SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ २२४. अथवा स्वदर्शनान्तःपातिनः प्रति अनेनैव गोचरकथनेनोपलक्षणत्वाल्लक्षणादीन्यपि लक्षयति । तत्र प्रमाणप्रतिपन्नार्थैकदेशपरामर्शो नय इति लक्षणम्, सर्वनयविशेषानुयायित्वात्पररूपव्यावर्तनक्षमत्वाच्चास्य । संख्यया पुनरनन्ता इति, अनन्तधर्मत्वाद्वस्तुनः, तदेकदेशधर्मपर्यायावसिताभिप्रायाणां च नयत्वात्, तथापि चिरंतनाचार्यैः सर्वसंग्राहिसत्ताभिप्रायपरिकल्पनाद्वारेण सप्त नयाः प्रतिपादिताः । तद्यथा - नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दसमभिरूढैवंभूता नयाः इति । अतोऽस्माभिरपि ते एव वर्ण्यन्ते । कथमे सर्वाभिप्रायसंग्राहकाः इति चेत्, उच्यते । अभिप्रायस्तावदर्थद्वारेण शब्दद्वारेण वा प्रवर्तेत, ન્યાયરશ્મિ ૦ ૦ (૨૨૪) નયનું લક્ષણ, સંખ્યા વગેરેનું પ્રતિપાદન ૦ 165 અથવા ભલે ૫૨દર્શનકારોને નયસ્વરૂપ ધર્મી અસિદ્ધ હોય, પરંતુ સ્વદર્શનવાળાને તો નયરૂપ ધર્મી સિદ્ધ છે, તેથી તેના વિષયનું પ્રતિપાદન કરવા દ્વારા ઉપલક્ષણથી લક્ષણ, સંખ્યા, ફળ વગેરેને પણ અહીં જણાવે છે. न्यायावतार લક્ષણઃ- અસાધારણ ધર્મ લક્ષણ બને છે. તેથી પ્રમાણ દ્વારા જણાયેલ અનંતધર્માત્મક વસ્તુના એક દેશની વિચારણા જે કરે તે નય કહેવાય છે. આ લક્ષણ થયું, કારણ કે આ લક્ષણ જેટલા પણ નયો છે તેમાં અનુગત રૂપે રહેનાર છે તેથી અવ્યાપ્તિ નથી તથા પ્રમાણમાં રહેતું નથી, એટલે પરરૂપથી વ્યાવૃત્ત હોવાના કારણે અતિવ્યાપ્તિ પણ આવતી નથી. માટે આ નયનું લક્ષણ નિર્દષ્ટ છે. સંખ્યાઃ- આ નયોની સંખ્યા અનંતી છે. વસ્તુ અનંતધર્માત્મક છે અને એક-એક ધર્મને જણાવનાર નય કહેવાય છે. તેથી આ સંખ્યા યોગ્ય જ છે. પૂર્વાચાર્યોએ પણ કહ્યું છે કેઃ जावइया वयणपहा, तावइया चेव हुंति नयवाया। जावइया नयवाया, तावइया चेव हुंति परसमया ।। છતાં પણ પૂર્વાચાર્યો વડે સર્વ અભિપ્રાયોને સંગ્રહ કરનારા અભિપ્રાયોની અપેક્ષાએ સાત નયોનું પ્રતિપાદન કરાયું છે. તે આ પ્રમાણેઃ- નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. પૂર્વાચાર્યોએ આ પ્રમાણે સાત નયોનું પ્રતિપાદન કરેલ હોવાથી ટીકાકાર મહર્ષિ પણ તે જ પ્રમાણે પ્રતિપાદન કરે છે. શંકાઃ- વસ્તુના અંશને ગ્રહણ કરનારા અભિપ્રાયો તો અનંતા છે, તો પછી સર્વનો સંગ્રહ સાતમાં કેવી રીતે થઈ જાય ? Jain Education International ० शास्त्रसंलोक: (165) "नयाश्चानन्ता, अनन्तधर्मत्वाद् वस्तुनः, तदेकधर्मपर्यवसितानां वक्तुरभिप्रायाणां नयत्वात् । तथा च वृद्धा, जावइआ वयणपहा तावइया चेव हुंति नयवाया इति । तथापि चिरन्तनाचार्यैः सर्वसंग्राहिसप्ताभिप्रायपरिकल्पनाद्वारेण सप्त नयाः प्रतिपादिताः । .ये च शब्दविचारचतुरास्ते શબ્દાવિનયત્રયે કૃતિા - સ્વા. મં. ન. ૨૮, પૃ. ૨૭૪૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy