________________
છંદના સામાચારી / ગાથા : ૧૦
૩૪૩ ઈચ્છા હોય તે બધી સોપાધિક ઈચ્છા હોય. વૈયાવચ્ચની પ્રવૃત્તિમાં કાં તો મોક્ષની ઈચ્છાને આધીન સોપધિક ઈચ્છા છે અથવા ઐહિક સુખની ઈચ્છાને આધીન સોપાધિક ઈચ્છા છે. તેથી જો મોક્ષની ઈચ્છાથી વૈયાવૃજ્યમાં પ્રવૃત્તિ ન હોય તો ઐહિક સુખની ઈચ્છાથી વૈયાવૃજ્યમાં પ્રવૃત્તિ સંભવે અને તે રીતે સ્વીકારીએ તો મોહનિમિત્તક કર્મબંધ થાય.
આશય એ છે કે, જે વ્યક્તિને જે પ્રવૃત્તિમાં રસ હોય તે પ્રવૃત્તિ તેના માટે સુખકારી હોય છે. જેમ ઘણાને નાના બાળકને રમાડવામાં આનંદ આવતો હોય કે બીજી કોઈ તેવી પ્રવૃત્તિમાં આનંદ પ્રાપ્ત થતો હોય તો તે ઐહિક સુખની ઈચ્છાથી થાય છે. જેમ સાધુને નાના બાળકને રમાડવાની ઈચ્છા થાય, તો તેમાં મોહનિમિત્તક કર્મબંધ થાય, તેમ અહીં ઐહિક સુખની ઈચ્છાથી વૈયાવૃજ્યમાં પ્રવૃત્તિ કરે તો મોહનિમિત્તક કર્મબંધ થાય છે.
| (i) નિરુપધિ = કન્વેચ્છાડનથીનેચ્છા અર્થાત્ અન્ય કોઈ ઈચ્છાને આધીન એવી ઈચ્છા ન હોય તે નિરુપાધિક ઈચ્છા. મુમુક્ષુને આ પ્રકારની ઈચ્છા મોક્ષમાં છે; કેમ કે મોક્ષ સ્વયં સુખરૂપ છે, જ્યારે સંસારી જીવોને આવી ઈચ્છા સુખમાં અને દુ:ખનાશમાં છે.
(ii) સોપાધિ રૂછા=૩ન્વેચ્છાથીનેછી અર્થાત્ અન્ય ઈચ્છાને આધીન એવી ઈચ્છા તે સોપાધિક ઈચ્છા. મુમુક્ષુને મોક્ષની ઈચ્છાને આધીન મોક્ષના ઉપાયમાં આ પ્રકારની સોપાધિક ઈચ્છા છે, જ્યારે સંસારી જીવોને સાંસારિક સુખની ઈચ્છાને આધીન સુખના ઉપાયોમાં ઈચ્છા અને દુઃખનાશની ઈચ્છાને આધીન એવા દુ:ખનાશના ઉપાયોમાં ઈચ્છા આ પ્રકારની સોપાધિક ઈચ્છા છે.
અહીં વિશેષ એ છે કે, સામાન્ય રીતે જીવને સુખ અને દુઃખહાનિ=દુઃખાભાવ, સ્વાભાવિક (સ્વતઃ) ઈષ્ટ હોય છે. તેથી સુખની ઈચ્છા અને દુઃખાભાવની ઈચ્છા અન્ય કોઈ ઈચ્છાને આધીન હોતી નથી. તેથી સુખમાં અને દુઃખાભાવમાં અન્ય-ઈચ્છા-અનધીન ઈચ્છા-વિષયત્વ છે. તેથી સુખની ઈચ્છા અને દુઃખાભાવની ઈચ્છા સ્વતઃ વર્તે છે જે નિરુપાધિક ઈચ્છા છે, અને તે ઈચ્છાને આધીન સુખના ઉપાયભૂત ભોગસાધનોની ઈચ્છા અને દુઃખાભાવનાં સાધનોની ઈચ્છા જે વર્તે છે, તે સોપાધિક ઈચ્છા છે. વિવેકી જાણે છે કે, સંસારનું સુખ એ મોક્ષના સુખનું બાધક છે, તેથી પરમ સુખમાં બાધક એવા તુચ્છ ઐહિક સુખની ઈચ્છા તેમને થતી નથી. વળી મોક્ષ પૂર્ણ સુખરૂપ અને સર્વથા દુઃખાભાવરૂપ છે, તેથી મોક્ષમાં વિવેકીને નિરુપાધિક ઈચ્છા વર્તે છે; અને જે જીવોને “મોક્ષ સુખરૂપ છે અને સર્વથા દુઃખાભાવરૂપ છે” તેનું જ્ઞાન નથી, તેઓને સંસારના સુખમાં નિરુપાધિક ઈચ્છા વર્તે છે અને સાંસારિક દુઃખહાનિમાં નિરુપાધિક ઈચ્છા વર્તે છે.
આનાથી એ ફલિત થાય કે મોક્ષની ઈચ્છા, સંસારના સુખની ઈચ્છા કે દુઃખાભાવની ઈચ્છા એ ત્રણ ઈચ્છાઓ નિરુપાધિક છે અને (૧) મોક્ષની ઈચ્છાને આધીન તેવી વૈયાવૃત્યાદિની ઈચ્છા વિવેકી એવા મુનિ આદિને હોય છે, અને આથી વિવેકી મુનિને મોક્ષના ઉપાયભૂત વૈયાવચ્ચમાં ઈચ્છા થાય છે. મુનિ જાણે છે કે, જો હું આ મહાત્માની વૈયાવચ્ચ કરું તો તેમનાં જ્ઞાન-તપ-સંયમની વૃદ્ધિ થશે, અને તે વૃદ્ધિમાં હું નિમિત્ત બનું તો તજ્જન્ય નિર્જરા મને પણ પ્રાપ્ત થશે અને તેનાથી મને ઈષ્ટ એવા મોક્ષની પ્રાપ્તિ પણ થશે. આ પ્રકારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org