SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર લાગતું નથી. જિનહર્ષ વધુમાં નોંધે છે કે શંખોદ્ધારદ્વીપમાં તેજપાળે પ્રથમાઈનું મંદિર કરાવ્યું અને વીરધવલના શ્રેયાર્થે શંખેશ્વરનો ઉદ્ધાર કરાવ્યો. આ વાતોમાં તથ્ય હોઈ શકે છે. અહીં એકત્ર કરેલી આ વિષય પરની માહિતી ઉપરાંત પણ આ બન્ને બંધુઓનાં અન્ય સુકૃત્યો હશે જે અંગે ભવિષ્યમાં સામગ્રી ઉપલબ્ધ થશે તો પુરવણીરૂપે એક લેખ આપવા લેખકોનો સંકલ્પ છે. ટિપ્પણો : ૧. વસ્તુપાલ અને લલિતાદેવીના પુત્ર જૈત્રસિંહનો આ પુત્ર હશે? ૨. કેટલાક પ્રશસ્તિકારોનાં કથન અનુસાર ઇંદિરાની; અર્થ એક જ છે. ૩. આખંડલ મંડપ, કેટલાક પ્રશસ્તિકારોનાં કથન અનુસાર : અર્થ એક જ છે. ૪. જિનહર્ષે અહીં નિજનાયક શબ્દનો વિનિયોગ કર્યો છે. ૫. જિનહર્ષે કરેલ “નિજદેતા”નો શું અર્થ કરવો? ૬. ગોખલા સમજવાના. ૭. જાહૂ, માઉ, સાઉ, ધનદેવી, સોહગા, વયજુ અને પૌલા. ૮. જાબાલિપુર(જાલોર)ના રાજા ઉદયસિંહના મંત્રી યશોવીર વસ્તુપાલના મુરબ્બી મિત્ર હતા. બન્ને વચ્ચે અગાંધ મૈત્રી હતી એટલે યશોવરના કલ્યાણ માટે શત્રુંજય પર વસ્તુપાલે પ્રતિમાઓ ભરાવી હોય તો એ બનવાજોગ ૯. જૈત્રસિંહે તેજપાલના સ્મરણાર્થે ચાન્દોન્માનપુરમાં ગજઅશ્વની રચનાવાળો પ્રાસાદ કરાવ્યાનું જિનહર્ષ નોધે છે. આ પ્રાસાદ પણ સ્વર્ગારોહણપ્રાસાદ સમજવાનો. સ્વર્ગારોહણપ્રાસાદ સંબંધમાં એક સંશોધનાત્મક લેખ શ્રી પ્રભાશંકર સોમપુરા અને સાંપ્રત લેખક દ્વારા સ્વાધ્યાયમાં છપાઈ ચૂક્યો છે. ૧૦. અંબાજીના દેવાલયવાળું ‘અંબા’ શિખર તો એ નામથી આજે પણ ઓળખાય છે, પણ અવલોકના, શાંબ, અને પ્રદ્યુમ્ન શિખરોનાં નામ બદલાઈ જઈ આજે તો ગોરખનાથ, દત્તાત્રય, અને ઓઘડનાથના, નામથી પરિચયમાં ૧૧. વસ્તુપાલ-તેજપાલના પ્રભાસમાં કરાવેલ જૈનમંદિરની ચર્ચા આ અગાઉ “સ્વાધ્યાય' પુસ્તક, અંક ૩- (અક્ષય તૃતીયા, વિ. સં. ૨૦૨૨)માં “પ્રભાસપાટણનાં પ્રાચીન જૈનમંદિરોએ શીર્ષક તળેના સચિત્ર લેખમાં વિસ્તારથી આ લેખના લેખકો કરી ચુક્યા છે. (જુઓ અહીં એ પુનર્મુદ્રિત લેખ.) ૧૨. કહેડીગ્રામ તેમ જ લેખમાં આવતાં બીજાં કેટલાંક પ્રાચીન ગામોનાં અર્વાચીન નામો અંગે વાઘેલા યુગ પર મહાનિબંધ લખી પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર શ્રી નવીનચંદ્ર આચાર્ય સંશોધન કરી રહ્યા હતા. પછીથી એ પુસ્તક છપાઈ ગયું હતું. ૧૩. વટેમાર્ગુઓ માટે રસ્તા ઉપર હશે. ૧૪. ભરૂચ પાસે ઝઘડિયા એ ઝાંઝરિયા કદાચ હોઈ શકે. જિનહર્ષે આપેલા રામક્રમમાં તે બેસે છે ખરું? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy