત બૌદ્ધસૂપ અને એક બૌદ્રવિહારના અવશેષો ઉત્પનનકાર્યને કારણે સંપ્રાપ્ત થયા છે. અહીંથી પ્રાપ્ત પકવેલી માટીની બૌદ્ધપ્રતિમાઓ ક્ષત્રપકાલીન શિલ્પકલાના કારીગરીકાર્ય ઉપર અભિનવ પ્રકાશ પાથરે છે. ગુજરાતમાંની આ સમયની બૌદ્ધ ગુફાઓમાં પહેલી જ વખત બૌદ્ધપ્રતિમાઓ અહીંથી મળે છે એ એની વિશેષતા છે. ગુજરાતમાં આમ શિલ્પકળાની વિશિષ્ટ શૈલી વિકસી હતી એ ધ્યાનાર્હ ગણાય. સ્તૂપના પેટાળમાંથી પ્રાપ્ત શૈલસમુદ્ગક એના ઉપર ઉત્કીર્ણ ઐતિહાસિક લખાણને કારણે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. દેવની મોરીનો આ લેખ સંસ્કૃત પદ્યઅભિલેખોમાં પૂર્વકાલીન હોવાનો જણાય છે. આ લેખ આપણા રાષ્ટ્રના અને રાજયના પૂર્વકાલીન ઇતિહાસમાં બે સમસ્યાઓ પ્રસ્તુત કરે છે : કથિક રાજાઓ અને કથિક સંવત.
આ ઉપરાંત અન્ય કેટલીક આભિલેખિક સામગ્રી પણ ઉલ્લેખનીય છે : (૧) વાસિષ્ઠીપુત્ર પુલુમાવિનો નાસિક-ગુફા-લેખ, જેમાં ગૌતમીપુત્ર શાતકર્ણિએ પશ્ચિમી ક્ષત્રપ રાજવંશને નિર્મૂળ કર્યાનો ઉલ્લેખ છે. (૨) કહેરી-ગુફાલેખ, જેમાં નિર્દેશ્યા મુજબ ગૌતમીપુત્ર સિરિ શાતકર્ણિની પત્ની મહાક્ષત્રપ રુદ્રદામાની પુત્રી હતી. (૩) પશ્ચિમી ક્ષત્રપો અને સાતવાહનોના અભિલેખોમાં પરસ્પરે જીતથી મેળવેલા એકબીજાના પ્રદેશોનો ઉલ્લેખ છે. (૪) સાતવાહન રાજવંશના શિલાલેખોમાં “ક્ષહરાત' શબ્દનો નિર્દેશ પશ્ચિમી ક્ષત્રપ રાજવંશના એક કુળ તરીકે જોવો પ્રાપ્ત થાય છે. (૫) આ બંને રાજવંશોના અભિલેખોમાં પિતૃપક્ષના નામનો વિનિયોગ સામાન્ય હતો તે જાણી શકાય છે. પુરાવશેષો
આ કાલનાં સ્થાપત્ય અને શિલ્પના કેટલાક અવશેષો હાથ લાગ્યા છે. શૈલોત્કીર્ણ ગુફાઓમાં બૌદ્ધ અને જૈન ધર્મનાં ચૈત્યો અને મઠોના નમૂના આપણા રાજયના સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી અનેક સ્થળોએથી મળી આવ્યા છે. ચારેક દાયકા ઉપર દક્ષિણ ગુજરાતમાંથી ક્ષત્રપકાલીન બૌદ્ધ ગુફાઓ રાજયના પુરાતત્ત્વ ખાતાએ શોધી કાઢી છે. ચણેલા ઈંટેરી સ્તૂપ અને વિહારના અવશેષો જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લામાંથી પ્રાપ્ત થયા છે, જે ક્ષત્રપકાલીન સ્થાપત્ય-શિલ્પ-ધર્મ બાબતે સારો પ્રકાશ પાથરે છે. આ ઉપરાંત આ સમયની શિલ્પકૃતિઓના કેટલાક છૂટાછવાયા નમૂના આપણા રાજયનાં વિભિન્ન સ્થળોએથી સંપ્રાપ્ત થયા છે. વળી ચારેક દાયકા પૂર્વે જામનગર જિલ્લાના જામખંભાલિયા પાસે આવેલા કાકાની સિંહણ નામના સ્થળેથી એક માનવાકૃતિ હાથ લાગી છે જે ધ્યાનાર્ય છે. આ ઉપરાંત મથુરા પાસેથી પ્રાપ્ત ચાષ્ટનનું માથા વિનાનું ખંડિત બાવલું એ સમયની પૂર્ણકામ શિલ્પકૃતિનો સુંદર નમૂનો છે. મથુરાના સંગ્રહાલયમાં સુરક્ષિત-સંગૃહીત એક સિથિયન મસ્તક પણ નોંધપાત્ર છે.
- આપણા રાજયનાં વિવિધ સ્થળોએથી સ્થળતપાસ (exploration) મારફતે અને ઉત્પનન (excavation) દ્વારા હાથવગા થયેલા વિવિધ પુરાવશેષો ક્ષત્રપકાલીન ગુર્જરરાજ્યના સાંસ્કૃતિક જીવનનાં વિવિધ પાસાંઓ વિશે ઠીક ઠીક વિગતો પૂરી પાડે છે. આ પુરાવશેષોમાં રેખાંક્તિ મુદ્રાઓ, છીપ અને શંખલાંમાંથી બનાવેલાં આભૂષણો, માટી વગેરે પદાર્થમાંથી બનાવેલા મણકાઓ, નિસાર, હાડકાં-હાથીદાંત-છીપનાં ઘરેણાં, લોખંડનાં ઓજારો, પકવેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org