________________
પ્રકરણ એક
૪. ગુરાસાંઈ, ગ્રંથ ૧, પૃષ્ઠ ૨૭૯થી ૨૮૩. ૫. વધુ માહિતી માટે જુઓ : આગ અને ગુરાસાંઈ. (ગ્રંથ ૧થી ૪).
આ બે પાયારૂપ ગ્રંથો પશ્ચાતું જે સાધનો સ્થળતપાસથી કે ઉત્પનનથી હાથવગાં થયાં તેને આધારે સંખ્યાધિક લેખો લખાતા રહ્યા છે. બેએક શોધનિબંધો પણ પદવી પ્રાપ્તિ પછી પ્રકાશિત થયા છે; જેમાં નવીનચંદ્ર આ. આચાર્યના ગુજરાતનો સોલંકીકાલીન ઇતિહાસ, અમદાવાદ, ૧૯૭૩ અને વાઘેલાકાલીન ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ, અમદાવાદ, ૧૯૬૪; વર્ષા ગગનવિહારી જાની, ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન, અમદાવાદ ૧૯૯૧; ગૌરીશંકર ઓઝા, સોનૅીવાત્નીન પ્રીન તિહાસ, અજમેર, ૧૯૦૭નો સમાવેશ થાય છે. હરિપ્રસાદ શાસ્ત્રીના બંને ગુજરાતી ગ્રંથ હવે અંગ્રેજીમાં ઉપલબ્ધ છે : Gujarat Under the Maitrakas of Valabhī, the Gackwad's Oriental Series, No. 180, 2000, Vadodara. અસલમાં આ લેખકે આ વિષય વિશે અન્વેષણ કરીને વિદ્યાવાચસ્પતિની પદવી ૧૯૬૭માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. તે પછી ઇન્ડિયન કાઉન્સિલ ઑવુ હિસ્ટોરિકલ રિસર્ચ (નવી દિલ્હી)ની આર્થિક સહાયથી ગૂજરાત વિદ્યાપીઠે ૧૯૭૫માં નવા આકારપ્રકાર સાથે ક્ષત્રપકાલનું ગુજરાત એ નામથી ગ્રંથ પ્રકટ કર્યો હતો. પણ તે પછીના ત્રણ દાયકા દરમ્યાન કેટલીક પુરાવસ્તુકીય સામગ્રી હાથવગી થઈ, કેટલીક બાબતોનાં અર્થઘટન નવેસરથી વિચારાયાં. આથી એનું તદ્દન નવસંસ્કરણ સંવર્ધિત-વિવર્ધિતરૂપે પ્રકાશિત કરવું જરૂરી જણાયું. તે હવે તમારા હાથમાં પ્રસ્તુત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org