________________
ર૭૮
ન્યાયાવતાર જી २४५. किं च अत्यन्तव्यतिरेके सामान्यविशेषयोः 'वृक्षं छिन्द्धि' इति चोदितः किमिति तद्विशेषे पलाशादौ छेदं विधत्ते? तत्र तस्य समवायादिति चेन्न, समवायग्राहकप्रमाणाभावात्, भावेऽपि विश्लिष्टयोरभेदबुद्ध्युत्पादनाक्षमत्वात्, तस्यापि व्यतिरिक्ततया पदार्थान्तराविशेषात् नित्यत्वैकत्वसर्वगतत्वादिभिश्च सर्वत्र तत्करणप्रसङ्गात् ।।
२४६. यत्पुनरवादी: 'यदुत यदि सामान्यं विशेषनिष्ठम्, विशेषो वा सामान्यव्याप्तः समुपलभ्येत, ततो विविक्तयोस्तयोः क्वचिदनुपलम्भात् योऽयं विविक्तः सामान्यविशेषेषु चाभिधानार्थक्रियालक्षणो व्यवहारः स समस्तः प्रलयं यायाद्, लोलीभावेन तद्विवेकस्य कर्तुमशक्यत्वात', तदप्यसमीचीनम् | यतो यद्यपि परस्पराविविक्तयोः सामान्यविशेषयोः सर्वत्रोपलम्भः, तथापि यत्रैव प्रमातुरर्थित्वं तदेव सामान्यम्, विशेषान्वा प्रधानीकृत्य तद्गोचरं
–૦નાયરશ્મિ - થી શૂન્ય હોવાથી વાહ, દોહ વગેરે ક્રિયાને કરી શકતું નથી, તેમ આ ગાય પણ ગોત્વરહિત હોવાથી વાહ, દોહ વગેરે કાર્યને નહીં કરે. તેથી વસ્તુને સામાન્ય - વિશેષ ઉભયાત્મક જ સ્વીકારવી જોઈએ.
(૨૪૫) વળી બીજું એ કે સામાન્ય-વિશેષ જો અત્યંત ભિન્ન હોય, તો પછી ‘વૃક્ષને કાપો' આમ બોલતે છતે, તે વ્યક્તિ વૃક્ષ વિશેષ એવા પલાશ વગેરેને છેદવા માટે શા માટે પ્રવૃત્તિ કરે છે? જો એમ કહેવામાં આવે કે પલાશ વગેરે વૃક્ષ વિશેષમાં વૃક્ષત્વ સમવાય સંબંધથી રહેલ છે, તેથી વૃક્ષને કાપો એમ બોલતા તે પલાશને કાપવા માટે પ્રવૃત્તિ કરે છે પણ તે યોગ્ય નથી, કારણ કે આ વાતનો મૂળ આધાર છે સમવાય, પરંતુ આ સમવાયને ગ્રહણ કરનાર કોઈપણ પ્રમાણ વિદ્યમાન જ નથી. તેથી તેના આધારે આ પ્રતીતિની સિદ્ધિ ન થઈ શકે. કદાચ તુષ્યતુ દુર્જન ન્યાયથી સમવાયની કોઈપણ પ્રમાણથી સિદ્ધિ સ્વીકારી પણ લઈએ, તો પણ જે ભેદવાળા પદાર્થો છે, તેઓમાં પલાશ એ જ વૃક્ષ છે એવી અભેદ બુદ્ધિને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તેઓમાં રહેલ નથી, કારણ કે સમવાય પણ અન્યપદાર્થોની જેમ ભિન્ન હોવાથી અભેદ બુદ્ધિ ન કરાવી શકે. વળી તમારા દર્શનાનુસારે તો સમવાય નિત્ય, એક અને સર્વગત છે. તેથી સમવાય તો સર્વ ઠેકાણે હોવાથી સર્વ વસ્તુની સાથે તેનું જોડાણ છે, સર્વવસ્તુમાં અભેદ બુદ્ધિ કરાવશે. આથી લોકપ્રસિદ્ધ વ્યવહારનો લોપ થઈ જશે. માટે સામાન્યવિશેષોભયાત્મક જ વસ્તુ છે એમ નિશ્ચિત રૂપે જાણવું જોઈએ.
(૨૪૬) તથા તમે જે આ પૂર્વમાં કહ્યું હતું કે, કે સામાન્ય જો વિશેષમાં રહેલું હોય અથવા વિશેષ તે સામાન્યથી વ્યાપ્ત હોય, તો પછી ભિન્ન-ભિન્ન સ્વરૂપે તેઓની કોઈપણ ઠેકાણે ઉપલબ્ધિ ન થતી હોવાના કારણે, તેઓને આશ્રયીને જે ભિન્ન નામ, અર્થક્રિયા વગેરે વ્યવહાર દેખાય છે તે સર્વ નષ્ટ થઈ જશે. બન્ને એક-બીજામાં એકમેક થઈ ગયેલ હોવાથી, તેને જુદું પાડવું શક્ય નહીં રહે. તેથી તેમને ભિન્ન સ્વીકારવા જોઈએ ૯ તે પણ સમીચીન નથી, કેમકે યદ્યપિ પરસ્પરથી અભિન્ન સ્વરૂપે સામાન્ય-વિશેષની જ સર્વ ઠેકાણે ઉપલબ્ધિ થાય છે, તો પણ જે વિષયમાં પ્રમાતાનું અર્થિપણું હોય, તે સામાન્ય અથવા વિશેષોને પ્રધાન કરીને, તેના વિષયક શબ્દ અથવા અર્થક્રિયાને તે પ્રવર્તાવે છે. જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org