________________
ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દૃષ્ટિપાત
૪૧
પુત્રો—ખેઢા અને ગોસલ—નાં નામ પણ આપ્યાં છે. પ્રસ્તુત દેવકુલિકા સહદેવે શ્રી મહાવીર અને શ્રી સંભ(વ)દેવનાં બિંબ અને દંડકળશ સહિત કરાવી એવું લેખમાં કહેવામાં આવ્યું છે.
દેહરી ૩૯ પરના સં. ૧૨૯૧ના પ્રશસ્તિલેખમાં પણ લગભગ એ બધા જ વરહડિયા કુટુંબસમુદાયનાં નામો મળે છે અને તેમાં આગળની દેહરી ૩૮ના શિલાલેખમાં બતાવેલ સગપણો અહીં પણ બતાવ્યાં છે. આ લેખમાં પણ નેમડ, રાહડ, ધણેસર, લાહડ, સહદેવ, ખેઢા ઇત્યાદિ નામો મળે છે.
હવે એ દેરીઓની અંદરના પ્રતિમાલેખો તપાસતાં તેમાં સં. ૧૨૯૩ના વર્ષના જિના સંભવનાથના બિંબની પ્રતિષ્ઠાના લેખમાં વરડિયા સંતાનીય સાઇ નેમડના પૌત્ર ખેઢાનો ઉલ્લેખ છે. ત્યાંના બીજા એક સં. ૧૨૯૩ના લેખમાં ધણેસર અને લાહિડનો ઉલ્લેખ છે. સં. ૧૨૯૩ના એક ત્રીજા લેખમાં નેમડપૌત્ર લાહડે પોતાની ભાર્યાના શ્રેયાર્થે કરાવેલ નેમિનાથના બિંબની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે ૯. વરદુડિયા પરિવારના અન્ય બે બિંબપ્રતિષ્ઠા લેખો પણ આ દેહરીઓમાં છે”. પણ સૌથી મહત્ત્વનો તો છે દેહરી ૩૮ના દ્વારની જમણી બાજુની ભીંત પર ખોદેલોં ૪૫ પંક્તિઓવાળો એ જ વરહુડિયા કુટુંબનો સં૧૨૯૬ / ઈ. સ. ૧૨૪૦નો મોટો પ્રશસ્તિલેખ, જે અહીં ચર્ચલ વિષય માટે અત્યંત મહત્ત્વનો છે. એમાં સાહુ નેમડ, ખેઢા, ધણેશ્વર, લાહડાદિ નામો મળવા ઉપરાંત વરહડિયા પરિવારે અન્યત્ર કરાવેલ સુકૃતોની વિસ્તૃત યાદી આપવામાં આવી છે. તેમાં આવતો (૧) “શત્રુંજય મહાતીર્થ પર કરાવેલ કાર્યોમાં, વસ્તુપાલે કરાવેલ “સત્યપુર મહાવીરના મંદિરમાં એમણે (વરહુડિયાઓએ) કરાવેલ બિંબ અને ખત્તકનો ઉલ્લેખ, અને (૨) શ્રી અર્બુદાચલ
શ્રીનેમિનાથચૈત્યની જંગતીમાં ૬ બિંબ સાથેની બે દેવકુલિકાઓનો ઉલ્લેખ તેમ જ (૩) જાબાલિપુરનાં “પાર્શ્વનાથચૈત્યની જગતીમાં કરાવેલ દેવકુલિકા સહિતના શ્રી આદિનાથબિંબનો ઉલ્લેખ તથા (૪) વિજાપુરના ચૈત્યમાં કરાવેલ શ્રી નેમિનાથ અને પાર્શ્વનાથની દેવકુલિકાઓનો ઉલ્લેખ આદિ સાથે ગિરનારવાળા લેખમાં અપાયેલ વિગતો લગભગ પૂર્ણ રીતે મળી રહે છે. એક વિશેષ હકીકત એ નોંધીએ કે આબૂના ઉપર કથિત સી લેખોમાં પણ જ્યાં જ્યાં પ્રતિષ્ઠાકર્તા આચાર્યનું નામ આપ્યું છે ત્યાં ત્યાં વિજયસેનસૂરિનું જ નામ મળે છે. ગિરનારના લેખમાં ઉલ્લિખિત આબૂની બે દેહરીઓ તે નિઃશંક લૂણાવસહીની દેવકુલિકા ૩૮ અને ૩૯ છે.
ગિરનારવાળા પ્રશસ્તિ લેખમાં આવતાં નામો–ખેઢા, ધણેશ્વર, અને લાહડ–નો પારસ્પરિક સંબંધ આબૂના લેખોમાં સ્પષ્ટ રીતે આપેલો છે. તદનુસાર (રાહડના પુત્રો) ધણેશ્વર (કે ધનેસર) અને લાહડ સગા ભાઈઓ ઠરે છે અને ખેઢા તે તેમના કાકા (રાહત-ભ્રાતૃ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org