________________
૧૬૨
)
૨૩૮
न्यायावतार - श्लो० १८ हि प्रतिपाद्योऽद्यापि संबन्धं साध्याविनाभावित्वलक्षणं नावबुध्यते; तदा प्रमाणेन संबन्धो ग्राहणीयः, न दृष्टान्तमात्रेण, न हि सहदर्शनादेव क्वचित्सर्वत्रेदममुना विना न भवतीति सिध्यति, अतिप्रसङ्गात् । गृहीते च प्रतिबन्धे स्मर्यमाणे केवलं हेतुर्दर्शनीयः, तावतैव बुभुत्सितार्थसिद्धेदृष्टान्तो न वाच्यः, वैयर्थ्यात् । यदा तु गृहीतोऽपि विस्मृतः कथंचित् संबन्धः, तदा तत्स्मरणार्थं दृष्टान्तः कथ्यते । ___१६०. ननु च कथं त्रिकालसमस्तदेशव्यापिसंबन्धावगतिः ? न तावन्निर्णयात्मकमपि प्रत्यक्षं देशकालान्तरसंचरिष्णुनोः साध्यसाधनयोः संबन्धं निरीक्षितुं क्षमते, संनिहितेऽर्थे विशदाध्यवसायेन प्रवृत्तेः । 'नापि शब्दात्तनिर्णय:, २३९तस्य परोपदेशरूपतया स्वार्थानुमाना
–૦ન્યાયરશ્મિ – માત્રથી જ વ્યાપ્તિનો નિશ્ચય થઈ જતો હોય, તો પછી ઘટની ઉત્પત્તિ વખતે કોઈવાર હાજર રહેતા ગધેડાને પણ, ઘટની ઉત્પત્તિ પ્રત્યે કારણ માનવાનો અતિપ્રસંગ આવશે. તેથી વ્યાપ્તિ જેને ગ્રહણ કરી નથી તેવા વ્યક્તિને પ્રમાણ વડે પહેલા વ્યાપ્તિગ્રહણ કરાવવું જોઈએ. વ્યાપ્તિ ગૃહીત થયા બાદ જો વ્યક્તિ વ્યાપ્તિને ભૂલી ન ગયો હોય, તો તેને માત્ર હેતુ દ્વારા જ પરાર્થાનુમાન કરાવવું જોઈએ, કારણકે એટલા માત્રથી જ તેમના ઈચ્છિત સાધ્યની સિદ્ધિ થઈ જતી હોવાથી, ત્યાં દૃષ્ટાંતને જણાવવું નિરર્થક છે. દૃષ્ટાંત હોવા - નહીં હોવામાં તેને કાંઈ ફરક પડતો નથી, સાધ્યની સિદ્ધિ સ્વરૂપ કાર્યની નિષ્પત્તિ તો થઈ જાય છે.
તેથી જે પ્રમાતાએ પહેલા વ્યાપ્તિને ગ્રહણ કરી હતી, પરંતુ હમણા બુદ્ધિના દોષથી તે ભૂલી ગયો હોય, તેને અવિનાભાવ સંબંધનું સ્મરણ કરાવવા માટે, દૃષ્ટાંતનો પ્રયોગ કરવો જોઈએ. ત્યાં જ દૃષ્ટાંતની સાર્થકતા કહેવાયેલી છે.
(૧૦૦) ઉહ પ્રમાણની સિદ્ધિ
૦ વ્યાપ્તિગ્રાહક પ્રમાણનો અભાવ - પૂર્વપક્ષ... ૦ પૂર્વપક્ષ - તમે અહીં કહ્યું કે, જેને સંબંધ ગ્રહણ કર્યો નથી તેને પ્રમાણ વડે સંબંધ ગ્રહણ કરાવવો, પરંતુ અમને એ ખબર નથી પડતી કે, અતીત-અનાગત-વર્તમાન એ ત્રણે કાળમાં રહેનાર તથા સર્વ દેશમાં રહેનાર હેતુ અને સાધ્યના સંબંધનું ગ્રહણ શેનાથી થાય ? (૧) પ્રત્યક્ષ, (૨) શબ્દ, કે (૩) અનુમાનથી ? - તેમાં જે નિર્ણયાત્મક અર્થાત્ સવિકલ્પપ્રત્યક્ષ છે તે તો સર્વકાળ - સર્વદેશ સંબંધી સાધ્ય-સાધનની વ્યાપ્તિને ગ્રહણ કરવા માટે સમર્થ નથી, કારણ કે પ્રત્યક્ષનું સામર્થ્ય માત્ર સંનિહિત, વર્તમાન પદાર્થને ગ્રહણ કરવાનું છે. તે દૂરદેશાત્તરવર્તી પદાર્થોને ગ્રહણ કરવા માટે દક્ષ નથી. શબ્દથી પણ સંબંધનો
अर्थसंप्रेक्षण (२३८) तन्निर्णयः संबन्धनिर्णयः । (२३९) तस्येत्यादि । शब्दस्य परोपदेशरूपतया कृत्वा शब्दजन्यज्ञानस्य स्वार्थानुमानत्वं भवतीत्याह-तत्रेत्यादि ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org