SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણરાય” ‘કલ્યાણત્રય' સંજ્ઞાનો સામાન્ય અર્થ છે જિનેશ્વરદેવનાં “પંચકલ્યાણક” માંનાં ત્રણ. વિશેષ અર્થમાં, અને વિશિષ્ટ સંદર્ભમાં, તે ૨૨મા તીર્થંકર ભગવાન્ નેમિનાથના ઉર્જયત, ઉન્જિલ, ઉજ્જત, ઉર્જન્સ એટલે કે ઉજ્જયન્તવા ઊર્જયન્તના ઊર્જયત-પર્વત (પછીથી રૈવતપર્વત, રૈવતગિરિ, સંપ્રતિ ગિરનાર પર્વતો પર થયેલા “દિક્ન' (દીક્ષા), “નાણ (કેવલજ્ઞાન), અને ‘નિસીહિ' વા “નિવ્વાણ' (નિઃસહી, નિર્વાણ) એ કલ્યાણકોનું ‘ત્રયક'. આગમિક સાહિત્યના આધારે મધ્યયુગમાં “કલ્યાણત્રયથી આ અર્થવિશેષ જ અભિપ્રેત હોય તેમ લાગે છે. - ઉપરકથિત ત્રણ કલ્યાણકોના વિભાવને પ્રતીક રૂપે, પૂજનાર્થે પાર્થિવ રૂપે, પ્રસ્તુત કર્યાના મધ્યકાલીન સાહિત્યમાંથી મળી આવતા ઉલ્લેખો, તેમ જ વાસ્તવિક શિલ્પિક રચના રૂપે દષ્ટાંતો, આપણે આગળ ઉપર જોઈશું તેમ, ૧૩મા શતકથી લઈ ૧૫મા શતક સુધીના ગાળામાં મળી આવે છે. પણ કલ્યાણત્રયની સાંપ્રત કાળે વિદ્યમાન એ પુરાણી રચનાઓ અદ્યાવધિ ઓળખી શકાઈ નથી; જે થોડીક રચનાઓ બચી છે, અને ઉપલબ્ધ છે, તે આજે તો ભળતા નામે જ પરિચયમાં છે. આથી સાંપ્રત લેખમાં તેની મધ્યકાલીન-ઉત્તર મધ્યકાલીન વાઘયિક, તથા મળે ત્યાં અભિલેખીય સાક્ષ્યોના આધારે ખરી પિછાન સિદ્ધ કરી તે પર વિશેષ વિવરણ કરવા વિચાર્યું છે. જ્ઞાત સાહિત્યમાં ‘કલ્યાણત્રયની સંરચના-સંબદ્ધ સૌ પ્રથમ ઉલ્લેખ આપણને તેજપાળ મંત્રીએ ગિરનાર પર કરાવેલા “કલ્યાણત્રય'ના ભવનની વાતમાંથી મળે છે. મંત્રીશ્વર વસ્તુપાળ અને લઘુબંધુ તેજપાળના કુલગુરુ, નાગેન્દ્રગથ્વીય આચાર્ય વિજયસેનસૂરિએ સં. ૧૨૮૮ / ઈ. સ. ૧૨૩૨માં ગિરિરાજ પર બંધુદ્ધયે કરાવેલ જિનભવનાદિની પ્રતિષ્ઠા કર્યા પછી થોડા સમય બાદ, અપભ્રંશ ભાષામાં રૈવતગિરિરાસુ નામક–ઐતિહાસિક દૃષ્ટિએ અતિ મૂલ્યવાન-રચના કરી છે. તેમાં વરિષ્ઠ બંધુ વસ્તુપાળે કરાવેલી, ગિરિવર પરની જિનાયતનાદિ રચનાઓ ગણાવ્યા બાદ, ઉમેર્યું છે કે “તેજપાળે ત્યાં ત્રિભુવનજનરંજન, ગગનાઝલગ્ન (આભને આંબતું), કલ્યાણત્રય' નામનું ઊંચું ભવન કરાવ્યું" યથા : तेजपालि निम्मविउ तत्थ तिहुयणजणरंजणु ! कल्याण(उत?तय) उतुंगुं भूयणु बंधिउ गयणंगणु ॥१७।। ગિરિસ્થ પ્રસ્તુત જિનભવનનો નિર્દેશ સં૧૩૨૦ | ઈસ. ૧૨૬૪ આસપાસ તપાગચ્છીય ધર્મકીર્તિ ગણિ(પછીથી ધર્મઘોષસૂરિ)એ સંસ્કૃતમાં રચેલ શ્રી ગિરનારકલ્પમાં પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy