________________
૧૧
)
a
न्यायावतार - आदिवाक्यम्
५. तदुत्पत्तितदाकारताभ्यामिति चेत्, केयं तदुत्पत्तिर्नाम | तज्जन्यतेति चेत् । प्रतिक्षणं भगुरत्वे सैव दुरुपपादेत्याचक्ष्महे |
६. तथा हि-क्षणनश्वरोऽर्थः स्वक्षणे पूर्वं पश्चाद् वा कार्यं कुर्यादिति त्रयी गतिः । तत्र न तावदाद्यः पक्षः कक्षीकरणीयः, समकालभाविनि व्यापाराभावात्, इतरथैकक्षणवर्तिनां समस्तार्थक्षणानामितरेतरं कार्यकारणभावः प्रसज्येत, तथा च तत्प्रयुक्तो ग्राह्यग्राहकभावश्चेत्यसमञ्जसमापनीपद्येत । अथ स्वक्षणात्पूर्वम्, अचारु एतदपि, स्वयमसतो भविष्यच्छङ्ख
–૦નાયરશ્મિ - એથી શબ્દમાં પણ વાચ્ય-વાચકભાવરૂપ સંબંધ રહેલો જ છે, તો પછી પ્રત્યક્ષ પ્રમાણ અને શબ્દ અપ્રમાણ, એવો ખોટો પક્ષપાત શા માટે ?
બૌદ્ધઃ- શબ્દ અને અર્થ વચ્ચે વાચ્ય-વાચક સંબંધ કઈ રીતે ?
જૈન- અધ્યક્ષ અને અર્થ વચ્ચે ગ્રાહ્ય-ગ્રાહક સંબંધ કઈ રીતે ? – એ પ્રશ્નનો તમે શું જવાબ આપશો ?
બૌદ્ધ - પ્રત્યક્ષ અને અર્થ વચ્ચે તો તદુત્પત્તિ-તદાકારતા બંને સંબંધ હોવાથી ગ્રાહ્ય-ગ્રાહક સંબંધ માનીએ છીએ.
જૈનઃ- તમે તદુત્પત્તિ-તદાકારતા રૂપ સંબંધના આધારે ગ્રાહ્ય-ગ્રાહકભાવની વ્યવસ્થા કરી છે, પરંતુ બૌદ્ધના ક્ષણિકમતે (૧) તદુત્પત્તિ, કે (૨) તદાકારતા બંને સંબંધ ઘટી શકતા નથી. તે આ રીતે
૦ (૧) તદુત્પત્તિ સંબંધની જ અશક્યતા ૦ (૬) તદુત્પત્તિ સંબંધથી અર્થથી પ્રત્યક્ષની ઉત્પત્તિ થાય, એમ તમારું માનવું છે. પણ ક્ષણિક પદાર્થ પ્રત્યક્ષરૂપ કાર્ય ક્યારે કરે ? સ્વક્ષણમાં (અર્થાતુ પોતે જે ક્ષણમાં ઉત્પન્ન થયો તે ક્ષણમાં),
પૂર્વેક્ષણમાં તે પોતાની ઉત્પત્તિની પહેલાની ક્ષણમાં), કે ઉત્તરક્ષણમાં પોતાની ઉત્પત્તિની પછીની ક્ષણમાં) - આ ત્રણેય વિકલ્પોમાં અર્થ તે પ્રત્યક્ષરૂપ સ્વકાર્ય કરી શકતો નથી તે આ રીતે
(A) જે ક્ષણે પદાર્થ પોતે ઉત્પન્ન થાય છે, તે જ ક્ષણે ઉત્પન્ન થતી બીજી વસ્તુને ઉત્પન્ન કરવાનો વ્યાપાર તે કરી શકે નહીં (અર્થાત્ તેનું કારણ બની શકે નહીં), કારણ કે એવું માનવામાં તો એક સાથે ઉત્પન્ન થયેલ સર્વ વસ્તુઓ વચ્ચે કાર્ય-કારણભાવ માનવો પડે અને તો બધા વચ્ચે ગ્રાહ્ય-ગ્રાહકભાવ માનવો પડે અને એથી તો ઘટાદિ પણ ગ્રાહક બની જાય, જે અત્યંત અયુક્ત છે. માટે “અર્થ તે સ્વક્ષણમાં જ પ્રત્યક્ષરૂપ કાર્ય કરે” –એ પ્રથમવિકલ્પ અયુક્ત છે.
(B) વર્તમાન ક્ષણમાં તેનું પોતાનું જ અસ્તિત્વ ન હોવાથી, જેમ આગામી શંખચક્રવર્તીનો વર્તમાનક્ષણીય કોઈપણ વસ્તુ વિશે વ્યાપાર થતો નથી, તેમ વર્તમાનક્ષણગત પદાર્થનું, પૂર્વક્ષણે અસ્તિત્વ ન હોવાથી પૂર્વેક્ષણગત કોઈપણ વસ્તુ વિશે વ્યાપાર થતો નથી. તેથી ક્ષણિક પદાર્થ પોતાની
-अर्थसंप्रेक्षण(९) त्रयीति । त्रयोऽवयवा रूपाणि यस्यां गतौ । गतिरिति प्रकारः |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org