________________
૩પ૯
નિમંત્રણા સામાચારી, ગાથા: ૬૪ ભાવાર્થ:
આ સંસાર ચાર ગતિમાં પરિભ્રમણરૂપ છે. તેમાં મોટા ભાગના જીવો વધારે પ્રમાણમાં સૂક્ષ્મ એકેન્દ્રિયમાં વર્તે છે. આમ છતાં ઘણાં દુઃખો વેઠીને કોઈક જીવ અકામનિર્જરાને કારણે કોઈક શુભ અધ્યવસાયને પામે છે ત્યારે બાદરપણાને અનુકૂળ પુણ્યપ્રકૃતિ બાંધે છે, અને આ રીતે બાદર એકેન્દ્રિયમાં આવ્યા પછી પણ ઘણો કાળ પસાર કરીને અકામનિર્જરાથી ત્રસપણાને પામે છે, અને ત્રાણામાં પણ ઘણો કાળ પસાર કરીને, પંચેન્દ્રિયપણામાં પણ ઘણા પશુ આદિ ભવો પસાર કરીને, કોઈક રીતે પ્રકર્ષવાળું પુણ્ય થાય, ત્યારે મનુષ્યભવ, આર્યદેશ, આર્યકુળ અને ધર્મસામગ્રી પ્રાપ્ત કરે છે. તેથી ધર્મસામગ્રીથી યુક્ત મનુષ્યભવ અતિદુર્લભ છે. જેમ અતિ સૂકી એવી મરભૂમિમાં વૃક્ષો પણ થતાં નથી, તેવી ભૂમિમાં પણ યુગલિક લોકોના પ્રભાવથી પહેલા-બીજા આદિ આરામાં કલ્પવૃક્ષો થાય છે; તેમ સંસારમાં પણ જીવનો ઘણો પુણ્યસંચય થાય છે ત્યારે ધર્મસામગ્રીથી યુક્ત એવો મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. આવા અતિ દુષ્કર મનુષ્યભવને પામ્યા પછી પૂર્ણ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે ક્ષણભર પણ પ્રમાદ વગર યત્ન કરવો જોઈએ, આ પ્રકારનું સર્વજ્ઞનું વચન છે. સર્વજ્ઞના આવા વચનથી જેની મતિ અતિ પરિકર્મિત થયેલી છે અર્થાત્ આવા ઉપદેશથી જેની મતિ અતિવાસિત થયેલી છે, તેવા જીવોને મોક્ષની ઈચ્છાવિષયક મતિભ્રંશરૂપ આળસ આદિનો અભાવ હોય છે અર્થાત્ મારે જીવનમાં મોક્ષ સાધવાનો યત્ન સતત કરવો છે, માટે મારે કોઈપણ પ્રવૃત્તિ મોક્ષના સ્મરણ વગર ન થાય, કે મોક્ષના અનુપાયમાં ન થાય તે રીતે કરવી જોઈએ. આવા પ્રકારની તેમની મતિ હોવાથી, પોતાના સાધ્યવિષયક મતિભ્રંશરૂપ આળસ તેઓને હોતી નથી, તેથી મોક્ષની આકાંક્ષા તેઓને ક્યારેય પણ જતી નથી. II૬૪
અવતરણિકા :
अथाऽविच्छिन्नमोक्षेच्छस्य तदुपायेच्छाऽविच्छेदे दृष्टान्तमाह - અવતરણિકાર્ચ -
હવે અવિચ્છિન્ન મોક્ષઈચ્છાવાળાને તેનામોક્ષના, ઉપાયની ઈચ્છાતા અવિચ્છેદમાં દષ્ટાંત કહે છે –
ભાવાર્થ :
ગાથા-૧૩માં કહેલ કે વિવેકને કારણે સાધુને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ હોય છે અને મોક્ષની ઈચ્છાના અવિચ્છેદના કારણે મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ હોય છે. ત્યાં પ્રશ્ન થાય કે મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ હોય માટે મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ હોય એવું કેમ નક્કી થાય ? તેથી તેને દૃઢ કરવા માટે અવિચ્છિન્ન મોક્ષની ઈચ્છાવાળાને મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ છે, તેમાં દૃષ્ટાંતને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org