SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ગુજરાતની વિવિધલક્ષી વાસ્તુપ્રણાલીનો મધ્યકાલીન ભારતીય સ્થાપત્યના મહોદધિને સમૃદ્ધ કરવામાં ગણનાપાત્ર કહી શકાય એવો ફાળો રહ્યો છે. ગુજરાતના રાજવંશો, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, અને બહુજનસમાજે ગૂર્જરધરાને વાસ્તુકૃતિઓથી શણગારવામાં કોઈ કચાશ રાખી નહોતી. આ વિપુલ પ્રશ્રયના પ્રતાપે એની વિશિષ્ટ સ્થાપત્યશૈલી પણ પૂર્ણ વિકાસ સાધી રહી; સારાયે પશ્ચિમ ભારતમાં વ્યાપ્ત એવી આ પ્રાણવાન મરુગૂર્જર પ્રથા પોતાની આંતરિક શક્તિ, એને અનુલક્ષીને રચાયેલા વાસ્તુગ્રંથોનું શિસ્તપૂર્ણ નિયમતંત્ર, તેમ જ સતત મળેલા પ્રશ્રય અને પોષણના પ્રતાપે આજ દિવસ સુધી ટકી રહી છે. વિધર્મી શાસનના કારણે ઉત્તરાપથમાં ઘણે સ્થળે જ્યારે દેવાલય સ્થાપત્યની ગ્લાનિ થઈ ત્યારે ગુજરાત અને રાજસ્થાનમાં એનો દીપ નિષ્કપ જલતો રહ્યો. પશ્ચિમ ભારતની આ આલંકારિક અને કલાપૂર્ણ વાસ્તુપરંપરાની જ્યોતને અબાધિત, અવિરત ઉત્તેજન આપી પ્રકાશિત રાખી એની રક્ષા કરનાર, એની રચનાઓના મર્મજ્ઞ અને પ્રશંસક, એની પ્રગતિના પુરસ્કર્તા અને પોષક તો હતા એ કાળે થયેલા કલિકાલકુબેર મંત્રીશ્વર વસ્તુપાલ અને એમના લઘુબંધુ વાણિજયવીર રાજપુરુષ તેજપાલ. ગુજરાતની સ્વાધીનતા અને સંસ્કૃતિના સમર્થ સંરક્ષક, એની અસ્મિતાના અઠંગ આરાધક, દુર્જય રણવીર છતાંયે ધર્મવીર, સ્વધર્મનિષ્ઠ છતાંયે સર્વધર્મસમદર્શી, શ્રી અને સરસ્વતીના સમાન લાડીલા સચિવેશ્વર વસ્તુપાલ અને ધર્મધુરંધર તેજપાલનાં સદ્ધર્મકૃત્યોની સવિસ્તર નોંધ એમના સમકાલીન પ્રશંસકો અને વિદ્યાશ્રિતોએ રચેલાં કાવ્યો અને પ્રશસ્તિઓ તેમ જ ચરિત્રચિત્રણમાંથી વિગતે મળી આવે છે. ઉત્તરકાલીન લેખકો પણ વસ્તુપાલ-તેજપાલની ધર્મવિષયક પ્રવૃત્તિઓનું સવિસ્તર, કેટલીક વાર અતિશયોક્તિભર્યું, વર્ણન કરતાં ચૂક્યા નથી. એ તમામ ગ્રંથસાધનોનાં નિરીક્ષણ, પરીક્ષણ, અને વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થતી અંતિમ અને વિશ્વસ્ત માહિતીના આધારે એટલું ચોક્કસ નિશ્ચિત થાય છે કે એમણે નિર્માણ કરાવેલ પ્રાસાદો અને પ્રતિમાઓ, વાપીઓ અને જલાશયો, પ્રાકારો અને પ્રકીર્ણ રચનાઓની સંપૂર્ણ યાદી સ્તબ્ધ કરે એવી વિસ્તૃત અને વિગતપૂર્ણ છે. સમ્રાટો પણ સવિસ્મય લજ્જિત બન્યા હશે એટલી વિશાળ સંખ્યામાં વાસ્તુ અને શિલ્પની રચનાઓ આ મહાન બંધુઓ દ્વારા થયેલી છે. અગાઉ કોઈ એક લેખમાં આ મહત્ત્વપૂર્ણ વિષય પર પૂર્ણ અને તલસ્પર્શી આલોચના થયેલી જાણમાં ન હોઈ અહીં એની વિગતવાર ચર્ચા કરવા વિચાર્યું છે. આ રસપ્રદ વિષય પર પ્રકાશ પાડનાર સાધનોમાં મુખ્યત્વે નીચેનાં ગ્રંથ અને પ્રશસ્તિ રચનાઓનો આધાર અહીં લેવામાં આવ્યો છે : (૧) કવિ સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી (ઈ. સ. ૧૨૨૧ આસપાસ), (૨) જયસિંહસૂરિરચિત શકુનિકાવિહારપ્રશસ્તિ' (ઈ. સ. ૧૨૩૦ પૂર્વે), (૩)-(૪) નાગેન્દ્રગચ્છીય ઉદયપ્રભ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy