SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે તીર્થરાજ ઉજ્જયંતગિરિ પર જુદા જુદા સ્રોતોમાં પ્રકાશિત કેટલાક મહત્ત્વપૂર્ણ અભિલેખોનું થવું ઘટે તેટલું મૂલ્યાંકન થયું નથી. તેનાં કારણોમાં મૂળ લેખોની દોષપૂર્ણ વાચનાઓ, સંપાદકો અને સંકલનકારોમાંથી કેટલાકના જૈન સાહિત્ય અને ઐતિહાસિક પરંપરાઓના જ્ઞાનનો અભાવ, અને ગવેષણા ચલાવવાને બદલે કેવળ એમને જરૂરી લાગ્યું તેટલા પ્રમાણમાં અને ઉપલક દૃષ્ટિએ સમજાયું તે પ્રમાણે, અનુવાદ વા ભાવાર્થ આપી સંતોષ પકડવાની વૃત્તિ હોય તેમ લાગે છે. અહીં આથી નવેક જેટલા વિશેષ મહત્ત્વ ધરાવતા અભિલેખોની, શક્ય હતું ત્યાં પુનર્વાચના કરી, વિશેષ અન્વેષણા સહિત વિચારણા કરીશું. સ્થાપના-મિતિ ધરાવતા આ લેખને શ્રી છો. મ. અત્રિ પ્રકાશમાં લાવ્યા છે. અત્યંત ટૂંકા એવા આ ત્રણ પંક્તિમાં કોરાયેલા લેખનું વર્ષ સં. ૧૧૯૪ / ઈ. સ. ૧૧૩૮નું છે; અને ગિરનારગિરિ પર અદ્યાવધિ પ્રાપ્ત લેખોમાં કદાચ સૌથી પ્રાચીન છે. કાળની દષ્ટિએ તે ચૌલુક્યાધિપ જયસિંહદેવ સિદ્ધરાજના સૌરાષ્ટ્ર પર સ્થપાઈ ચૂકેલ શાસન અંતર્ગત આવે છે. લેખ આ પ્રમાણે છે : सं ११९४ वर्षे ठ. थेहासुत ठ. जसयोगस्य । ઠક્કર જસયોગ (યશયોગ) કોણ હતા, શું હતા, અને કયા કારણસર આ લેખ કોતરવો પડ્યો છે તે જણાવ્યું નથી. લેખ સોલંકીયુગમાં મળે છે તેવા, પ્રાચીન પાળિયા પદ્ધતિના પ્રસ્તરફલક પર કોરેલ છે. લેખના ઉપરના ભાગમાં, તકતીમાં, અશ્વારૂઢ પુરુષની આકૃતિ પૂર્ણભાસ્કર્તમાં ઉઠાવેલી (ચિત્ર “1'), નીચે બાજુમાં છત્રધર એમના મસ્તકને છત્રછાયા કરી રહેલો દર્શાવ્યો છે. લેખમાં જો કે કહ્યું નથી, તો પણ આ ખાંભી સં૧૧૯૪માં ઠકુર જયોગના સંભવતયા ગિરિનારગિરિ પર થયેલ આકસ્મિક યા અન્ય કારણસર મરણ (કે સલ્લેખનાથી પ્રાપ્ત કરેલ મરણ?) ઉપલક્ષે જિન નેમીશ્વરના મંદિરના પરિસરમાં કે તેની આસપાસમાં કયાંક ખોડી હશે તેવું અનુમાન થઈ શકે. ‘ઠક્કર' સંજ્ઞા ધરાવતા જસયોગ એ યુગના કોઈ જૈન રાજપુરુષ હશે : પણ તેમના વિશે ઉપલબ્ધ સ્રોતોમાંથી પ્રકાશ લભ્ય બનતો નથી. (૨) આ લેખની વાચના બર્જેસ-કઝિન્સ દ્વારા અપાયેલી છે. પ્રસ્તુત લેખ નેમિનાથ જિનાલયની જગતના ઉત્તર પ્રતોલી-દ્વારની આંતરભિત્તિના એક પાષાણ પર અંકિત હતો; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy