________________
૧૨35
न्यायावतार - श्लो०६ सामस्त्येन, प्रत्यवयवं परिसमाप्तरूपतयावयविबहुत्वप्रसङ्गात् ।
११६. भेदपक्षे दोषोऽयम्, अभेदपक्षे नास्तीति चेत्, न, तत्राप्यवयवमात्रम् अवयविमात्रं वा स्यात्, इतरेतराव्यतिरिक्तत्वात्, इतरेतरस्वरूपवत् । किं च समस्तावयवव्यापिनोऽवयविनोऽभ्युपगमे पटादेरेकदेशरागकम्पदर्शनादिषु सकलरागकम्पदर्शनादीनि दुर्निवाराणि स्युः, एकस्य रागारागादिविरुद्धधर्माध्यासायोगादिति । नाप्यवयवरूपोऽर्थो विचारगोचरचारी, करचरणशिरोग्रीवादीनामवयवानां स्वावयवापेक्षया अवयविरूपतया तदूषणेनैवापास्तत्वात् । ___ ११७. परमाणूनां निरंशतया अवयवत्वमुपपद्यत इति चेत्, न, तेषामपि १८२दिकषट्कसंबन्धेन
–૦નાયરશ્મિ બે કારણ કે અવયવી દરેક અવયવોમાં સામત્યેન રહેતો હોવાથી અવયવો જેટલા અવયવી થઈ જશે અને તેથી તો અવયવી અનેક માનવા પડશે.
(૧૧) પ્રશનઃ- આ બધા દોષો તો અવયવ-અવયવીને બિલકુલ ભિન્ન માનવાથી આવે છે, પણ જો અભિન્ન માનવામાં આવે તો દોષ નહીં રહે.
ઉત્તરઃ- અભેદ પક્ષમાં પણ દોષો તો આવે જ છે, કારણ કે બંનેનો અભેદ માનવામાં, કાં તો અવયવ શેષ રહેશે અથવા કાંતો અવયવી શેષ રહેશે. અભિન્ન હોવાથી જેમ પોતાના સ્વરૂપનો અલગથી પ્રતિભાસ નથી થતો, તેમ અવયવ-અવયવીનો પણ અલગથી પ્રતિભાસ ન થઈ શકે
બીજી વાત, એક જ અવયવી પોતાના સમસ્ત અવયવોમાં વ્યાપીને રહે છે – એમ માનવામાં દોષ એ આવે કે પટાદિના અમુકદેશ કે અમુકભાગમાં લાલ વગેરે રંગો જોતા કે અમુકભાગમાં કમ્પ, હલન, ચલન જોતા સંપૂર્ણ અવયવીના સર્વ ભાગમાં લાલ વગેરે રંગ અને કમ્પન દેખાવા લાગશે, કારણ કે અવયવીને તો તમે એક માનો છો અને એક જ અવયવીમાં અમુકભાગે રંગ અને અમુકભાગે રંગનો અભાવ - એમ પરસ્પર વિરોધી ધર્મોનું અવસ્થાન ન થઈ શકે, માટે અવયવીરૂપ પ્રથમ પક્ષ તો ન ઘટે.
(૨) બાહ્ય પદાર્થ અવયવરૂપ છે - તે પણ વિચાર કરતાં ઘટતું નથી, કારણ કે હાથ, પગ, માંથ, ગળું વગેરે શરીરના અવયવો પણ, પોત-પોતાના અવયવોની અપેક્ષાએ તો અવયવી જ છે,માટે અવયવીપક્ષભાવી બધા દોષો અહીં આવશે.
(૧૧૭) પ્રશ્નઃ- પરમાણુમાં તો કોઈ અંશ નથી, માટે તે તો અવયવ રૂપ મળશે જ ને ?
ઉત્તર:- ના, પરમાણુની પણ નિરંશતા ઘટતી નથી, કારણ કે છ દિશાના સંબંધથી પરમાણુના પણ છે અંશો પડે છે. જો છ દિશા (પૂર્વ પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે) સાથે સંબંધ જ નહીં હોય, તો પરમાણુ ક્યાંય રહી જ નહીં શકે. તેથી જો સાંશ માનશો તો તે પણ અવયવી રૂપ બની જતાં, અવયવીપક્ષગત બધા દોષો યથાવસ્થિત જ રહેશે.
–૦૫ર્થસંપ્રેક્ષ૦(१८२) दिक्षट्केत्यादि । षड्दिसंबन्धान्यथानुपपत्त्या परमाणूनां सावयवतेत्यभिप्रायः |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org