SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજજયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો મુજબ ઉલ્લેખ છે : સામી વિમલનાથ તિહિ ગાજઈ નિરૂમલ સોવનમય તનું છાજઈ, રાજઈ મહિમ નિધાન; ચિંતામણિ શ્રીપાસ જિસેસર સુરતરૂ અજિતનાથ તિર્થેસર, બિહુપરિ સોવન વાન, ૧૫ પીતલમય જિન પ્રતિમા બહુવિધ સમવસરણિ શ્રીવીર ચતુર્વિધ પૂજુ પુણ્ય નિધાન; પનરનવોત્તર ફાગણ માસિઇં, વંદુ નાં સસિ ભાણ. ૧૬ (સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાવનગર સં૧૯૭૮ | ઈ. સ. ૧૯૧૨, પૃ. ૩૫.) આ પ્રમાણને હિસાબે મૂળ પ્રતિમા સોને રસેલ કે ચકચકિત પિત્તળની હશે. એમાં કહેલ પિત્તળના મહાવીરના સમવસરણનો મોટો ખંડિત ભાગ ભોંયરામાંથી પ્રાપ્ત થયો છે. આ વિમલનાથનો પ્રાસાદ ખંભાતના શ્રેષ્ઠી શાણરાજ તથા ભુંભવે કરાવેલો. તેમાં પિત્તળની પ્રતિમા હોવાનું તપાગચ્છ હેમહંસગણિની ગિરનાર ચૈત્યપરિપાટીમાં નોંધાયું છે યથા: (શો? શા)ણગર પ્રાસાદિ બિંબ પિત્તલમઈ ઠાવિઅ ૨૮” (જુઓ. પં. બેચરદાસ જીવરાજ દોશી, પુરાતત્ત્વ, ૧ ૩ એપ્રિલ ૧૯૨૩, પૃ. ૨૯૬.) ૨૧. શાણરાજ ભુંભવની મૂળ પ્રશસ્તિ ખંડિત રૂપે મળતી હોઈ તેમાં પ્રતિષ્ઠાનું જે નિશ્ચિત રૂપે વર્ષદીધું હશે તે પ્રમાણ લુપ્ત થયું છે. 22. gal Diskalkar, Inscriptions., p. 120. ૨૩. વિજયધર્મસૂરિ, પૃ. ૫૭, પાદટીપ. ઋણસ્વીકાર અહીં પ્રકટ કરેલ બન્ને ચિત્રો American Institute of Indian Studies, Varanasi Centre,ના ચિત્રકાશમાંથી પ્રાપ્ત થયાં છે. પ્રસ્તુત સંસ્થાના સહાય અને સૌજન્યનો અહીં સ્વીકાર કરું છું. ચિત્રસ્થ બન્ને પટ્ટો અગાઉ સારાભાઈ નવાબના ઉપર સંદર્ભ સૂચિત ગ્રંથમાં Plate 33, Figs 73-74 રૂપે પ્રગટ થઈ ચૂક્યાં છે; પણ એ પુસ્તક અલભ્ય હોઈ ચિત્રોને અહીં સંદર્ભ-સુવિધાર્થે પુનઃપ્રકાશિત કરવાનું યોગ્ય માન્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy