________________
૩૪૪
છંદના સામાચારી / ગાથાઃ ૬૦ મોક્ષની ઈચ્છાને આધીન વૈયાવૃજ્યમાં છંદકની ઈચ્છા હોય છે, અને આથી આવા સાધુઓ એ રીતે વૈયાવૃજ્યમાં યત્ન કરે છે કે જેથી ગુણવાનના ગુણોથી પોતાનું ચિત્ત રંજિત થાય, અને તેમની ભક્તિ કરીને તે ગુણોનો પ્રકર્ષ પોતાનામાં પ્રગટ થાય તેવો શુભ અધ્યવસાય તેમને વૈયાવચ્ચ સમયે વર્તે છે. અને (૨) જે જીવોમાં તેવો વિવેક નથી, તેઓ મોક્ષના આશયથી વૈયાવૃજ્યમાં પ્રવૃત્તિ કરે છે, તો પણ પોતાની વૈયાવચ્ચ કઈ રીતે સામેની વ્યક્તિનાં જ્ઞાનાદિની વૃદ્ધિમાં નિમિત્ત બને તેવો વિચાર કરતા નથી અને પોતે સારું વૈયાવૃત્ય કરી શકે છે ઈત્યાદિ પરિણામને ધારણ કરે છે; અને આ પરિણામ મોક્ષનો ઉપાય નથી છતાં પોતે મોક્ષાર્થક વૈયાવૃત્ય કરે છે તેવો ભ્રમ તેઓને વર્તે છે, તેથી અજ્ઞાનનિમિત્તક કર્મબંધ તેમને થાય છે. અને (૩) જે જીવોને મોક્ષની ઈચ્છા નથી તેઓને વૈયાવૃજ્ય એક શોખનું અંગ પણ બને, અને તેઓને મોક્ષનો આશય કરવાનું કે મોક્ષ મેળવવાને અનુકૂળ ઉચિત ભાવો કરવાનું લક્ષ્ય નથી, પરંતુ પોતાના શોખથી વૈયાવૃજ્યમાં પ્રવૃત્તિ કરે છે, તેઓની વૈયાવૃજ્યની પ્રવૃત્તિ ઐહિક સુખની ઈચ્છાથી થાય છે. તેથી તેમની વૈયાવચ્ચની ક્રિયાથી મોહનિમિત્તક કર્મબંધ થાય છે. ઉત્થાન -
ઉપર્યુક્ત કથનથી એ ફલિત થયું કે, (૧) મોક્ષની ઈચ્છાથી સમ્યગુ પ્રવૃત્તિ કરે તો કર્મબંધ નથી, પરંતુ (૨) મોક્ષના અનુપાયમાં મોક્ષના ઉપાયની બુદ્ધિથી કે (૩) ઐહિક સુખના હેતુથી વૈયાવૃજ્યાદિ પ્રવૃત્તિ કરે તો કર્મબંધ છે. ત્યાં શંકા થાય કે, મોક્ષની ઈચ્છા પણ રાગરૂપ હોવાથી કર્મબંધનો હેતુ થશે. તેનું નિરાકરણ કરતાં કહે છે –
ટીકા :
न च मोक्षेच्छाया अपि रागरूपतया कर्मबन्धहेतुत्वमेवेति वाच्यम्, अनभिष्वङ्गरूपतया तस्यास्तथात्वाभावात्, वनेर्दाह्यं विनाश्यानुविनाशवत्तस्या अपि कर्मविनाश्यानुविनाशात् इत्यन्यत्र विस्तर इति ।।६० ।। ટીકાર્ચ -
મોક્ષની ઈચ્છાનું પણ રાગરૂપપણાથી કર્મબંધનું હેતુપણું છે, એમ ન કહેવું; કેમ કે અનભિવંગરૂપપણું હોવાના કારણે તેના=મોક્ષની ઈચ્છાતા, તથાત્વનો અભાવ છે કર્મબંધના હેતુપણાનો અભાવ છે.
મોક્ષની ઈચ્છા કર્મબંધનું કારણ કેમ નથી ? તે યુક્તિથી બતાવે છે -
દાઘને બાળીને વહ્નિના અવિનાશની=પશ્ચાત્ નાશતી, જેમ, તેનો પણ મોક્ષની ઈચ્છાનો પણ, કર્મનો વિનાશ કરીને અવિનાશ થતો હોવાથી. (મોક્ષની ઈચ્છા કર્મબંધનો હેતુ નથી, એ પ્રકારે સંબંધ છે) આ પ્રકારના કથનનો વિસ્તાર અન્ય ગ્રંથમાં છે. તિ’ શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૬૦ |
* “મોક્ષેચ્છાયા ' અહીં ‘’ થી એ કહેવું છે કે અન્ય ઈચ્છા તો રાગરૂપ છે, મોક્ષની ઈચ્છા પણ રાગરૂપ છે.
* તન્યા ૩' અહીં ‘વહ્નિ' તો દાહ્યનો વિનાશ કરી વિનાશ પામે છે, તેનો ‘મ થી સમુચ્ચય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org