SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ છંદના સામાચારી / ગાથા: ૬૧ ૩૪૫ ભાવાર્થ - સામાન્ય રીતે વિચારવાથી એમ જણાય કે રાગથી કર્મ બંધાય છે, અને ઈચ્છા એ રાગરૂપ છે તેથી છંદના સામાચારી પાલન કરનાર મુનિ પણ જ્યારે મોક્ષની ઈચ્છાથી વૈયાવચ્ચમાં પ્રવૃત્તિ કરશે, ત્યારે તેઓમાં મોક્ષની ઈચ્છા વર્તે છે અને મોક્ષની ઈચ્છાને કારણે વૈયાવૃજ્યમાં ઈચ્છા વર્તે છે, તેથી તેઓની મોક્ષની ઈચ્છા રાગરૂપ હોવાને કારણે કર્મબંધનો હેતુ થશે. આ પ્રકારની શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, તેમ ન કહેવું કેમ કે મોક્ષની ઈચ્છા એટલે રાગાદિથી પર એવા આત્મભાવની ઈચ્છા, અને તેવી ઈચ્છાથી થતી વૈયાવૃજ્યાદિની પ્રવૃત્તિ, રાગાદિનો ઉચ્છેદ કરીને શુદ્ધ આત્મભાવને પ્રગટ કરશે. તેથી અનિચ્છાની ઈચ્છારૂપે મોક્ષની ઈચ્છા એ અભિવૃંગરૂપ નહીં હોવાના કારણે કર્મબંધનું કારણ નથી. પરંતુ જેમ વહ્નિ દાહ્યનો નાશ કરીને સ્વયં વિનાશ પામે છે, તેમ અનિચ્છાની ઈચ્છા પણ ભૌતિક પદાર્થોની ઈચ્છાનો નાશ કરીને અનિચ્છાભાવમાં વિશ્રાંત થાય છે, કેમ કે મોક્ષની ઈચ્છાથી જીવમાં ભૌતિક પદાર્થોનો અભિધ્વંગ ક્રમસર ઘટતો જાય છે અને અંતે સંપૂર્ણપણે અભિવૃંગનો નાશ થાય છે. અહીં વિશેષ એ છે કે, કર્મ શબ્દથી અહીં ભાવકર્મનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય છે, મોક્ષની ઈચ્છા એટલે ભૌતિક પદાર્થોની ઈચ્છારૂપ ભાવકર્મનો નાશ કરવાની ઈચ્છા. તેથી મોક્ષની ઈચ્છા ભૌતિક પદાર્થોના અભિવૃંગને દૂર કરવા માટે પ્રવૃત્ત થાય છે, અને જ્યારે ભૌતિક પદાર્થોનો સંપૂર્ણ અભિવૃંગ ચાલ્યો જાય છે ત્યારે તે સ્વયં વિનાશ પામી જાય છે. અને આથી જ ૧૦મા ગુણસ્થાનક સુધી જીવમાં રાગ વર્તે છે, જે રાગ ધીરે ધીરે સંપૂર્ણ રાગનો ઉચ્છેદ કરીને સ્વયે નાશ પામે છે, તેથી જ ૧૨માં ગુણસ્થાનકમાં જીવ રાગરહિત બને છે. અને અપ્રમત્ત મુનિને જે મોક્ષની ઈચ્છા છે, તે રાગના ઉચ્છેદની ઈચ્છા સ્વરૂપ છે, તેથી અપ્રમાદભાવથી રાગના ઉચ્છેદમાં જ તેઓ યત્ન કરે છે, કે જે પ્રકર્ષને પામીને ૧૨મા ગુણસ્થાનકે વીતરાગભાવમાં વિશ્રાંત થાય છે. તેથી મોક્ષની ઈચ્છા ભાવકર્મરૂપ રાગનો વિનાશ કરીને સ્વયં નાશ પામે છે, તેમ કહેલ છે. III અવતરણિકા: अथैवंविधगुणयोगेन छन्दकच्छन्द्ययोः सामाचारीपालनक्षमत्वमित्युद्घोषयति - અવતરણિકાર્ય - હવે આ પ્રકારના=ગાથા-૫૯-૬૦માં બતાવ્યા તેવા પ્રકારના, ગુણના યોગથી છંદક અને છંઘ બંનેનું સામાચારીના પાલનમાં સમર્થપણું છે, એ પ્રમાણે ઉદ્ઘોષણા કરે છે – ગાથા : एवं एयगुणाणं कहिया गंभीरधीरया दोहं । छंदणसामायारी एएहिं परिजिआ होइ ।।६१ ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy