________________
૩૩૨.
છંદના સામાચારી / ગાથા ૫૮ પ્રકારની અનુમોદના નથી થતી, તોપણ જો ઇંદ્ય વિવેકસંપન્ન હોય તો તેવા સંયોગોમાં પોતે ભલે આહાર ગ્રહણ ન પણ કરે, તોપણ છંદકે ભગવાનના વચનાનુસાર જે છંદના સામાચારીમાં યત્ન કર્યો તેની અનુમોદના છંઘને પણ પ્રાયઃ સંભવે છે.
અહીં પ્રાયઃ કહેવાથી એ કહેવું છે કે, ક્વચિત્ તથાવિધ પ્રમાદને કારણે તેવો ઉપયોગ ન જાય તો છંદ્યને અનુમોદના ન પણ થાય, પરંતુ સંયમમાં અપ્રમાદી સાધુ ઉચિત કાળે જેમ ઉચિત કૃત્યો કરે છે, તેમ કોઈનું પણ ઉચિત કૃત્ય જુએ તો તેઓના હૈયામાં અવશ્ય હર્ષ થાય છે, અને જો છંદકના ઉચિત કૃત્યને જોઈને તેને હર્ષ થાય તો ત્યાં અવશ્ય અનુમોદનાની પ્રાપ્તિ થાય.
અવતરણિકામાં સ્વજન્ય દાનજન્ય, ભાવવિશેષસંબંધથી કાર્યકારણભાવનું એકાધિકરણ બતાવ્યું અને ગાથામાં તેનું નિરાકરણ કરતાં કહ્યું કે, યદ્યપિ દાનની ક્રિયા અને ગ્રહણની ક્રિયામાં જેવું અનુમોદન થાય છે, તેવો અનુમોદનાનો પરિણામ દાનગ્રહણજ્યિા ન હોતે છતે ભલે ન થાય, પરંતુ અન્ય પ્રકારનો અનુમોદનાનો પરિણામ થઈ શકે છે. આથી અનુમોદનાના આકારભેદ સિવાય નિર્જરામાં કોઈ ભેદ પડશે નહીં, પરંતુ તે સુકૃતના અનુમોદનનો પરિણામ દાનક્રિયા વિના પણ જો તીવ્ર હોય તો જેવી દાનની ક્રિયા વખતે નિર્જરા થાય છે, તેનાથી અધિક નિર્જરા પણ સંભવી શકે છે. માટે આહારદાનની ક્રિયા હોય કે ન હોય તો પણ ભાવવિશેષથી ફળ પેદા થઈ શકે છે, એટલું સિદ્ધ થયું. પરંતુ અવતરણિકામાં વ્યવહારનયે સંબંધવિશેષ બતાવીને સિદ્ધ કર્યું કે, છંદકની નિર્જરા પ્રત્યે દાન પણ હેતુ છે, તે નિશ્ચયનયને માન્ય નથી. તેથી તેનું નિશ્ચયષ્ટિથી નિરાકરણ કરતાં કહે છે –
દાનજન્ય ભાવવિશેષસંબંધથી દાન ભલે છંદકના આત્મામાં હોય તોપણ દાન નિર્જરા પ્રત્યે હેતુ નથી; કેમ કે નિર્જરા પ્રત્યે ભાવવિશેષનું હેતુપણું હોવાના કારણે દાનનું અન્યથાસિદ્ધપણું છે. દાનનું અન્યથા સિદ્ધપણું કેમ છે ? તે આગળ સ્પષ્ટ થશે.
ઉત્થાન
અહીં પૂર્વપક્ષી કહે છે કે, વાળ વરો ઈત્યાદિ ન્યાયથી દાનનું નિર્જરા પ્રતિ હેતુપણું સ્વીકારીએ તો શું વાંધો છે ? તેથી બીજો હેતુ કહે છે – ટીકા -
_ 'दासेण मे खरो कीओ' इत्यादिन्यायेन तद्धेतुत्वे च घटादौ दण्डावयवस्यापि हेतुत्वव्यवहारप्रसङ्गादिति निश्चयनयनिष्कर्षः । व्यवहारतोऽपि तद्धेतुत्वं फलविशेष एवेति न तद्विनापि च्छन्दनाजन्यफलसामान्यानुपपत्तिरिति વોટ્યમ્ I૬૮. ટીકાર્ય :
ફાસે મે .... નિશ્ચયનનિર્વા અને કાળા રે વારો દીવો રાણોકપિ કે વરોડપિ ”=“મારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org