________________
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર
સહદેવનો પુત્ર થાય. (આબૂના શિલાલેખોના આધારે તેમ જ શ્રેષ્ઠી નેમડના વંશની મળી આવેલી એક ગ્રંથપ્રશસ્તિના આધારે૪ મુનિશ્રી જયંતવિજયજીએ તૈયાર કરેલું ‘વરહિડ વંશવૃક્ષ’ અહીં પરિશિષ્ટને અંતે સહેજ સાથે લગાવ્યું છે". (ગ્રંથપ્રશસ્તિઓના મૂળપાઠ પરિશિષ્ટમાં સંદર્ભાર્થે આપ્યા છે.)૨૬
૪૨
ગિરનારવાળો લેખ લુણવસહીના શિલાલેખોવાળા વરડિ કે વરડિયા પરિવારનો છે તેની પ્રતીતિ થતાં તેમાં છેવાડાના નષ્ટ થયેલા ભાગના કેટલાક અક્ષરોની પૂર્તિ થઈ શકે છે; જેમ કે પંક્તિ ૧૨માં છેડે, શ્રી અત્રિની વાચનામાં આવતા ડિયા સાદુ. ને......માં ને બદલે હૈં વાંચીને આગળ વર વધારીને અને પછી પંક્તિ ૧૩માં પ્રારમ્ભે મડ ઉમેરીએ તો [વર]દ્ઘડિયા સાદુ ને[મડ] વાંચી શકાય. અને એ રીતે વાંચતાં આ લેખ નાગપુરીય વરડિયા કુટુંબનો જ છે તેવો અંતિમ અને વિશ્વસ્ત નિર્ણય પણ થઈ જાય છે.
વરડિયા કુટુંબનાં કરાવેલ સુકૃતોની આબૂ તેમ જ ગિરનારના શિલાલેખોની સૂચિ તપાસી જઈએ તો તેમાં તેમણે ઘણાં જિનમંદિરોવાળાં સ્થળો આવરી લીધાં હોવા છતાં તેમાં કોઈ પણ સ્થળે નવાં જિનાલયો બંધાવ્યાં કે જૂનાને ઉદ્ધાર્યાંનો ઉલ્લેખ આવતો નથી. દેરીઓ ચણાવી, ને ગોખલાઓ કરાવી તેમાં જિનમૂર્તિઓ બેસાડી સંતોષ લીધો છે જેથી એમ જણાય છે કે આ કુટુંબ અતિ ધનાઢ્ય નહીં પણ સુખી, નીતિમાન, ધર્મનિષ્ઠ, જૈનસંઘ અને વણિકસમાજનાં મોભાદાર, અગ્રેસર (અને બહોળા પરિવારવાળાં) કુટુંબોમાંનું એક હશે. સા દેવચંદ્ર અને સાહુ ખેઢાએ સંઘવી પદ શોભાવી તીર્થયાત્રાઓ કર્યાના ઉલ્લેખ ગ્રંથપ્રશસ્તિ(૨૯)માં થયો છે અને આબૂ લેખાંક ૩૫૨માં પણ પેઢાને સંઘપતિ કહ્યો છે તે આ પરિવારનું જૈનસંઘમાં આગળ પડતું સ્થાન સૂચવી રહે છે.
વરડિયા શાખના પાલણપુરનિવાસી આ વણિક કુટુંબ અને વસ્તુપાલ તેજપાલને શું સંબંધ હશે તે વિશે હવે જોઈએ. મુનિરાજ શ્રી જયંતવિજયજીએ આ મુદ્દા પર વિચારીને અવલોક્યું છે કે, “મહામાત્ય તેજપાળના આ મંદિરમાં આ કુટુંબે આવી રીતે દેવકુલિકા અને જિનમૂર્તિઓ કરાવી છે તેનાથી એમ સમજાય છે કે એ બંને શ્રીમંત કુટુંબોમાં પરસ્પર કોઈ કૌટુંબિક-સંબંધ સઘન સ્નેહસંબંધ હોવો જોઈએ. કારણ કે તેજપાળનો આ આદર્શ મંદિર બનાવવામાં પોતાના સંબંધીઓ કે સ્નેહીઓનું સ્મરણ શાશ્વતરૂપે રાખવાનો જ મુખ્ય ઉદ્દેશ હતો.’૨૭ પણ વસ્તુપાળ-તેજપાળ હતા પ્રાગ્ધાટ જ્ઞાતિના જ્યારે વરડુડિયાઓ (વ્યવહારસૂત્રની પ્રશસ્તિ અનુસાર) પલ્લિવાલ ન્યાતના હતા. આથી બંને કુટુંબો વચ્ચે વેવાઈ-વેલાંનો સંબંધ હોવાની શક્યતા નહિવત્ છે. વરડિયા કુટુંબના ઉપલબ્ધ શિલાલેખોનો સમય સં. ૧૨૯૧થી ૧૨૯૯નો છે. તે કાળે તેજપાળ ગુજરાતના મહામાત્યના પદે બિરાજતા હતા. રાજમાં, સમાજમાં અને શ્રીસંઘમાં એમનો આદર સર્વાધિક હતો. તેમણે કરાવેલા ‘લૂણવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org