________________
૨૨૬
न्यायावतार - श्लो. २९ कारित्वप्रतिपादनं नास्मद्बाधाकरम्, पर्यायाणां क्रमभावितया वर्तमानपर्यायालिङ्गितस्यैव द्रव्यस्यार्थक्रियाकरणचतुरत्वात्, केवलं तत्रिकालव्यापि द्रष्टापि द्रव्यरूपतया यथाभूत एव, ततश्च क्षणिकपर्यायतिरोधानद्वारेण तद्रूपसंकलनात् स्थिरमेवेदं समस्तक्रियासु व्याप्रियते इति प्रतीतिवीथीमवतरति, स्थैर्यस्यापि तात्त्विकत्वात्, क्षणिकपर्यायाणां विद्यमानानामप्यग्रहणात्, प्राकृतलोकज्ञानस्यावरणक्षयोपशमापेक्षितया कतिचिदंशविषयत्वात् । यदि पुनर्द्रव्यबुद्धिः पर्यायपरंपरादर्शनबलायातत्वादतात्त्विकी कल्प्येत, तदा पूर्वपर्यायस्योत्तरपर्यायोत्पादने 'सान्वयत्वं निरन्वयत्वं वा वक्तव्यम्, गत्यन्तराभावात् । 'सान्वयत्वे द्रव्यं 'पर्यायान्तरेणाभिहितं स्यात्, निरन्वयत्वाच्च पुनर्निर्हेतुतयोत्तरपर्यायानुत्पादप्रसङ्गः । तन्नोभयरूपवस्तुव्यतिरेकेणार्थक्रियासिद्धिः।
–૦નાયરશ્મિ – હોવાના કારણે, વર્તમાન ક્ષણ જ અર્થક્રિયા કરનાર છે – એ પ્રમાણેનું પ્રતિપાદન અમારા બાધ માટે થતું નથી, કારણ કે પર્યાયો ક્રમથી જ થાય છે. તેથી વર્તમાન પર્યાયથી યુક્ત દ્રવ્ય જ અર્થક્રિયા કરવામાં ચતુર છે, એવું જ અમે માનીએ છે. માત્ર ત્રણ કાળમાં રહેનારો દષ્ટા પણ દ્રવ્યરૂપથી તેવો જ રહે છે. તેથી ક્ષણિક પર્યાયોના તિરોધાન દ્વારા વસ્તુના સ્વરૂપનું સંકલન થતું હોવાના કારણે સ્થિર પદાર્થ જ સમસ્ત અર્થક્રિયામાં વ્યાપાર કરે છે એમ પ્રતીતિના માર્ગમાં અવતરણ થાય છે. તેથી ક્ષણિક પર્યાયોની જેમ સ્થિરતા પણ દ્રવ્યમાં તાત્ત્વિક જ છે, ક્ષણિક પર્યાયો પણ ત્યાં વિદ્યમાન હોવા છતાં તેનું ગ્રહણ થતું નથી.
શંકા- દ્રવ્યમાં બન્ને અંશો વિદ્યમાન હોવા છતાં, એકનું ગ્રહણ થાય, અને અન્યનું નહી એવું કેમ?
સમાધાન - સામાન્ય લોકોનું જ્ઞાન તે આવરણના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે, તેથી જે અંશમાં ક્ષયોપશમ થયો હોય તેટલા જ અમુક અંશોને જ્ઞાન વિષય કરે છે. જો તમે દ્રવ્યની બુદ્ધિન, પર્યાયની પરંપરાના દર્શન દ્વારા ઉત્પન્ન થયેલ હોવાના કારણે અતાત્ત્વિક માનશો, તો પછી અમે તમને પૂછીએ કે પૂર્વપર્યાય ઉત્તરપર્યાયને ઉત્પન્ન કરે તો તે સાન્વય ઉત્પન્ન કરે છે કે નિરન્વય ઉત્પન્ન કરે ? આ બે સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી. જો સાન્વય એટલે પૂર્વ-ઉત્તરપર્યાયમાં વાસ્તવિક રીતે સત્તા રાખનાર એવો કોઈ પદાર્થ સ્વીકાર કરશો તો તે સિદ્ધસાધન જ છે. દ્રવ્યને માત્ર તમે શબ્દ બદલી સાન્વય એવા નામથી જણાવ્યું છે, એના માત્રથી વસ્તુ બદલાઈ જતી નથી અને જો નિરન્વય એટલે પૂર્વ અને ઉત્તર પર્યાયની વચ્ચે કોઈ સંબંધ નથી, એમ સ્વીકારશો તો પછી ઉત્તરપર્યાયની ઉત્પત્તિમાં કોઈ કારણ જ વિદ્યમાન ન હોવાથી, તેની ઉત્પત્તિ જ નહીં થાય. તેથી દ્રવ્ય-પર્યાયોભયાત્મક વસ્તુને સ્વીકાર કર્યા વિના અર્થક્રિયા ઘટી શકતી નથી.
–૦૩૫ર્થસંપ્રેક્ષા(૨૮૬) વીથ મમ | ‘પર્યાયાન્તરે નામાન્તરેખ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org