SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૦ નિમંત્રણા સામાચારી | ગાથા : ઉર * ‘વાવના અહીં ‘ગારિ’ થી પૃચ્છના-પરાવર્તનાદિ ગ્રહણ કરવાનું છે. » ‘વસ્ત્રધાવનતિ અહીં ‘રિ’ થી ગુરુનું અન્ય કોઈ વૈયાવૃજ્યાદિ કાર્ય ગ્રહણ કરવાનું છે. * ‘સ્વાધ્યાયારિતપિ' અહીં પિ' થી સ્વાધ્યાયાદિમાં રત ન હોય તેનો સમુચ્ચય છે અર્થાત્ જેઓ સામર્થ્યભાવાદિ કારણે સ્વાધ્યાયાદિ કરવામાં પ્રવૃત્ત નથી, તેઓએ તો આ સામાચારી કરવી જોઈએ, પરંતુ સ્વાધ્યાયાદિમાં પરિશ્રાંત થયેલાએ પણ આ સામાચારી પાલન કરવી જોઈએ. ભાવાર્થ: છંદના સામાચારીમાં પોતે આહાર લાવ્યા પછી અન્ય સાધુઓને તે આહાર આદિ ગ્રહણ કરવા માટે નિમંત્રણા કરે છે, જ્યારે નિમંત્રણા સામાચારીમાં આહાર લાવ્યા પૂર્વે ધર્માચાર્યને પૂછીને અન્ય સાધુઓના આહાર આદિ લાવવાના કાર્ય વિષે નિમંત્રણા કરે છે, તે નિમંત્રણા સામાચારી છે. આ નિમંત્રણા સામાચારીમાં “આ મહાત્માઓની ભક્તિ કરીને હું આત્મકલ્યાણ સાધું,' એ પ્રકારના શુદ્ધ ભાવપૂર્વક પ્રાર્થના કરાય છે અર્થાત્ “હું તમારો આહાર લાવી આપું?' - એ પ્રકારની પ્રાર્થના કરાય છે તે નિમંત્રણા સામાચારી છે. આ નિમંત્રણા સામાચારી જે સાધુઓ સ્વાધ્યાય આદિ કરી શકતા નથી તેઓને તો કરવાની છે, પરંતુ સ્વાધ્યાય આદિ કરીને જેઓ થાકેલા છે અને વૈયાવૃત્ય કરવારૂપ કાર્યમાં બદ્ધ અભિલાષવાળા છે, તેઓને પણ આ નિમંત્રણા સામાચારી કરવાની છે. અહીં સ્વાધ્યાયઆદિરતનો સામાન્ય અર્થ ઉદ્યત થાય છે, પણ અહીં ઉદ્યત સર્વને ગ્રહણ કરવાના નથી, પણ વિશિષ્ટ ઉદ્યતને ગ્રહણ કરવાના છે, સ્વાધ્યાયવિવારપરિશાંત એવા ઉદ્યતને ગ્રહણ કરવાના છે. એટલે કે સામાન્ય ઉદ્યમશીલ એવા બધાને ગ્રહણ ન કરતાં ઉદ્યતની પરાએ પહોંચેલા ઉદ્યતને ગ્રહણ કરવાના છે. તેથી એ પ્રાપ્ત થાય છે, જે સાધુઓ સ્વાધ્યાય આદિમાં ઉદ્યત છે, તેઓએ નિમંત્રણા સામાચારી કરવાની છે. પરંતુ તેમ અર્થ કરીએ તો સ્વાધ્યાય આદિમાં ઉદ્યમવાળા સાધુ નિમંત્રણા સામાચારી કરે તો સ્વાધ્યાય આદિનો વ્યાઘાત થાય. તેથી ટીકાકારે સ્વાધ્યાય આદિમાં ઉદ્યતનો અર્થ કર્યો કે સ્વાધ્યાય આદિ કરીને પરિશ્રાંત થયેલા સાધુએ આ નિમંત્રણા સામાચારી કરવાની છે, પરંતુ જે સાધુ સ્વાધ્યાય આદિ સારી રીતે કરી શકતા હોય તેમણે નિમંત્રણા સામાચારી કરવાની નથી; કેમ કે, સ્વાધ્યાય આદિ બળવાન યોગને ગૌણ કરીને વૈયાવૃત્ય કરવારૂપ નિમંત્રણા સામાચારીમાં યત્ન કરવો તે ઉચિત નથી. પરંતુ જ્યારે સાધુએ સ્વાધ્યાય આદિમાં સારો શ્રમ કર્યો હોય અને હવે માનસિક શ્રમને કારણે સ્વાધ્યાય આદિમાં શ્રમ કરી શકે તેમ ન હોય, તેવા સાધુ અપ્રમાદભાવની વૃદ્ધિ થાય તદ્અર્થે નિમંત્રણા સામાચારીમાં યત્ન કરે; કેમ કે પૂર્વે જેમ સ્વાધ્યાય આદિથી નિર્જરા કરી શકતા હતા, તે નિર્જરા હવે શક્ય નથી ત્યારે, વૈયાવૃજ્ય દ્વારા પણ નિર્જરા પ્રત્યે જેનો બદ્ધ અભિલાષ છે તેવા સાધુ, નિમંત્રણા સામાચારીમાં યત્ન કરીને નિર્જરા કરી શકે છે. અહીં કાર્યોઘુસ્ય' એ વિશેષણ આપવાથી એ કહેવું છે કે, જે સાધુઓ વૈયાવચ્ચમાં બદ્ધ અભિલાષાવાળા નથી, પરંતુ સંયોગો આદિને કારણે તેમાં પ્રવૃત્ત થાય છે, તે સાધુઓને નિમંત્રણા સામાચારી ભાવથી થતી નથી. પરંતુ જેઓ આત્માર્થી છે તેઓ પોતાનાં તે તે દ્રવ્ય-ક્ષેત્રમાં, જે જે કાર્યમાં વિશેષ નિર્જરા પ્રાપ્ત થાય તે તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy