________________
न्यायावतार श्लो० २९
-
Jain Education International
प्रतिभान्ति, न व्याप्याकारः, न च तेऽपि स्वांशव्यापिनः प्रतिभान्ति, तदवयवानामपीतरेतरविशकलितरूपाणां प्रतिभासता तावत् यावत्परमाणव एव प्रथन्ते, व्यापिरूपस्य विचाराक्षमत्वादित्युक्तप्रायम् । नाप्यनुमानात्स्थिरस्थूरवस्तुसिद्धिः, प्रत्यक्षपरिगृहीतं हि संबन्धमासाद्यानुमानं प्रवर्तते, यदा च तत्क्षणभङ्गुरविविक्तांशग्रहणचातुर्यमाबिभ्रद् दर्शितं तदानुमानमपि तत्प्रतिबन्धमूलकं तद्गोचरमेव पारंपर्येण प्रतिष्ठापयति, ३४५ स्वप्रतिभासिनो रूपस्यालीकतया ३४६ तत्प्रतिष्ठापन द्वारेणैव 'तस्य प्रामाण्यात् ।
રૂપાળુ.
२३४. ननु च ३४८स्मरणप्रत्यभिज्ञानादीनि स्थिरस्थूरवस्तुव्यतिरेकेण नोपपद्यन्ते, पूर्वमदृष्टे વન્યાયરશ્મિ –
-O
માથુ, ડોક વગેરે અવયવો પરસ્પર ભિન્ન સ્વરૂપે જ પ્રતિભાસિત થાય છે. તેનાથી વ્યાપ્ય એવું શરીર તો દેખાતું નથી. તથા આ હાથ, પગ વગેરે અવયવો પણ પોતાના અવયવોમાં વ્યાપીને રહેનારા છે એવું દેખાતું નથી, પણ તેના પણ એક-બીજાથી ભિન્ન સ્વરૂપે રહેલા અવયવોનો જ પ્રતિભાસ થાય છે. તેના અવયવોમાં પણ, એ જ પ્રકારે જાણવું, આમ જ્યાં સુધી પરમાણુ ન આવે ત્યાં સુધી તેના અવયવો કહેવા અને તે સર્વે એક-બીજાથી ભિન્ન-ભિન્ન સ્વરૂપવાળા જ છે. પોતાના અવયવોમાં વ્યાપીને ૨હેવાપણું કોઈપણ રીતે ઘટતું નથી, એ તો અમે પહેલા જ જણાવ્યું છે.
૦ અનુમાન દ્વારા પણ સ્થિર-સ્થૂલ પદાર્થસિદ્ધિ ૦
વળી અનુમાન દ્વારા પણ સ્થિર, સ્થૂલ એવા પદાર્થની સિદ્ધિ થઈ શકતી નથી. તે આ પ્રમાણેઃપ્રત્યક્ષ દ્વારા ગ્રહણ કરાયેલ વ્યાપ્તિ રૂપ સંબંધને પ્રાપ્ત કરીને, અનુમાનની પ્રવૃત્તિ થાય છે. પ્રત્યક્ષ તો ક્ષણભંગુર, પરસ્પર ભિન્ન-ભિન્ન રહેલા એવા અંશોને ગ્રહણ કરવામાં ચતુર છે, એ તો હમણા જ ઉપર સિદ્ધિ કરી. તે પ્રત્યક્ષના આધારે જ ઉત્પન્ન થતું અનુમાન પણ પરંપરાએ પ્રત્યક્ષ દ્વારા ગૃહીત કરાયેલા વિષયની જ સિદ્ધિ કરે છે. અનુમાનના વિષય તરીકે સામાન્ય પદાર્થ છે. સામાન્ય પદાર્થ અલીક હોવાના કારણે તેનું પ્રમાણ્ય સ્વીકારાયું નથી, પરંતુ પરંપરાએ પ્રત્યક્ષના ક્ષણભંગુર સ્વલક્ષણ પદાર્થનું પ્રતિષ્ઠાપન (સિદ્ધિ) કરવા દ્વારા તેનું પ્રામાણ્ય રહેલું છે. તેથી સ્થિર-સ્થૂલ એવા પદાર્થોની કોઈપણ પ્રકારે સિદ્ધિ થઈ શકતી નથી.
(૨૩૪) શંકાઃ- ‘તે દેવદત્ત હતો', ‘આ તે જ દેવદત્ત છે' વગેરે સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન, સ્થિર-સ્થૂલ વસ્તુને સ્વીકાર કર્યા વિના ઘટી શકે નહીં, કારણ કે જે વસ્તુને પહેલા દેખેલી તે જ વસ્તુને ફરી દેખતાં સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે, એટલે સ્થિર જોઈએ. પુરુષ વગેરે અવયવીને આશ્રયીને (અવયવને આશ્રયીને નહીં) પ્રત્યભિજ્ઞાન થતું દેખાય છે, એટલે સ્થૂલ જોઈએ. -अर्थसंप्रेक्षण:
(३४५) स्वप्रतिभासिनः सामान्यस्य । ( ३४६) तत्प्रतिष्ठापनद्वारेण अध्यवसायवशात्स्वलक्षणव्यवस्थापनद्वारेण । ( ३४७) तस्य अनुमानस्य । ( ३४८) स्मरणप्रत्यभिज्ञादीति । आदिशब्दात् संकलनाज्ञानादिग्रहः ।
२६३
For Personal & Private Use Only
www.jainelibrary.org