________________
૩પપ
નિમંત્રણા સામાચારી / ગાથા ૬૩ प्रतिकूलेच्छयाऽप्रतिबन्धादप्रमादाच्च, प्रतिकूलेच्छाप्रमादपरिहारश्च विवेकात्, विवेकश्च नैरन्तर्येण भगवद्वचनपरिभावनं, तच्च क्षयोपशमविशेषप्रगुणीकृतशक्तेर्महाशयस्यैव कस्यचिद् गोष्पदीकृतभवजलधेरेव जन्तोः संभवतीति વાધ્યમ્ Tદ્દારૂ I ટીકાર્ય :
મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ હોવાને કારણે સાધુની પ્રવૃત્તિનો અવિચ્છેદ હોય છે, અને તેનો અવિચ્છેદ મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ, મોક્ષની ઈચ્છાતા અવિચ્છેદના કારણે છે, અને તેનો અવિચ્છેદ મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ, પ્રતિકૂળ ઈચ્છા વડે કરીને અપ્રતિબંધ હોવાના કારણે છે=મોક્ષની ઈચ્છાથી પ્રતિકૂળ એવી સંસારના ભોગાદિની ઈચ્છા વડે કરીને મોક્ષની ઈચ્છાનો અપ્રતિબંધ હોવાના કારણે છે અને અપ્રમાદ હોવાથી છે, અને પ્રતિકૂળ ઈચ્છાનો અને પ્રમાદનો પરિહાર વિવેકથી છે, અને નિરંતરપણાથી=સતત, ભગવાનના વચનનું પરિભાવન વિવેક છે, અને તેનું નિરંતર ભગવાનના વચનનું પરિભાવત, ક્ષયોપશમવિશેષથી પ્રગુણીકૃત શક્તિવાળા અને મહાઆશયવાળા જ એવા અને ગોષ્પદીકૃત છે ભવરૂપી સમુદ્ર જેને એવા જ કોઈક જીવને સંભવે છે, એ પ્રમાણે જાણવું. ૬૩માં ભાવાર્થ :
ભગવાનના શાસનને પામેલા સાધુમાં, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય અને વિશિષ્ટ પ્રકારના જ્ઞાનાવરણીયના ક્ષયોપશમના કારણે આત્મિક ભાવોને વિકસાવવાની અદ્ભુત શક્તિ પ્રગટેલી હોય છે અને “આ સંસારનો મારે વિચ્છેદ કરવો છે,” એવા મહાઆશયવાળા તેઓ હોય છે. તેથી તેઓનો સંસારરૂપી સમુદ્ર ગોષ્પદ જેવો ગાયની ખરી ડૂબી શકે તેટલા જ પાણીવાળો, હોય છે, અને આવા સાધુઓ નિરંતર ભગવાનના વચનથી આત્માને પરિભાવિત કરતા હોય છે, કેમ કે તેઓ જાણે છે કે ભગવાનના વચનનો સમ્યગુ બોધ, સમ્યગુ રુચિ અને ભગવાનના વચન અનુસાર ઉચિત પ્રવૃત્તિ આ સંસારમાં એકાંતે સુખનું કારણ છે. તેથી તેમાં દઢ યત્ન કરવા માટે સતત ભગવાનના વચનનો નવો નવો બોધ કરીને આત્માને ભાવિત કરતા હોય છે. આવો વિવેક તેમનામાં પ્રગટેલો હોવાના કારણે, મોક્ષને પ્રતિકૂળ એવા પદાર્થની ઈચ્છા તેઓને થતી નથી અને મોક્ષને પ્રગટ કરવામાં બાધક એવા પ્રમાદનો પરિહાર થાય છે. આમ, મોક્ષની ઈચ્છાને પ્રતિકૂળ એવી ઈચ્છાનો અભાવ હોવાને કારણે અને અપ્રમાદભાવ હોવાના કારણે તેઓને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ વર્તે છે.
આશય એ છે કે, તેઓ જાણે છે કે, જીવ ક્ષણભર પણ સાવધાન ન રહે તો અનાદિ ભવઅભ્યસ્ત પ્રમાદ છે અને તેના કારણે મોક્ષને પ્રતિકૂળ ઈચ્છા પણ થઈ શકે છે. માટે લેશ પણ પ્રમાદ ન થાય તે રીતે શાસ્ત્રઅધ્યયન આદિમાં યત્ન કરીને સતત તેઓ મોક્ષની ઈચ્છાને જીવંત રાખે છે, અને મોક્ષની ઈચ્છા સતત જીવંત હોવાના કારણે આવા સાધુઓને મોક્ષના ઉપાયમાં ઈચ્છા સતત જીવંત રહે છે; અને મોક્ષના ઉપાયમાં સતત ઈચ્છા પ્રગટ હોવાને કારણે, જ્યારે તેઓ સ્વાધ્યાય આદિથી શ્રાન્ત થયેલા હોય ત્યારે પણ મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ બંધ ન થાય તે અર્થે, વૈયાવચ્ચ આદિ અન્ય ઉચિત પ્રવૃત્તિમાં ઉદ્યમ કરે છે અને આ રીતે ઉદ્યમ કરી કરીને તેઓ સંસારમાં હિત કરી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org