SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બે સાધનસામગ્રી પશ્ચિમી ક્ષત્રપોથી સુખ્યાત રાજવંશના શાસનકાળ દરમ્યાન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના નિરૂપણ વાસ્તે સંપ્રાપ્ત સાધનસામગ્રીમાં ક્ષત્રપ રાજાઓએ તૈયાર કરાવેલા સંખ્યાતીત સિક્કાઓ મુખ્ય છે. આ કાલખંડનો રાજકીય ઇતિહાસ આલેખવા આ સિક્કાઓ સહુથી સંગીન અને પ્રમાણભૂત માહિતી સંપડાવી આપે છે". આ સિક્કાઓ ઉપર સિક્કા તૈયાર કરાવનાર રાજાના નામની સાથોસાથ તે રાજાના પિતાનું નામ તથા સિક્કા પાડ્યાનું વર્ષ ઉત્કીર્ણ હોવાથી ક્ષત્રપ રાજાઓની વિગતવાર વંશાવળી અને સળંગ સાલવારી તૈયાર કરવામાં ઘણી સુગમતા પ્રાપ્ત થઈ છે. સિક્કાઓ ઉપરાંત આ રાજાઓના થોડાક શિલાલેખો, એક શૈલલેખ, એક અશ્મસમુદ્ગકલેખ, ગણીગાંઠી સાહિત્યકૃતિઓ અને ઇમારતોના કેટલાક અવશેષ અને થોડીક શિલ્પકૃતિઓ જેવાં સાધનો પણ સંપ્રાપ્ત થયાં છે. આ દષ્ટિએ પશ્ચિમી ક્ષત્રપ રાજવંશના શાસન દરમ્યાનના ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિ નિરૂપવા કાજે મુખ્ય પ્રવર્તક સાધન સિક્કાઓ છે. હવે આ સાધનો વિશે વિગતે ચર્ચા કરીશું. આપણા રાષ્ટ્રના પૂર્વકાલીન ઇતિહાસની જેમ ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસના નિરૂપણમાંય ઐતિહાસિક અને પુરાવશેષીય સાધનોની ઉણપ અવરોધરૂપ નીવડે છે. આ ઇતિહાસના શરૂઆતના સમય માટે સાહિત્યિક સાધનો પ્રમાણમાં ઘણાં ઓછાં ઉપલબ્ધ થયાં છે. છતાં સર્વવિધ સાધનોમાંથી જે સામગ્રી હાથવગી થઈ શકે તે તમામ સામગ્રી સંચિત કરી એનો તલસ્પર્શી અભ્યાસ અને વિનિયોગ કરવાથી, ગુજરાતના અન્વેષણ હેઠળના કાલખંડના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકે તેમ છે. સિક્કાઓ પશ્ચિમી ક્ષત્રપ રાજવંશના શાસકોએ પડાવેલા સિક્કાઓની ચોક્કસ સંખ્યા નિશ્ચિત કરી શકાય તેમ નથી. પરંતુ સોળ જેટલા નિધિઓ (hoards) મળ્યા છે, જેમાંના પ્રત્યેક નિધિમાં ઘણી મોટી સંખ્યામાં સિક્કાઓ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત જુદાં જુદાં સ્થળોએથી છૂટાછવાયા ઘણા સિક્કાઓ મળ્યા છે અને વારંવાર મળતા રહે છે. સંગ્રહાલયોમાંના કે ખાનગી સંગ્રહોમાંના સિક્કાઓની માહિતી પણ નિરૂપણમાં ઉપયોગી રહી છે. આમ, આ રાજાઓના સિક્કાઓની પહેલી નોંધપાત્ર બાબત છે એની વિપુલ સંખ્યા. આ હકીકત સૂચવે છે કે એ સમયે આપણા પ્રદેશમાં વસતી અને વેપાર બહોળાં હોવાં જોઈએ. આ સિક્કાઓના અગ્રભાગ અને પૃષ્ઠભાગ ઉપર ઉપસાવેલાં (embossed) ચિહ્નો, આકૃતિ અને લખાણોના આધારે આ સમયમાં રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસનાં આલેખન વાસ્તુ વિપુલ સામગ્રી મેળવી શકાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy