________________
ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત
બિંબ સહિતની દેવકુલિકા કરાવી. (ને) વિજાપુરમાં શ્રી નેમિનાથનાં બિબવાળી દંડકળશ સહિતની દેવકુલિકા કરાવી. લેખના અંતિમ, ખંડિત ભાગમાં રહેલા ઉપલબ્ધ વિશેષનામદર્શક અક્ષરો પહેલી દૃષ્ટિએ કારાપકોના કુટુંબીજનોનાં નામ હશે તેવી અટકળ તરફ દોરી જાય છેપ.
આ લેખને કોતરાવનારાઓ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના સંબંધી, કે પછી મિત્ર યા સુપરિચિત વ્યક્તિ કે અનુગૃહીત હોય તેમ પ્રથમ દૃષ્ટિએ લાગે છે. શિલાલેખમાં ખેઢા તથા લાહડે મહં શ્રી તેજપાલના આદેશથી ‘ઉજ્જયંત મહાતીર્થ’માં શ્રી ‘વસ્તુપાલવિહાર'માં ખત્તક સાથે નેમિનાથ બિંબ સ્થાપ્યાની વાત કહી છે : તે મહં શ્રી તેજપાલ શ્રી અત્રિએ સૂચવ્યું છે તેમ મંત્રીશ્વર વસ્તુપાલના લઘુબંધુ તેજપાલ હોઈ શકે. વસ્તુપાલના ઈ. સ. ૧૨૩૯માં થયેલા સ્વર્ગગમન બાદ પણ, અને વસ્તુપાલે સ્વસ્વામી વાધેલા મહામંડલેશ્વર વીસલદેવ સાથે થયેલા ખટરાગને કારણે ઈ સ ૧૨૩૪ આસપાસ મંત્રીપદ છોડી દીધેલું હોવા છતાં પછીથી તેજપાળ મહામંત્રીની મુદ્રા સાચવતા હોવાનાં પ્રમાણો છે. મહામાત્યનું પદ તેજપાળે પોતાના અવસાનના સમય (આ ઈ. સ. ૧૨૪૮) પર્યંત સંભાળ્યું હોય તેમ લાગે છે. આદેશ આપી શકનાર વ્યક્તિ કાં તો મોટું પદ સંભાળનારી હોય યા તો પ૨માદરણીય મુરબ્બીજન હોય : એ હકીકત જોતાં, અને ખાસ ‘વસ્તુપાલવિહાર’માં પ્રતિમા પધરાવવાની ખેઢા તથા લાહડને સૂચના કરનાર વ્યક્તિ તેજપાળ, તે મંત્રીશ્વર તેજપાળ હોવાનો પૂરો સંભવ છે. ગિરનાર પરનો ‘વસ્તુપાલવિહાર’ તે હાલ વસ્તુપાલ-તેજપાલનું કહેવાતું ‘અષ્ટાપદ’ અને ‘સમ્મેતશિખર’નાં જોડિયાં મંદિરો ધરાવતું શામળા પાર્શ્વનાથનું મંદિર છે. સચિવેશ્વર વસ્તુપાલે એમાં મૂલનાયકરૂપે પાર્શ્વનાથની નહીં પણ શત્રુંજયેશ શ્રી યુગાદિદેવની પ્રતિષ્ઠા કરાવેલ તેમ તે મંદિરના વસ્તુપાલના સં. ૧૨૮૮ | ઈ. સ. ૧૨૩૨ની સાલવાળા છ પ્રશસ્તિલેખો અને અન્ય સમકાલીન લેખનો પરથી જાણીએ છીએ. પ્રતિષ્ઠા કરાવનાર વિજયસેનસૂરિ તે રેવંતગિરિરાસુના કર્તા અને મંત્રી વસ્તુપાલના કુટુંબગુરુ નાગેન્દ્રગચ્છીય આચાર્ય વિજયસેનસૂરિ છે કે જેમનો ઉલ્લેખ શ્રી અત્રિ નોંધે છે તેમ ગિરનારના વસ્તુપાલપ્રશસ્તિના છ લેખોમાં આવે છે, ને તે ઉપરાંત આબૂના લૂણવસહીના ઘણા લેખોમાં પણ પ્રતિષ્ઠાચાર્યના રૂપમાં જોવા મળે છે.
૩૯
ગિરનારવાળા નવપ્રાપ્ત શિલાલેખની વિગતોમાં આગળ જોઈએ તો કારાપકોએ ‘શત્રુંજય મહાતીર્થ’માં (શત્રુંજયાદ્રિ ૫૨) દંડકળશ સાથે દેવકુલિકા (દેરી) કરાવ્યાની વાત આવે છે અને વધુમાં તે ગિરિ પરના મંત્રીશ્વર વસ્તુપાલે કરાવેલ ‘સાચઉર દેવકુલ’(સત્યપુરાધીશ વીરના મંદિર)માં ખત્તક સહિત શ્રીમહાવીરજિનનું બિંબ કરાવ્યું એમ પણ હકીકત આપી છે. (વસ્તુપાળે વિમલાચલ-શત્રુંજય પર કરાવેલ ‘સોરિમંડન મહાવીર'ના મંદિરના ઉલ્લેખો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org