________________
૩૪૮
છંદના સામાચારી / ગાથા : ઉ૧ ભક્તિ કરે તો ગ્રહણ કરવાની લાલસાવાળા નથી. તેથી તેવો ચિત્તઅભિપ્રાય તેમનામાં જણાતો નથી, માટે અલક્ષિત-ચિત્ત-અભિપ્રાયવાળા છંઘ છે.
આવા ગંભીર છંદક અને છંઘ તેઓ બને કે જેઓ ભગવાનના વચનાનુસાર મોક્ષની ઈચ્છાથી મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરવા માટે બદ્ધ માનસવાળા હોય; અને જે છંદક કે છંદ્ય મોક્ષના અર્થે મોક્ષના ઉપાયમાં યત્ન કરવાની ઈચ્છા કરે છે, છતાં અતિ ગંભીરતાપૂર્વક પોતાના ઉચિત ભાવમાં યત્ન કરતા નથી, તેઓના ચિત્તમાં વિપરીત એવો વિકારનો અધ્યવસાય જણાય છે. તે બતાવે છે કે તેઓ ગંભીર નથી.
અહીં છંદક અને છંઘમાં જેમ ગંભીરતા ગુણ આવશ્યક છે, તેમ ધીરતા ગુણ પણ આવશ્યક છે અને ધીરતા ગુણ હોય તો છંદના સામાચારીકૃત નિર્જરા પ્રાપ્ત થાય. છંદક અને છંધની ધીરતા :
ધીરનો અર્થ કર્યો – “કાર્યાનાન્તરીયસ્વ તપરિમવદg:”
અર્થાત્ કાર્યની સાથે અવિનાભાવી સ્વગત પરિભવના સહિષ્ણુ. તેનાથી એ પ્રાપ્ત થાય કે, છંદક જ્યારે છંદના સામાચારીનું પાલન કરવા પ્રયત્ન કરે ત્યારે, જો અધીર હોય તો, ‘મારી પાસેથી જો છંઘ ઘણો આહારાદિ ગ્રહણ કરી લે તો મારે ઉદરપૂર્તિ જેટલો આહાર પણ નહીં રહે,' તેવો છંદના સામાચારી સાથે સંભવિત એવો છંદકગત પરિભવ=વિહ્વળતા, તેને પ્રાપ્ત થાય. પરંતુ જે છંદક ધીરતાપૂર્વક છંદના સામાચારી કરવા તત્પર થાય છે, તેને આવી આશંકા થતી નથી, કે “જો ઘણો આહાર આ છંદ્ય ગ્રહણ કરશે તો મને ઉદર પૂરતું પણ નહીં મળે.' પરંતુ જો છંદક “તેઓની ભક્તિ કરીને હું નિર્જરા કરું' તે પ્રકારના ઉપયોગમાં ધૈર્યપૂર્વક છંદના સામાચારીના પાલનમાં યત્ન કરે, તો છંદના સામાચારીના પાલનરૂપ કાર્યની સાથે સંભવિત એવા પોતાના પરિભવની સંભાવના હતી, તે સંભાવનાને સ્વબુદ્ધિથી તેણે સહન કરી લીધી અર્થાત્ ઉપયોગને ગુણવાનની ભક્તિના ઉચિત અધ્યવસાયમાં પ્રવર્તાવીને તે સંભાવનાને દૂર કરી. આવા વિવેકસંપન્ન છંદક ધીરતાપૂર્વક છંદના સામાચારીના ઉચિત પરિણામને કરી શકે છે.
તે જ રીતે છંઘને પણ જ્યારે કોઈ છંદક આહારગ્રહણ માટે નિમંત્રણ કરે ત્યારે, તે નિમંત્રણારૂપ કાર્યની સાથે સંભવિત એવો સ્વગત માનાદિ કષાયનો પરિભવ થાય, અથવા સુખશીલપણાના ભાવથી તેનો આહાર ગ્રહણ કરવાનો અધ્યવસાય થાય, અથવા તો “અત્યારે હું આ છંદકનું દાન ગ્રહણ કરું છું, તો તેનો માટે પ્રત્યુપકાર પણ કરવો જોઈએ, તેથી પ્રસંગે મારે પણ તેને ફરી આપવું પડશે,” આવો મોહનો અધ્યવસાય થાય, તો એ છંઘ, કાર્યની સાથે સંભવિત સ્વગત પરિભવને સહન કરી શકતા નથી અને તેથી કર્મને પરવશ થઈને છંદના સામાચારીનું સમ્યફ પાલન કરતા નથી. પરંતુ જે છંઘ ભગવાનના વચનથી ભાવિત મતિવાળા છે, તે ધીરતાપૂર્વક ઉચિત પરિણામ કરે છે; અને તેવા છંઘને એવો અધ્યવસાય ઊઠતો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org