________________
૧૧૮
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર મળે છે; ત્યાં (પર્વતની) “મેખલા' (ધાર) પાસે મંત્રી તેજપાળે “કલ્યાણત્રયચૈત્ય’ કરાવ્યાની વાતનો ઉલ્લેખ છે :
कल्याणत्रयचैत्यं तेजःपालो न्यवीविशन्मन्त्री ।
यन्मेखलागतमसौ गिरिनारगिरीश्वरो जयति ॥२८॥ ચૌદમા શતકના પૂર્વાર્ધમાં, કલ્પપ્રદીપકાર જિનપ્રભસૂરિએ તેમના પ્રાકૃતમાં રચેલ રેવતગિરિકલ્પમાં પણ ડુંગર પરનાં જિનભવનોના સંદર્ભમાં (મોટે ભાગે તો વિજયસેનસૂરિના આધારે) ઉપરની હકીકતની નોંધ લીધી છે :
तेजपालमंतिणा कल्लाणत्तयचेइअं कारिअं । જિનપ્રભસૂરિના સમકાલિક મેરૂતુંગાચાર્ય વિરચિત સુવિખ્યાત ગ્રંથ પ્રબંધચિંતામણિ (સં. ૧૩૬૫ ઈસ૧૩૦૯) અંતર્ગત “વસ્તુપાલ-તેજપાલ પ્રબંધ”માં મંત્રીશ્વર વસ્તુપાળે સવારના પહોરમાં ઉજ્જત પર આરોહણ કરી, શૈવેય(શિવાદેવી સૂનુ = નેમિનાથ)ની અર્ચના કરી, પોતે નિર્માવેલ “શત્રુંજયાવતાર'ના મંદિરમાં પ્રભાવના કરી, તે પછી “કલ્યાણત્રય'માં અર્ચના કરી એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે; જો કે ત્યાં પ્રસ્તુત ચૈત્ય તેજપાળે કરાવેલું હતું, કે તે નેમીશ્વરનું હતું, તે તથ્યોની નોંધ લેવામાં આવતી નથી. યથા -
प्रातरुज्जयन्तमारुह्य श्रीशैवेयक्रमकमलयुगलममलमभ्यर्च्य स्वयंकारित श्रीशत्रुञ्जयावतारतीर्थे प्रभूतप्रभावनां विधाय,
વાત્ર ચૈત્ય વર્ચસપર્યાવિમિતપવિતીમાવર્ય, સમી.....(ફત્યાદ્રિ):
આ ઉલ્લેખ પછીથી એક પાછોતરો, પણ અન્યથા વસ્તુપાલ-તેજપાલના કાળને સ્પર્શતો, સંદર્ભ હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિના ચતુર્વિશતિપ્રબંધ કિંવા પ્રબંધકોશ (સં. ૧૪૦૫ | ઈસ. ૧૩૪૯) અંતર્ગત મળે છે, જેમાં મંત્રીશ્વરે ગિરનાર પર દર્શન કરેલ દેવધામોમાં “કલ્યાણત્રય'નો પણ સમાવેશ કર્યો છે યથા :
तत्राऽप्यष्टाहिकादिविधिः प्रागिव । नाभेयभवन-कल्याणत्रय-गजेन्द्रपदकुण्डान्तिकप्रासाद-अम्बिका-शाम्ब-प्रद्युम्नशिखर तोरणादिकीर्तन दर्शनैर्मन्त्री सङ्घश्च नयनयोः स्वादुफलमार्पिपताम् ।
આ પછીના કાળ સંબંધી ઉલ્લેખ સં૧૩૯૩ | ઈ. સ. ૧૩૩૭ના અરસામાં પૂર્ણ થયેલ, બૃહદ્ ખરતરગચ્છગુર્નાવલીના ઉત્તરાર્ધમાં મળે છે : સં. ૧૩૨૬ / ઈ. સ. ૧૨૭૦માં ખરતરગચ્છીય આચાર્ય દ્વિતીય જિનેશ્વરસૂરિએ સંઘ સહ ગિરનારની યાત્રા કરેલી ત્યારે ગિરિવર પર થયેલી ધાર્મિક ક્રિયાઓમાં જુદાં જુદાં જૈન તીર્થાયતનોની માલા પહેરાવવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org