________________
૧૨ ૨.
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર
પંદરમા શતકના ઉત્તરાર્ધમાં થયેલા ખરતરગચ્છીય હરિકલશની ચૈત્યપરિપાટીમાં પણ (ગિરનાર પર) ત્રણ ભૂમિમાં કલ્યાણકમાં રહેલા જિનને નમ્યાનો ઉલ્લેખ છે".
ત્રિતું ભૂમિ કલ્યાણઈ જિણ નમંતિ ll૧૨ા આ પછી જોઈએ તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્ય કૃત ગિરનારતીર્થમાલા (સં. ૧૫૦૯-૧૫૨૩ | ઈ. સ. ૧૪૫૩-૧૪૬૭ આસપાસ) ૧૬. તેમાં ત્રણભૂમિ'માં કાયોત્સર્ગરૂપે બિરાજમાન નેમિની પ્રતિમાઓને નમ્યાનો ઉલ્લેખ છે :
કલ્યાણત્રય નિહભૂમિઠિય કવિ કાસગિ
કવિ પ્રતિમા સંઠિય નેમિ નમેસિ સુરંગો I/૧૭ હવે જોઈએ તપાગચ્છનાયક, યુગપ્રધાન સોમસુંદરસૂરિના શિષ્ય હેમહંસગણિની સં. ૧૫૧૫ | ઈ. સ. ૧૪૫૯ના અરસામાં રચાયેલી ગિરનાર ચૈત્તપ્રવાડિ૧૭. તેમાં કલ્યાણત્રયવિહાર' સોની સમરસિંહ અને માલદેવ્યવ્યવહારિએ ઉદ્ધાર્યાની વાત કરતાંની સાથે પ્રસ્તુત રચનામાં ચારે દિશામાં ત્રણ ભૂમિ'માં બાર મૂલનાયકની મૂર્તિઓ હોવાનું, અને તેમાં પ્રથમ એટલે કે કેવળ નીચેની ભૂમિએ કાયોત્સર્ગે (ખજ્ઞાસને) રહેલા નેમિકુમારને ઉલ્લેખ કર્યો છે. આગળ ચાલતાં “દીક્ષા, જ્ઞાન, નિર્વાણ' એ ત્રણ કલ્યાણકોનો ઉલ્લેખ કરી, મંદિરમાં રહેલી એક જીર્ણ પ્રતિમાની વાત કરી, મંદિરના વિશાળ “મેઘમંડપ'નો ઉલ્લેખ કરીને કહ્યું કે ઓસવાલ વંશી સમરસી-માલદેવે એનો સં૧૪૯૪ | ઈ. સ. ૧૪૩૮માં ઉદ્ધાર કરાવ્યો : યથા :
હિવ કલ્યાણરાય-તણઈ નિરમાલડિએ જાઈ જઈ પ્રાસાદિ. ૨૪ ધનધન સોની સમ(૨)સિંહ માલદે વ્યવહારિઆ જૈહિં કલ્યાણરાય-વિહાર-ઉદ્ધાર કરાવિએ ચિહું દિસિ તિહું ભૂમીહિં મૂલનાયક તિહાં બાર કોસગિ રહિઆ પ્રથમ ભૂમિ સિરિ નેમિકુમાર ઘડતાં જસુ પાતલિ અંજલિઈ સવે ટલતા રોગ સેવિ સ્વામી પૂરવઈએ નિરમાલડિએ અનુદિન ભોગ-સંયોગ. ૨૫ દિખ-નાણ-નિવ્વાણ તિહાં સિરિ સોહઈ છત્ર જીરણ પ્રતિમા વામ પાસિ ધુરિ તાસુ સનાત્ર મંડપ સયલ વિસાલ મેઘમંડપ રુલિઆલ ઓસવંસિ શ્રી સમરસી માલદેવ મનરંગિ સંવત ચઉદ ચહેરાણવઈ નિરમાલડિએ ઉદ્ધરિઉ ઉત્તુંગ . ૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org