________________
૩૪૭
છંદના સામાચારી / ગાથા : ૧૧
ગંભીર એટલે અલક્ષિત ચિતના અભિપ્રાયવાળા, અને ધીર એટલે કાર્યની સાથે અવિનાભાવિ એવા સ્વગત પરિભવને સહિષ્ણુ, તે બંનેનો ભાવ તે તથાતા છેઃગંભીરતા-ધીરતા છે.
પંચાશક-૧૨, શ્લોક-૩૬ના સાક્ષીપાઠનો અર્થ આ પ્રમાણે છે – “અતિગંભીર અને ધીર એવા તે બંનેને પણ=છંદક અને છંઘને પણ, તે દાન અથવા ગ્રહણ, ઈષ્ટફળવાળું છે.”
આના દ્વારા=ગંભીર અને ધીર એવા છંદક અને છંધ દ્વારા, છંદના સામાચારી પરિજિત કરાયેલી થાય છે= સ્વાધીન કરાયેલી થાય છે અર્થાત્ છંદના સામાચારી સમ્યગુપાલન કરાયેલી થાય છે.
મૂળ ગાથામાં “પૂર્વાચાર્યે એ પદ અધ્યાહાર છે. તે બતાવવા ટીકામાં ‘પૂર્વાચાર્યેરિતિ ચમ્' કહ્યું છે. ૧]
* ‘ોદ વિ' પંચાશકના ઉદ્ધરણના ‘વિ’= ' થી એ કહેવું છે કે માત્ર એકને જ નહીં, પણ બંનેને પણ= છંઘ અને છંદકને પણ ઈષ્ટફળ છે. ભાવાર્થ -
ગાથા-૫૯-૬૦માં બતાવ્યું એ પ્રમાણે જે છંદક અને છંઘ સામાચારી પાળે છે, તેઓમાં ગંભીરતા અને ધીરતા ગુણ હોય છે, એમ પંચાશકમાં કહેલ છે. આવા જ છંદક અને છંદ્ય સામાચારીને પાળીને નિર્જરાફળને પામે છે; પરંતુ જે છંદક અને ઇંદ્ય બાહ્ય રીતે છંદના સામાચારી પાળતા હોય તોપણ, જો તેમનામાં ધીરતા અને ગંભીરતા ન હોય તો છંદના સામાચારીકૃત નિર્જરાફળને પામતા નથી, એટલું જ નહીં પરંતુ અવિવેકપૂર્વક છંદના સામાચારીનું પાલન કરનાર છંદક કર્મ બાંધે છે, અને તેવા છંદક દ્વારા અપાયેલી ભિક્ષા ગ્રહણ કરીને છંઘ પણ કર્મ બાંધે છે. તેથી જે છંદક અને છંઘમાં ગંભીરતા અને ધીરતા હોય તે છંદક અને છંધ છંદના સામાચારીના પાલનજન્ય નિર્જરાફળને પામે છે. અહીં છંદના સામાચારીમાં છંદક અને છંઘની ધીરતા અને ગંભીરતા શું છે ? એ બતાવે છે – છંદક અને છંધની ગંભીરતા -
ગંભીરતાનો અર્થ કર્યો – “ક્ષત્તિમપ્રાયો આપી?
તેનાથી એ પ્રાપ્ત થાય છે, છંદના સામાચારીના પાલન સમયે જે વ્યક્તિમાં નિર્મળ ચિત્તને કારણે કોઈ જ માનાદિની આકાંક્ષારૂપ ચિત્તનો અભિપ્રાય જણાતો નથી, તે અલક્ષિત-ચિત્ત-અભિપ્રાયવાળા છે.
છંદક છંદના સામાચારીનું પાલન કરે ત્યારે, આના દ્વારા મને કીર્તિ પ્રાપ્ત થાય અથવા તો આ છંદ્ય ભવિષ્યમાં મને કોઈ ઈષ્ટ વસ્તુ લાવી આપશે, એવો ચિત્તનો અભિપ્રાય છંદકમાં જણાતો નથી; પરંતુ હું આ મહાત્માની ભક્તિ કરીને ભગવાનની આજ્ઞા અનુસાર છંદના સામાચારીનું પાલન કરું, તેવો અધ્યવસાય વર્તે છે. તેવા છંદક ગંભીર અધ્યવસાયવાળા છે.
છંઘ પણ જ્યારે છંદકનું દાન ગ્રહણ કરે છે ત્યારે, આહારગ્રહણની લાલસાવાળા અથવા તો કોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org