________________
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર
આપણને વસ્તુપાલના ત્યાંથી મળતા પ્રશસ્તિલેખો અને સમકાલીન પ્રશંસકોએ રચેલી પ્રશસ્તિઓમાંથી મળે છે.)૧૧ ખેઢા અને લાહડે (અને સાથે મોટે ભાગે એમના કુટુંબના સભ્યોએ) આ ઉપરાંતના કરાવેલ સુકૃતોમાં આબૂ પરના દેલવાડાગ્રામના મંત્રી તેજપાલે બંધાવેલ, વર્તમાને વિશ્વવિખ્યાત, લૂણવસહિકાપ્રાસાદ(નેમિનાથ જિનાલય)ની જગતી પર બે દેવકુલિકાઓ કરાવ્યાનો, ને તેમાં પરિકર સહિતનાં ૬ બિંબ પધરાવ્યાનો ઉલ્લેખ છે.
४०
શિલાલેખના નીચલા ભાગમાં આવતી ૧૨-૧૭ ક્રમની પંક્તિઓ બૂરી રીતે ખંડાઈ જવાને કારણે ખેઢા અને લાહડની પિછાનનો અકળ રહેતો ભેદ ઉકેલવા માટે આ આબૂ પરના સુકૃતની નોંધ સંકેતરૂપ કડી બની રહે છે : એ બાબતની ચર્ચા કરતાં પહેલાં શિલાલેખમાં આગળ કહેલી વિગતો જોઈ જઈએ. તેમાં આબૂ પછી જાલોરના ‘પાર્શ્વનાથદેવ-ચૈત્ય’ની જગતી પર કરાવેલ ઋષભદેવનાં બિંબ સમેતની દેહરીની નોંધ લીધી છે. જાલોરનું એ પાર્શ્વનાથનું મંદિર તે સં ૧૨૨૨/ઈ સ ૧૧૬૬માં ગુર્જરેશ્વર મહારાજ કુમારપાળે નગર સમીપવર્તી કાંચનગિરિ પર કરાવેલ મંદિર, કે જેમાં પાર્શ્વનાથ મૂલનાયક હતા, તે ‘કુમારવિહારપ્રાસાદ’ હોવાની શક્યતા છે. લેખમાં આ પછી વિજાપુરના કોઈ જિનાલયમાં દેહરી અને ધ્વજાકળશ સાથે જિન નેમિનાથનું બિંબ ભરાવ્યાનો ઉલ્લેખ છે. વિજાપુરના ‘નાભેય’ (આદિનાથ) અને ‘વીર’નાં પુરાણાં મંદિરોનો મંત્રીશ્વર વસ્તુપાલે ઉદ્ધાર કરાવેલો તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે૨. એ બેમાંથી એક મંદિર ગિરનારવાળા લેખમાં અભિપ્રેત હશે૩.
હવે સાહુ ખેઢા અને લાહડ કોણ હતા તેની તપાસ કરીએ. થોડીક ક્ષણ અગાઉ આ વિશે કહ્યું હતુ કે તે રહસ્યનો ઉકેલ આબૂમાં હોવાનો નિર્દેશ લેખમાંથી પ્રાપ્ત થાય છે.
આબૂના દેલવાડાગ્રામમાં મંત્રી તેજપાલ નિર્મિત લૂણવસહિકાપ્રાસાદની દેવકુલિકાઓના શિલાલેખો તપાસતાં તેમાં દેહરી ક્રમાંક ૩૮ અને ૩૯ ૫૨ ખોદાયેલા નિર્માણ-નિર્દેશક લેખો તેમ જ અંદરનાં પબાસણોના પાંચ લેખોમાં સમગ્ર રીતે જોતાં ગિરનાર પરના શિલાલેખોમાં આવતાં (જળવાયેલાં) નામો બરોબર મળી રહે છે. એની વિગતવાર માહિતી અહીં આપ્યા બાદ તે ૫૨ વિશેષ અવલોકન કરવું ઠીક થઈ પડશે૧૪. (અહીં પરિશિષ્ટમાં તુલનાર્થે આબૂના મૂળ લેખોની વાચના આપી છે.)
ત્યાં દેરી ૩૮ પરના સં ૧૨૯૧/ ઈ સ ૧૨૩૫ના લેખમાં જણાવ્યું છે કે પૂર્વે નાગપુર(નાગો૨)માં થઈ ગયેલા સાધુ (સાહુકાર) વરદેવ ઉપરથી વરડિયા આમ્નાય પ્રકાશમાં આવ્યો. (તેના સંતાનિકોનાં નામ અને સગપણની વિગતો લેખમાં આપી છે.) ત્યાં વરદેવના પૌત્ર સા નેમડ, તેના રાહડ અને સહદેવ આદિ ચાર પુત્રો, અને પછી રાહડના ચાર પુત્રોનાં નામ આપ્યાં છે જેમાં ધણેસર અને લાહડનો સમાવેશ છે. આ ઉપરાંત લેખમાં સહદેવના બે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org