________________
૧૦૬
९५. अभ्रान्तत्वमपि न जाघटीति, भवदभिप्रायेण स्थिरस्थूरार्थग्राहिणः संवेदनस्य विपर्यस्तरूपत्वात्, तद्विपरीतस्य तु स्वप्नकालेऽप्यप्रकाशमानत्वात् । तद्यदि यथावस्थितार्थग्राहित्वमभ्रान्तत्वम्, तन्न संभवत्येव, विविक्तक्षणक्षयिपरमाणूनां कदाचिदप्यप्रतिभासात्, तेषां च पारमार्थिकत्वात् । अथ व्यावहारिकाभिप्रायेण यदिदं घटादिकं स्वलक्षणमर्थक्रियाक्षमम्, तत्र यन्न भ्राम्यति तदभ्रान्तमित्यभिप्रेतम्, तर्हि कल्पनापोढपदमुत्सारणीयम्, इदानीमनेन सहावस्थानाभावात् । व्यवहारावतारिणो घटादिस्वलक्षणस्य निर्णयेनैव ग्रहणात्, व्यवहाराप्रवृत्तेः, दृष्टस्याप्यदृष्टानतिशयनात् । तस्मात् व्यवसायात्मकमध्यक्षमित्येतदेव चार्विि સ્થિતમ્ ||
१६५ अन्यथा
न्यायावतार श्लो० ४
-
(૯૫) બૌદ્ધકથિત પ્રત્યક્ષલક્ષણમાં ‘ઞભ્રાન્તત્વ’ વિશેષણ પણ ઘટતું નથી, કારણ કે જે સ્થિર અને સ્થૂળ પદાર્થવિષયક સંવેદન થાય છે, તેને તો તમે ભ્રાન્ત માનો છે અને ક્ષણિકસૂક્ષ્મપદાર્થવિષયક સંવેદન તો કદી થતું જ નથી, એટલે કશું અભ્રાન્ત રહ્યું જ નહીં, કે જે અભ્રાન્તત્વ વિશેષણને સાર્થક કરે.
૦ન્યાયરશ્મિ -
૦ બૌદ્ધકથિત ‘અમ્રાન્તત્વ’ વિશેષણનું ખંડન 0
બૌદ્ધઃ- યથાવસ્થિત રૂપે અર્થને ગ્રહણ કરવું તેને ‘અભ્રાન્તપણું’ કહેવાય છે.
જૈનઃ- આવું અભ્રાન્તત્વ તો, તમારા મતે થઈ જ નહીં શકે, કારણ કે તમે પરમાણુઓને ક્ષણિક અને અત્યંત વિજાતીય માનો છો અને તે રીતે પરમાણુઓનું જ્ઞાન તો ક્યારે પણ થતું નથી.
બૌદ્ધઃ- તો અભ્રાન્તત્વનું લક્ષણ આવું માનશું કે, વ્યાવહારિક અભિપ્રાયથી પોત-પોતાનું કાર્ય ક૨વામાં સક્ષમ એવા ઘટાદિ સ્વલક્ષણ વિશે ભ્રાંત ન થવું તે જ ‘અભ્રાંતત્વ' કહેવાય.
-0
-
જેનઃ- આ રીતે તો, પ્રત્યક્ષના લક્ષણમાંથી ‘કલ્પનાપોઢત્વ' રૂપ વિશેષણ કાઢવું જ પડશે, કારણ કે આવું અભ્રાન્તત્વ કલ્પનાપોઢત્વ સાથે રહી શકશે જ નહીં. તે આ રીતે – વ્યવહારમાં આવતા ઘટાદિ સ્વલક્ષણ પદાર્થોનું તો સવિકલ્પ જ્ઞાનથી જ ગ્રહણ થઈ શકે છે, નિર્વિકલ્પ(કલ્પનાપોઢ)થી નહીં. વિકલ્પપૂર્વક ગ્રહણ કર્યા વિના તો તેનો વ્યવહાર જ ન થઈ શકે, તેનું જ્ઞાન થયું હોવા છતાં ન થયા બરાબર છે - એ અમે પૂર્વે કહી ગયા છીએ.
એટલે વ્યાવહારિક સ્વલક્ષણને આશ્રયીને જે અભ્રાન્ત છે, તે કલ્પનાપોઢ નથી હોતું. માટે ‘જે જ્ઞાન નિશ્ચયાત્મક છે તે જ પ્રત્યક્ષ છે' આ જ પ્રત્યક્ષનું લક્ષણ સુંદર છે, એમ સ્થિત થાય છે.
-अर्थसंप्रेक्षण०
Jain Education International
(१६५) अन्यथेत्यादि । निर्णयेन ग्रहणाभावे व्यवहाराप्रवृत्तेः दृष्टस्यापि क्षणिकस्वलक्षणस्य अदृष्टादनतिशायनं अविशेषः अदृष्टादनतिशायनं तस्मात् । घञ्युपसर्गस्य बहुलम् (सिद्ध. ३-२-८६) इति बहुलग्रहणात् क्वचिदुत्तरपदस्य वा दीर्घत्वेन नरकनारकादिवदतिशयनमतिशायनं वेति संभवति।
-0
For Personal & Private Use Only
www.jainelibrary.org