________________
છંદના સામાચારી / ગાથા : ૬૦
વૈયાવચ્ચમાં થઈ શકે નહીં. તેથી એ પ્રાપ્ત થાય કે, મોક્ષની ઈચ્છા વગર વૈયાવૃત્યમાં પ્રવૃત્તિ કરનાર ઐહિક ઈચ્છાથી વૈયાવૃત્ત્વમાં પ્રવૃત્તિ કરે છે, તો તેઓને શું પ્રાપ્ત થાય ? તે બતાવવા માટે કહે છે -
ટીકાર્ય :
--
ऐहिक सुख
.....
. મોનિમિત્ત ર્મવન્ધ રૂતિ । ઐહિક સુખના હેતુપણાથી ત્યાં=વૈયાવચ્ચ કરવામાં, ઈચ્છા હોતે છતે વળી મોહનિમિત્તક કર્મબંધ છે–તેવી ઈચ્છા મિથ્યાત્વના ઉદયરૂપ હોવાને કારણે મિથ્યાત્વમોહનિમિત્તક કર્મબંધ છે. ‘કૃતિ’ ‘સત્ર વં તત્ત્વ’ એ કથનની સમાપ્તિમાં છે.
* ‘જ્ઞાનાઘુપષ્ટમ’ અહીં ‘આવિ’ થી તપ-સંયમનું ગ્રહણ કરવું.
ભાવાર્થ:
ગાથા-૫૯માં કહ્યું કે, છંદક, છંઘના જ્ઞાન-તપ-સંયમની વૃદ્ધિની ઈચ્છાથી છંઘ મહાત્માની ભક્તિ કરે, પરંતુ છંદ્ય પાસેથી પ્રત્યુપકારની કે કીર્તિ આદિની વાંછાથી ન કરે, તે છંદક માટે ઈષ્ટસાધન છે; અને પછી ગાથા-૬૦માં કહ્યું કે, છંદ્ય પણ છંદકને ‘નિર્જરાવિશેષ થાઓ,' એ હેતુથી જ છંદકનું દાન ગ્રહણ કરે અને પોતાને સ્વાધ્યાયાદિમાં ઉપખંભ થાય તે માટે છંદકનું દાન ગ્રહણ કરે, તે તેના માટે ઈષ્ટસાધન છે; પરંતુ આળસથી સ્વશક્તિને ગોપવીને પ્રત્યુપકાર દેખાડતો ન કરે. ત્યાં છંદકના વિષયમાં છંદના સામાચારીના પાલનનું શું રહસ્ય છે ? તે ગ્રંથકાર ‘અત્ર વં તત્ત્વ’ થી સ્વયં સ્પષ્ટ કરે છે
-
૩૪૧
અહીં પ્રશ્ન થાય કે, છંદક કઈ રીતે પ્રવૃત્તિ કરે તો લાભ થાય અને કઈ રીતે પ્રવૃત્તિ કરે તો લાભ ન થાય તે વાત ગાથા-૫૯માં બતાવી. તેથી તે છંદકની વાતનું તત્ત્વ સ્પષ્ટ કરવું હોય તો તે ગાથા-૫૯માં જ ‘અહીં આ તત્ત્વ છે’ - તેમ બતાવીને કહેવું જોઈએ. તેના બદલે ગાથા-૬૦ની ટીકામાં છંઘને વૈયાવચ્ચ સ્વીકારવામાં કઈ રીતે લાભ થાય કે ન થાય તે વાત બતાવી, અને તે જ ૬૦મી ગાથાની ટીકામાં છંદકવિષયક અને છંદ્યવિષયક ‘અત્ર રૂવું તત્ત્વ’=‘અહીં આ તત્ત્વ છે’ એમ કહ્યું. તેથી વિચારકને એમ પ્રશ્ન થાય કે, છંઘની વાત આ ગાથા-૬૦માં કરી, તે છંઘના વિષયમાં આ તત્ત્વ છે, એ પ્રમાણે ગ્રંથકારને કહેવાનું પ્રયોજન આમાં હોય, પણ છંદના કરનાર એવા છંદકના વિષયમાં ‘આ તત્ત્વ છે’ એમ કહેવું હોય તો આ ગાથા-૬૦ની ટીકામાં કથન કેમ કર્યું ? અને ગાથા-૫૯ની ટીકામાં કથન કેમ ન કર્યું ?
તેનું તાત્પર્ય એ છે કે, પ્રસ્તુત છંદના સામાચારી છે અને છંદના સામાચા૨ીનું પાલન કરનાર છંદક છે, પરંતુ છંઘ નથી. તેથી ગાથા-૫૯માં છંદના સામાચારી કરનાર છંદક કઈ રીતે પ્રવૃત્તિ કરે તો તેને લાભ છે અને કઈ રીતે પ્રવૃત્તિ કરે તો લાભ નથી, તે બતાવ્યું. ત્યાં પ્રાસંગિક પ્રશ્ન થયો કે, તો છંઘને પણ કઈ રીતે છંદકનું દાન ગ્રહણ કરે તો લાભ ન થાય અને થાય, તે પણ બતાવવું આવશ્યક છે. તેથી તે પ્રાસંગિક વાત ગાથા-૬૦માં બતાવી અને તે બતાવ્યા પછી તેના અનુસંધાનમાં તે જ ગાથામાં છંદના સામાચા૨ીનું પાલન કરનાર એવા છંદકને છંદના સામાચારીથી લાભ ક્યારે થાય છે ? અને ક્યારે થતો નથી ? અને તેનું તત્ત્વ શું છે ? તે સ્પષ્ટ કરવા માટે ‘અત્ર વં તત્ત્વ' તેમ કહીને ગ્રંથકાર કહે છે
Jain Education International
For Personal & Private Use Only
–
www.jainelibrary.org